Home /News /national-international /N18 Explainer: ચીનને કેમ જોઈએ છે તવાંગ પોસ્ટ, શા માટે આ જ સ્થળે થાય છે ભારતીય સૈનિકો સાથે અથડામણ?

N18 Explainer: ચીનને કેમ જોઈએ છે તવાંગ પોસ્ટ, શા માટે આ જ સ્થળે થાય છે ભારતીય સૈનિકો સાથે અથડામણ?

ભારત ચીન વચ્ચે તવાંગમાં અથડામણ

INDO CHINA FACE OF IN TAWANG: ફરી એક વખત ભારત અને ચીન વચ્ચે તવાંગમાં અથડામણ થઈ છે. ત્યારે આ જ શા માટે લુચ્ચા ડ્રેગનના રડારમાં આવી ગયું છે, જાણો તેનું ભૌગોલિક રાજકિય મહત્વ

ચીનની નજર હંમેશા વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર રહી છે. 9 ડિસેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં બંને સેનાના કેટલાક જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ભારતના ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે ગુવાહાટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લા અંગે ચીનના ઈરાદા હંમેશા સામે આવતા રહ્યા છે. વર્ષ 1962ના યુદ્ધના સમયે ભારતના પૂર્વોત્તર ભાગમાં તવાંગના રસ્તાએથી આસામ સુધી મોટી માત્રામાં ચીની સૈનિકોએ ઘુસણખોરી કરી હતી. થોડા સમય સુધી તવાંગ ચીનના કબ્જામાં રહ્યું હતું. ઓક્ટોબર 2021માં ચીનના 100 સૈનિકોના બે દળ તવાંગ સ્થિત ભારત-ચીન-ભૂતાનની સીમા પાસે ભારતીય ગામમાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ ભારતીય સૈનિકોએ આ બે દળને ખદેડી મુક્યા હતા. ગલવાન ઘાટી પર બંને દેશો વચ્ચે 40 વર્ષ બાદ આવી સ્થિતિ સર્જાઈ હતી. આ પછી હવે હિંસક અથડામણના સમાચાર સામે આવ્યા છે. ભારતીય સૈનિકોએ ગલવાન નદીના એક છેડે અસ્થાયી પુલ બનાવવાનો નિર્ણય કર્યો હતો, આ કારણોસર ગલવાનમાં અથડામણ થઈ હતી. ચીને ગેરકાયદેસર રીતે આ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું હતું.

ભારતીય સેનાએ ખૂબ જ હિંમતથી ચીની સૈનિકોનો સામનો કર્યો

પૂર્વીય લદ્દાખ સ્થિત LACમાં ચીની ઘુસણખોરી બાદ બંને દેશો વચ્ચે થનાર સૈન્ય ચર્ચાઓમાં પણ તવાંગની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. ઓગસ્ટ 2020માં ચીનના 100 સૈનિકો તવાંગના એક વિસ્તારમાં પાંચ કિલોમીટર સુધી ભારતીય સીમામાં ઘુસી આવ્યા હતા. અગાઉ વર્ષ 2016માં અંદાજે 200થી 250 ચીની સૈનિકોએ તવાંગ સ્થિક એક બીજા પોઈન્ટ પરથી ભારતીય સીમામાં પ્રવેશ કર્યો હતો. ભારતીય સૈનિકોએ આ ચીની સૈનિકોએ હિંમતથી સામનો કર્યો હતો.

તવાંગનું રણનૈતિક મહત્ત્વ

ચીનની તરફથી વારંવાર તવાંગમાં ઘુસણખોરી કરવામાં આવી રહી છે. આ ઘુસણખોરી પાછળ ચીનના મહત્ત્વના બે કારણ રહેલા છે. આ બે કારણમાં પ્રથમ કારણ એ છે કે, તવાંગનું રણનૈતિક મહત્ત્વ રહે છે. જ્યાંથી ચીન પૂર્વોત્તર ભારત પર નજર રાખી શકે છે. આ જિલ્લાની સીમા ભારત અને તિબેટ (ચીન)ની સાથે સાથે ભૂતાન સાથે જોડાયેલ છે. બીજું કારણ એ છે કે, તવાંગનું તિબ્બતમાં પ્રચલિત બૌદ્ધ ધર્મ સાથે ખૂબ જ સારો સંબંધ છે. ચીન તેના આધાર પર પોતાનો દાવો રજૂ કરે છે. છઠ્ઠા દલાઈ લામાનું જન્મસ્થળ હોવાને કારણે તવાંગનું બૌદ્ધ ધર્માવલંબિયોમાં વિશેષ મહત્ત્વ રહેલું છે. ચીન અરુણાચલ પ્રદેશના મોટાભાગના હિસ્સા પર પોતાનો દાવો રજૂ કરતું રહે છે.

અરુણાચલ પ્રદેશની સીમાવર્તી વિસ્તારોમાં ભારત ઝડપથી રસ્તો બનાવી રહ્યું છે

તવાંગ અંગે ચીનના ઈરાદા સાફ જોવા મળી રહ્યા છે. આ કારણોસર ભારતે છેલ્લા એક દાયકામાં અરુણાચલ પ્રદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. ચીનના ઈરાદાઓને નાકામ કરવા કેન્દ્ર સરકાર 40,000 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્વોત્તરમાં ફ્રન્ટિયર હાઈવે બનાવવા જઈ રહી છે. ચીન માટે આ ખૂબ જ મોટી પરેશાની છે. લગભગ 2,000 કિલોમીટર લાંબો આ હાઈવે અરુણાચલ પ્રદેશની લાઈફલાઈન અને ચીનની સામે ભારતની કાયમી ગ્રાઉન્ડ પોઝિશન લાઈન પણ સાબિત થશે.

ભારત તરફથી અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલ વિસ્તારોમાં કુલ 63 પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કારણોસર ભારતીય સૈનિકો ચીનની સીમા સુધી પહોંચી ગયા છે. વર્ષ 1962માં રસ્તાઓ ન હોવાને કારણે ભારતીય સૈનિકોને ખૂબ જ નુકસાન થયું હતું.

આ પણ વાંચો: અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સેના વચ્ચે અથડામણ, બંને પક્ષના સૈનિકો ઘાયલ

આ પણ વાંચો: સેક્સ સંબંધોમાં પરવાનગીની ઉંમર મુદ્દે વિચાર કરવાની જરૂર: પોક્સો એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ

અરુણાચલ પ્રદેશમાં સૈનિકોની સંખ્યામાં વધારો

ચીનની ઘુસણખોરી રોકવા માટે તવાંગ અને અરુણાચલ પ્રદેશના અન્ય વિસ્તારોમાં ભારતે સૈનિકોની સંખ્યામાં વધારો કરી દીધો છે. પરંતુ ચીનની તરફથી પણ પોતાના વિસ્તારોમાં આ ગતિથી રસ્તાઓ, પુલ અને સૈન્ય અડ્ડાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કારણોસર દેશના પ્રમુખ રણનૈતિક વિશ્લેષ બ્રહ્મા ચેલાણીએ તવાંગમાં થયેલ હિંસક ઝડપને એક જોખમી બાબત જણાવી છે. ઉપરાંત જણાવ્યું કે, એપ્રિલ 2020માં લદ્દાખમાં ભારતીય જમીન જપ્ત કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે ખૂબ જ તણાવ સર્જાતા આ મુદ્દો અવારનવાર સામે આવતો રહે છે. તિબ્બત અને અરુણચાલ પ્રદેશનો આ ઘટનાક્રમ મોટા જોખમનો સંકેત આપે છે.

" isDesktop="true" id="1299583" >

વિદેશ મંત્રાલયનું નિવેદન

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. નામ બદલવાથી સત્ય બદલાતું નથી. ચીને વર્ષ 2017માં પણ આ પ્રકારની હરકત કરી હતી. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો અને હંમેશા રહેશે.
First published:

Tags: India China Face off, Indo china, Indo china conflict, ભારત ચીન બોર્ડર

विज्ञापन