Home /News /national-international /ઈન્ડોનેશિયા: દાદીની લાશ પાસે બે દિવસ સુધી કાટમાળમાં દટાયેલો રહ્યો બાળક, હવે જીવતો નિકળ્યો બહાર

ઈન્ડોનેશિયા: દાદીની લાશ પાસે બે દિવસ સુધી કાટમાળમાં દટાયેલો રહ્યો બાળક, હવે જીવતો નિકળ્યો બહાર

indonesia earthquake

Indonesia earthquake Viral Video: ઈંડોનેશિયામાં આવેલા ખતરનાક ભૂકંપ બાદ સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. આ તમામની વચ્ચે ત્યાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે.

    Indonesia earthquake Viral Video: ઈંડોનેશિયામાં આવેલા ખતરનાક ભૂકંપ બાદ સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. આ તમામની વચ્ચે ત્યાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. અહીં છ વર્ષનો એક બાળક કાટમાળમાંથી જીવતો બહાર આવ્યો છે. તે ભૂકંપ બાદ બે દિવસ સુધઈ પોતાની દાદીની ડેડબોડી પાસે દબાયેલો હતો. આપને જણાવી દઈએ કે, ઈંડોનેશનયામાં સોમવારે 5.6ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 271 લોકોના મોત થયા હતા.

    અલઝઝીરના જણાવ્યા અનુસાર, અઝ્કા મૌલાના મલિક નામનું આ બાળક બે દિવસ સુધી કાટમાળમાં દટાયેલુ રહ્યું અને પોતાની મૃત દાદીની લાશ પાસેથી જીવતો મળી આવ્યો. સ્થાનિક ફાયર વિભાગ દ્વારા ઓનલાઈન શેર કરવામાં આવેલા એક વીડિયોમાં બચાવ દળ દ્વારા સુરક્ષા માટે બહાર કાઢ્યા બાદ તે ખૂબ જ રાહત અનુભવી રહ્યો હતો.


    વારંવાર દાદીને કરી રહ્યો હતો યાદ


    સંબંધી સલમાન અલ્ફારીસીએ કહ્યું કે, અઝ્કા હવે ઠીક છે, ઘાયલ નથી. ડોક્ટરે કહ્યું કે, તે એટલા માટે કમજોર છે કેમ કે તે ભૂખ્યો છે. 22 વર્ષના સલમાને કહ્યું કે, સોમવારે આવેલા ભૂકંપમાં છોકરીના માતાનું મોત થઈ ગયું. તેમણે કહ્યુ કે, તે હવે ઘરે જવા માગે છે. તે સુતી વખતે પોતાની માતા વિશે પુછી રહ્યો હતો.

    271થી વધારે લોકોના મોત


    ઈંડોનેશિયાના મુખ્ય દ્વિપ જાવામાં આવેલા ભૂકંપ બાદ મૃતકો તથા ગુમ થયેલા લોકોને શોધવા માટે બુધવારે મોટી સંખ્યામાં બચાવકર્મીઓ તથા સ્વયંસેવકોને કામે લગાડ્યા હતા. કેટલાય લોકો હજૂ પણ ગુમ છે. જ્યારે અમુક અંતરિયાળ વિસ્તારમાં હજૂ સુધી પહોંચી શકાયું નથી અને 5.6ની તિવ્રતાવાળા ભૂકંપમાં 2000થી વધારે લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. દ્વિપ પર ભૂકંપનું કેન્દ્ર નજીકની હોસ્પિટલ ઘાયલ લોકોથી ભરેલી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Earthquakes, Indonesia

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन