ઈન્ડોનેશિયા પ્લેન ક્રેશઃ દુર્ઘટનાના 12 કલાક બાદ જકાર્તાની પાસેથી મળ્યા બોડી પાર્ટ્સ

ઈન્ડોનેશિયા પ્લેન ક્રેશઃ દુર્ઘટનાના 12 કલાક બાદ જકાર્તાની પાસેથી મળ્યા બોડી પાર્ટ્સ
શ્રીવિજયા એરલાઇન્સ પ્લેન ક્રેશના 12 કલાક બાદ હવે ઈન્ડોનિશાયાની તપાસ ટીમોને જકાર્તાની પાસે જાવા સાગરમાં શરીરના અંગો મળ્યા

શ્રીવિજયા એરલાઇન્સ પ્લેન ક્રેશના 12 કલાક બાદ હવે ઈન્ડોનિશાયાની તપાસ ટીમોને જકાર્તાની પાસે જાવા સાગરમાં શરીરના અંગો મળ્યા

  • Share this:
    જકાર્તાઃ ઈન્ડોનેશિયા (Indonesia)ની રાજધાની જકાર્તા (Jakarta)થી ઉડાન ભર્યાના તરત બાદ શ્રીવિજયા એરલાઇન્સ (Sriwijaya Air plane)નું પ્લેન ગુમ થઈ ગયું. દુર્ઘટનાના 12 કલાક બાદ હવે ઈન્ડોનિશાયાની તપાસ ટીમોને જકાર્તાની પાસે જાવા સાગરમાં શરીરના અંગો મળ્યા છે. આ એ જ સ્થળ છે જ્યાં ઉડાન ભર્યા બાદ પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનમાં 62 લોકો સવાર હતા. જકાર્તા પોલીસના પ્રવક્તા યૂસરી યુનુસે જાણકારી આપતા જણાવ્યું કે આજે સવારે અમે બે (બોડી) મળી છે, એક બેગ મુસાફર સાથે જોડાયેલી અને બીજીમાં બોડી પાર્ટ્સ (શરીરના અંગ) છે.

    ઈન્ડોનેશિયાના પરિવહન મંત્રી બુદી કરયા સુમાદીએ જણાવ્યું કે, તપાસ અધિકારીઓને દુર્ઘટના સ્થળથી સંભવિત સ્થળની ઓળખ કર્યા બાદ મોટાપાયે મુસાફરોની તપાસ શરૂ કરી દીધી છે. તપાસ ટીમને જે બેગ મળી છે તે લાનચાંગ દ્વીપ અને લાકી દ્વીપની વચ્ચે એસએઆર ટીમને મળી છે. એરલાઇન્સ તરફથી જાહેર નિવેદન મુજબ, પ્લેને જકાર્તાથી પોંટિયાનક માટે ઉડાન ભરી હતી, જે ઈન્ડોનેશિયાના બોર્નિયા દ્વીપ સ્થિત પશ્ચિમ કાલીમંતન પ્રાંતની રાજધાની છે. આ ઉડાનની અવધિ લગભગ 90 મિનિટની હતી. પ્લેનમાં 50 મુસાફરો ઉપરાંત ચાલક દળના 12 સભ્ય સવાર હતા. તમામ ઈન્ડોનેશિયાના નાગરિક છે.



    આ પણ વાંચો, Blackout in Pakistan: પાકિસ્તાનમાં વીજળી ડુલ, ઈસ્લામાબાદથી કરાચી સુધી તમામ શહેરો અંધારામાં ડૂબ્યા

    પરિવહન મંત્રી બુદી કરયા સુમાદીએ જણાવ્યું કે, ઉત્તર જકાર્તામાં દ્વીપોની શ્રૃંખલા થાઇલેન્ડ દ્વીપ સમૂહના લાનચાંગ અને લાકી દ્વીપના મધ્યમાં પ્લેનની શોધખોળ અને તપાસ અભિયાન હેઠળ ચાર યુદ્ધજહાજ સહિત લગભગ ડઝનબંધ જહાજને તૈનાત કરવામાં આવ્યા છે. જકાર્તાથી પોંટિયાનક જનારા પ્લેનના મોટાભાગના મુસાફરો જાવા સુમદ્રની ઉપરથી જ પસાર થાય છે. અત્યાર સુધી ગુમ પ્લેન વિશે કોઈ માહિતી નથી મળી શકી.

    આ પણ વાંચો, Gas Booking: Pockets વૉલેટથી સિલિન્ડર બુક કરતાં મળશે 50 રૂપિયાનું કેશબેક, જાણો પૂરી પ્રોસેસ

    થાઇલેન્ડ દ્વીપ સમૂહમાં ધાતુના કેટલાક ટુકડા તરતા જોવા મળ્યા

    સ્થાનિક મીડિયા મુજબ, થાઇલેન્ડ દ્વીપ સમૂહમાં માછીમારોને શનિવાર બપોરે ધાતુના કેટલાક ટુકડા તરતા જોવા મળ્યા. જેના વિશે જાણવા મળી રહ્યું છે કે આ પ્લેનનો હિસ્સો હોઈ શકે છે. નેશનલ સર્ચ અને રેસ્ક્યૂ એજન્સીના ઉપપ્રમુખ બામ્બાંગ સુરયો અજિએ કહ્યું કે બચાવ ટીમે માછીમારો પાસેથી કથિત કાટમાળ તથા કેટલાક કપડા એકત્ર કર્યા છે. જેને રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા સમિતિને સોંપવામાં આવ્યા છે જેથી એ જાણી શકાય કે શું આ ચીજો ગુમ પ્લેન સંબંધિત છે કે નહીં. બીજી તરફ બચાવ તથા તલાશી અધિયાનમાં લાગેલા એક જહાજના કમાન્ડરે જણાવ્યું કે માછીમારોને તાર અને ધાતુના ટુકડા પાણીમાં મળ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 10, 2021, 09:47 am

    ટૉપ ન્યૂઝ