Indo-Nepal બોર્ડર વિવાદઃ નેપાળની નાપાક હરકત, નક્શામાં સામેલ કર્યા 3 વિસ્તાર, બનાવી રહ્યું છે 500 ચેકપોસ્ટ

નેપાળની યોજના હેઠળ તમામ 500 ચેક પોસ્ટ પર એક પ્લાટૂન સશસ્ત્ર પ્રહરી દળની તૈનાતી કરશે

નેપાળની યોજના હેઠળ તમામ 500 ચેક પોસ્ટ પર એક પ્લાટૂન સશસ્ત્ર પ્રહરી દળની તૈનાતી કરશે

  • Share this:
    વિજય વર્ધન ઉપ્રેતી, પિથૌરાગઢઃ ભારતના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ લિપુલેખ રોડ (Lipulekh Road) નું ઉદ્ઘાટન થયા બાદથી જ બોર્ડર વિસ્તારોમાં નેપાળ (Nepal)એ પોતાની સક્રિયતા વધારી દીધી છે. લિપુલેખ રોડ પર વિરોધ વ્યક્ત કરવાની સાથે નેપાળે નવો નક્શો તૈયાર કર્યો છે, જેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને પોતાના હિસ્સા તરીકે દર્શાવ્યા છે. બીજી તરફ, નેપાળી ગૃહ મંત્રાલયે હવે ભારત (India) અને ચીન (China) સાથે જોડાયેલી બોર્ડર પર 500 નવા ચેકપોસ્ટ બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. નેપાળની યોજના હેઠળ, દરેક ચેક પોસ્ટ પર એક પ્લાટૂન સશસ્ત્ર પ્રહરી દળની તૈનાતી થવાની છે.

    ઉલ્લેખનીય છે કે, હાલમાં નેપાળના ભારત અને ચીન સાથે જોડાયેલા વિસ્તારોમાં 121 ચેક પોસ્ટ છે. નેપાળ આ ચેક પોસ્ટો દ્વારા લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરામાં થનારી દરેક ગતિવિધિ પર સરળતાથી નજર રાખી શકે છે. આ પહેલા છાંગરૂમાં બનવવામાં આવેલી સ્થાયી ચેક પોસ્ટમાં નેપાળે સશસ્ત્ર પ્રહરીઓની સાથે નેપાળ પ્રહરીના જવાનોને તૈનાત કર્યા છે. અસલમાં નેપાળ બોર્ડર પર થ્રી લેયર સિક્યુરિટી હેઠળ સુરક્ષા દળોની તૈનાતી કરે છે. જેમાં સૌથી પહેલા હથિયાર વગરના નેપાળ પ્રહરી તૈનાત રહે છે. જ્યારે સેકન્ડ લેયર પર તૈનાત સશસ્ત્ર પ્રહરી હથિયારોથી સજ્જ રહે છે.

    આ પણ વાંચો, Corona: ભારતમાં માત્ર 14 દિવસમાં 50 હજારથી વધુ કેસ, આવી રીતે વધી દર્દીઓની સંખ્યા

    નેપાળના પગલાથી સરહદ પર તણાવ વધ્યો

    છેલ્લા અને સૌથી મજબૂત ત્રીજા લેયરમાં નેપાળની સેનાની તૈનાતી થાય છે. જે તમામ રીતે જરૂરી હથિયારોની સાથે તૈનાત રહે છે. બીજી તરફ પિથૌરાગઢની બોર્ડર તાલુકા ધારચૂલામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને પોતાના નક્શામાં સામેલ કરતાં સરહદ પર વસતાં લોકોમાં ખાસી નારાજગી જોવા મળી રહી છે. કલ્યાણ સમિતિના અધ્યક્ષ કૃષ્ણા ગર્બયાલનું કહેવું છે કે નેપાળનું આ પગલું બિલકુલ ખોટું છે. તેઓ કહે છે કે સરહદ વહેંચણી સમયે ગર્વયાલોની ઘણી જમીન કાલી નદીની પર પણ હતી. પરંતુ તેને છોડીને આવ્યા હતા. આજે પણ નેપાળ સ્થિત માઉન્ટ અપિ, તિપિલ, છયક્ત, છિરે અને શિમાકલમાં ગુંજીના ગર્વયાલોની હજારો નાળા ભૂમિ છે.

    આ પણ વાંચો, જાણો શું હોય છે સુપર સાઇક્લોન અને દરિયાકાંઠે ટકરાતાં શું હોય છે તેની ઝડપ!
    Published by:Mrunal Bhojak
    First published: