Home /News /national-international /Indonesia: ઇન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ભડકી, 127 લોકોના મોત

Indonesia: ઇન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ભડકી, 127 લોકોના મોત

વીડિયોમાંથી લીધેલી તસવીર

અહેવાલો અનુસાર, અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. દરમિયાન અરેમાની ટીમ હારી ગઈ. જે બાદ પોતાની ટીમને હારતી જોઈને મોટી સંખ્યામાં ચાહકો મેદાન તરફ દોડવા લાગ્યા હતા.

    ઈન્ડોનેશિયામાં શનિવાર રમાયેલી ફૂટબોલ મેચ દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા 127 લોકો માર્યા ગયા છે. આ ઘટના ઈસ્ટ જાવાના મલંગ રિજન્સીના કંજુરુહાન સ્ટેડિયમમાં બની હતી. અહેવાલો અનુસાર, અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. દરમિયાન અરેમાની ટીમ હારી ગઈ. જે બાદ પોતાની ટીમને હારતી જોઈને મોટી સંખ્યામાં ચાહકો મેદાન તરફ દોડવા લાગ્યા હતા.

    લોકોમાં બે પોલીસ અધિકારીઓના પણ મોત નીપજ્યા છે


    આ દરમિયાન કેટલાક લોકોએ ખેલાડીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોવા મળે છે કે, લોકો મેદાનમાં ઘૂસીને સુરક્ષાકર્મીઓ પર વસ્તુઓ ફેંકવા લાગે છે. આ સાથે જ પોલીસ લોકોને કાબુમાં કરવા માટે લાઠીચાર્જ કરી રહી છે. લોકોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે.



    સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર લોકોના મોત મારપીટ, નાસભાગ અને ગૂંગળામણને કારણે થયા છે. તે જ સમયે, સ્ટેડિયમમાં માર્યા ગયેલા લોકોમાં બે પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લગભગ 180 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

    વીડિયોમાંથી લીધેલી તસવીર


    આ પણ વાંચો: ઓમિક્રોનના નવા વેરિયન્ટની વૈજ્ઞાનિકોને ચિંતા

    જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પૂર્વ જાવાના પોલીસ અધિકારી નિકો અફિન્ટાએ મીડિયાને જણાવ્યું હતું કે, સ્ટેડિયમની અંદર 34 લોકોના મોત થયા હતા અને બાકીના લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે.



    એક વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો મેદાનમાં ઘૂસીને અહીં-ત્યાં ફૂટબોલ ફેંકી રહ્યા છે. ત્યારે પોલીસકર્મીઓ આવે છે લોકોને કાબુમાં લેવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન કેટલાક લોકો જાળી પર લટકેલા જોવા મળે છે તો કેટલાક સીટ તરફ દોડી રહ્યા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: દેશવિદેશ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन