Home /News /national-international /Indonesia Earthquake: 7.5ની તીવ્રતાના ભૂકંપથી કાંપ્યું ઇન્ડોનેશિયા, સુનામીની ચેતવણી જારી કરવામાં આવી
Indonesia Earthquake: 7.5ની તીવ્રતાના ભૂકંપથી કાંપ્યું ઇન્ડોનેશિયા, સુનામીની ચેતવણી જારી કરવામાં આવી
હવામાન વિભાગે સુનામીની આશંકા વ્યક્ત ક્રરી છે.
Indonesia Tsunami: યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપ 03:20 જીએમટી પર ફ્લોર્સ આઇલેન્ડમાં 18.5 કિમી ઊંડે મૌમેર શહેરના લગભગ 100 કિમી ઉત્તરમાં આવ્યો હતો.
જકાર્તા. ઇન્ડોનેશિયા (Indonesia)માં ફરી એક વાર સુનામી (Tsunami)ની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ચેતવણી અહીંના પૂર્વી નૂસા તેનગારા ક્ષેત્રમાં 7.5 તીવ્રતાના ભૂકંપ (Earthquake) બાદ જારી કરવામાં આવી છે. આ અંગે હવામાન વિભાગે જાણકારી આપતા સુનામીની આશંકા વ્યક્ત ક્રરી છે. તો યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર મુજબ આ ભૂકંપ 7.7 તીવ્રતાનો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ ભૂકંપને લીધે હજુ સુધી કોઈ જાનમાલની નુકસાની સામે નથી આવી. તો અમેરિકન જિયોલોજિકલ સર્વેએ બાદમાં જાણકારી આપી કે રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.3 છે. ફ્લોરેસ આઇલેન્ડના મૌમેરે ટાઉનના એક વ્યક્તિએ જણાવ્યું છે કે ભૂકંપ આવ્યા બાદ લોકો ડરના માર્યા ઘરથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપ બાદ દેશમાં સુનામીને લઈને પણ ભયનો માહોલ છે.
યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપ 03:20 જીએમટી પર ફ્લોર્સ આઇલેન્ડમાં 18.5 કિમી ઊંડે મૌમેર શહેરના લગભગ 100 કિમી ઉત્તરમાં આવ્યો હતો. ધરતીકંપ બાદ માલુકા, પૂર્વી નૂસા તેનગારા, પશ્ચિમી નૂસા તેનગારા, દક્ષિણ પૂર્વી અને દક્ષિણ સુલાવેસી માટે સુનામીની ચેતવણી આપવામાં આવી છે.
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે કહ્યું, ‘ભૂકંપ કેન્દ્રના 1000 કિમી સુધી કિનારા આસપાસ ખતરનાક લહેરો ઉઠવાની આશંકા છે.’ યુએસજીએસ મુજબ જાનમાલના નુકસાનની શક્યતા ઓછી છે, જ્યારે હાલમાં આવેલા ભૂકંપોથી સુનામી અને ભૂસ્ખલન જેવા ખતરા પેદા થઈ ચૂક્યા છે.
5.6 તીવ્રતાના આફ્ટર શોક અનુભવાયા
જાણકારી મુજબ લારાનતુકામાં પહેલા ભૂકંપના ઝટકા બાદ આફ્ટર શોક પણ અનુભવાયા હતા. આ આફ્ટર શોક 5.6 તીવ્રતાના હતા. આ ભૂકંપ બાદ કોઇપણ પ્રકારનું નુકસાન થવાના અહેવાલ નથી.
જણાવી દઈએ કે 2004માં ઇન્ડોનેશિયામાં સૌથી ખતરનાક ભૂકંપ આવ્યો હતો. સુમાત્રા પાસે આવેલા 9.1 તીવ્રતાના એ ભૂકંપ દરમ્યાન સુનામીએ પણ દસ્તક આપી હતી અને ઇન્ડોનેશિયામાં લગભગ દોઢ લાખ લોકોથી વધુ સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત, જીએફઝેડ- જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સ મુજબ, આ વર્ષે મે માસમાં ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના ઉત્તર પશ્ચિમી કિનારે 6.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
તો વર્ષ 2018માં એક શક્તિશાળી ભૂકંપે લોમ્બોક ટાપુને કંપાવી નાખ્યો હતો, જેના બાદ થોડા અઠવાડિયામાં બીજા આંચકા પણ આવ્યા હતા. તેમાં હોલિડે દ્વીપ અને પડોશી સુંબાવામાં 550થી વધુના મોત થયા હતા.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર