ઇન્ડોનેશિયા: હવાથી ગર્ભવતી થઈ ગઈ મહિલા, પંદર મિનિટમાં જ ડિલીવરી, ડોક્ટરો હેરાન

પ્રતિકાત્મક તસવીર

અચાનક તેના શરીરમાં હવા પ્રવેશી, અને તેનું પેટ મોટું થવાનું શરૂ થવા લાગ્યું. ત્યારબાદ મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં 15 મિનીટમાં તેણે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો

 • Share this:
  જકાર્તા : એક ઇન્ડોનેશિયાની મહિલા (Indonesia)એ એવો વિચિત્ર દાવો કર્યો છે કે તમને પણ આશ્ચર્ય થશે. મહિલાનો દાવો છે કે, તે હવા દ્વારા ગર્ભવતી (Pregnant) થઈ છે. એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં મહિલાએ કહ્યું કે, તેણે કોઈ પણ પુરુષ સાથે શારીરિક સંબંધો બાંધ્યા નથી, અચાનક તે ઊંઘમાં જ હવાથી ગર્ભવતી થઈ ગઈ.

  મહિલાના આશ્ચર્યજનક દાવા મુજબ, તે બપોરે પ્રાર્થના કર્યા પછી પોતાના લિવિંગ રૂમમાં આરામ કરી રહી હતી. અચાનક તેને લાગ્યું કે, તેના શરીરમાં હવા પ્રવેશી રહી છે. ઘટનાના 15 મિનિટ પછી તેના પેટમાં દુખાવો થવા લાગ્યો અને તેનું પેટ મોટું થવાનું શરૂ થવા લાગ્યું. ત્યારબાદ મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તેણે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો.

  આ પણ વાંચો'ગધેડું હિંચકે ઝુલે, જોઈને મજા આવશે', જુઓ વાઈરલ Video

  વાર્તા વાયરલ થઈ

  મહિલાની વિચિત્ર વાર્તા થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ. આ પછી, સ્થાનિક કોમ્યુનિટી ક્લિનિકના વડા મહિલાને આ મામલે પૂછપરછ કરવા પહોંચ્યા. આ સમય દરમિયાન તેને ખબર પડી કે મહિલાના લગ્ન થઈ ગયા છે. હવે તે તેના પતિથી અલગ રહે છે. તેની પાસે પહેલેથી જ એક બાળકી છે.

  આ પણ વાંચોસુરત : પતિ-પત્નીનો પ્રેમ! વતનથી આવ્યા પત્નીના આપઘાતના સમાચાર, 2 કલાકમાં જ પતિએ આપઘાત કરી લીધો

  કોમ્યુનિટી ક્લિનિકના વડા, ઇમાન સુલેમેને કહ્યું, 'તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, માતા અને બાળક સ્વસ્થ છે. સામાન્ય ડિલિવરી થઈ છે. બાળકનું વજન 2.9 કિલો છે. સુલેમેને કહ્યું કે, આ 'ગુપ્ત ગર્ભાવસ્થા' નો કેસ લાગે છે, જેમાં સ્ત્રીને ડિલિવરી પહેલાં ગર્ભાવસ્થાનો અહેસાસ જ નથી થતો. સ્થાનિક પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. મહિલાના અગાઉના લગ્ન સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
  Published by:kiran mehta
  First published: