ઇન્ડોનેશિયામાં લાપતા થયેલા વિમાનનો સંદિગ્ધ કાળમાળ દરિયામાં મળ્યો : રિપોર્ટ

ઇન્ડોનેશિયામાં લાપતા થયેલા વિમાનનો સંદિગ્ધ કાળમાળ દરિયામાં મળ્યો : રિપોર્ટ
તસવીર - APF

વિમાન ઉડાન ભર્યાના ચાર મિનિટમાં જ ગુમ થયું, આ વિમાનમાં 50થી વધારે લોકો પ્રવાસ કરી રહ્યા હતા

 • Share this:
  જકાર્તા : ઇન્ડોનેશિયાની (Indonesia)રાજધાની જકાર્તાથી (Jakarta) ઉડાણ ભર્યા પછી તરત શ્રીવિજયા એરલાઇસન્સનું (Sriwijaya Air plane)વિમાન લાપતા થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં 50થી વધારે લોકો પ્રવાસ કરી રહ્યા હતા. બચાવ અભિયાન દળે વિમાનની શોધ કરવાની શરૂ કરી દીધી છે. રોયટર્સના મતે રાજધાની જકાર્તાથી થોડેક દૂર દરિયામાં સંદિગ્ધ કાટમાળ મળ્યો છે.

  ઇન્ડોનેશિયાના અધિકારીએ જણાવ્યું કે જકાર્તાથી ઉડાન ભર્યા પછી શ્રીવિજયા વિમાનનો વાયુ યાતાયાત નિયંત્રણ કક્ષથી સંપર્ક તૂટી ગયો હતો. લોકલ મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ વિમાન ઇન્ડોનેશિયાથી પ્રોવિંસ પશ્ચિમી કલીમંતાન માટે રવાના થયું હતું. ઉલ્લેખનીય છે કે કલીમંતાનમાં બોક્સસાઇટનું ખનન મોટા પ્રમાણમાં થાય છે.

  આ પણ વાંચો - એક્સપર્ટ ઓપિનિયન : બર્ડ ફ્લૂથી ડરવાની નહીં તકેદારીની જરૂર, જાણો શું છે બર્ડ ફલૂ

  ફ્લાઇટ રડાર ટ્રેકિંગ સર્વિસે ટ્વિટ કરીને કહ્યું કે વિમાન લગભગ 10 હજાર ફૂટ એલ્ટીટ્યૂડ પર ઉડાન ભરી રહ્યું હતું. વિમાન ઉડાન ભર્યાના ચાર મિનિટમાં જ ગુમ થયું હતું. આ વિમાન (Boeing 737-500) લગભગ 27 વર્ષ જૂનું હતું.
  Published by:Ashish Goyal
  First published:January 09, 2021, 20:53 pm