Home /News /national-international /

OPINION: ઈન્દિરાની છબિ અને પ્રિન્સેસ ડાયનાની છાપવાળી પ્રિયંકાથી ભાજપ કેમ ગભરાયેલું દેખાય છે?

OPINION: ઈન્દિરાની છબિ અને પ્રિન્સેસ ડાયનાની છાપવાળી પ્રિયંકાથી ભાજપ કેમ ગભરાયેલું દેખાય છે?

પ્રિયંકા ગાંધી વાડ્રા (ફાઇલ ફોટો)

પ્રિયંકાએ ખુલીને પોતાના પતિનો સાથ આપી ભાજપના શબ્દબાણોને સમગ્રપણે અસર વિહોણા કરી દીધા

  ભવદીપ કાંગ

  પ્રિયંકા ગાંધી વાડ્રાએ મની લોન્ડ્રિંગના આરોપોમાં ઘેરાયેલા પોતાના વેપારી પતિ રોબર્ટ વાડ્રાની સાથે ઊભા રહીને ભાજપને એક રીત આ મામલામાં બેકફુટ પર લાવી દીધી. પ્રિયંકાનું આ ખૂબ જ અનપેક્ષિત અને પ્રભાવી પગલાથી ભાજપના પ્રહારને ઘણે અંશે નિષ્ફળ કરી દીધો.

  ભાજપ એવું માની રહ્યું હતું કે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સવાલોથી ઘેરાયેલા વાડ્રા કોંગ્રેસ અને પ્રિયંકા માટે છેલ્લો ઘા સાબિત થશે. જોકે, પ્રિયંકાએ આ મામલે ખુલીને પોતાના પતિનો સાથ આપી ભાજપના શબ્દબાણોને સમગ્રપણે અસર વિહોણા કરી દીધા. પ્રિયંકાએ તેની સાથે જ એવું પણ સુનિશ્ચિત કર્યું કે કોંગ્રેસ પાર્ટી પણ આ મામલામાં તેમની સાથે ઊભેલી દેખાય.

  પ્રિયંકાના આ ચોંકાવનારા પગલાએ ભાજપ માટે તેમની આગળની ચાલનો અંદાજો લગાવવા માટે એક રીતે અશક્ય બનાવી દીધો છે. જોકે, તેને પ્રિયંકાની એકમાત્ર રાજકીય તાકાત કહેવું વહેલું હશે. તેઓ જન્મજાત નેતા જેવા લાગે છે, જેઓએ કરિશ્માઈ વ્યક્તિની સાથે શબ્દોની જાદુગરી પણ છે, જેના સહારે તેઓ લોકોને પોતાની સાથે સરળતાથી જોડી લે છે.

  રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવતા પ્રહારોને સરળતાથી ટાળી દેવામાં માહેર થઈ ચૂકેલા ભાજપ માટે પૂર્વાંચલમાં કોંગ્રેસના આ નવા બ્રહ્માસ્ત્રનો સામનો કરવો સરળ નથી દેખાતો. પ્રિયંકાના રાજકીય શરૂઆતથી કોંગ્રેસના નેતા-કાર્યકર્તાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે રાહુલ ગાંધી ક્યારેય નથી કરી શક્યા. પાર્ટીના અનેક નેતાઓએ તો ત્યાં સુધી દાવો કરી દીધો કે પ્રિયંકાના કાર્યભાર સંભાળ્યા બાદ હવે તે દિવસ દૂર નથી જ્યારે યૂપીની સત્તામાં કોંગ્રેસનો ઝંડો લહેરાશે.

  પ્રિયંકામાં આ નેતૃત્વની ક્ષમતા જન્મજાત હોય તેવું લાગે છે. કંઈક તેમનામાં દાદી ઈન્દિરા ગાંધીની છબિ દેખાય છે, જેમાં બ્રિટેનની પ્રિન્સેસ ડાયના પણ થોડીક છાપ છે. શક્તિ અને કરુણાવાળી તેમની આ છબિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુકાબલે તેમને આગળ ઊભી કરે છે.

  તેઓ જોરદાર રીતે રાજકીય વાર કરવાની સાથે જ સામાન્ય લોકોની સાથે સરળતાથી સંપર્ક સ્થાપિત કરી લે છે. તેઓ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને તેમના નામથી ઓળખે છે અને તેમની સાથે સરળતાથી સંવાદ કરી લે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વોટર્સ સુધી પોતાની વાત સરળ ભાષામાં પહોંચાડવી તેમને સારી રીતે આવડે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જેમ પ્રિયંકા પણ પોતાના ભાષણથી વોટર્સને મંત્રમુગ્ધ કરી લે છે.

  પ્રિયંકા ગાંધી પોતાની સરળતાથી મીડિયાને ક્લીન બોલ્ડ કરતાં જોવા મળ્યા. તેમના પતિ રોબર્ટ વાડ્રા જ્યારે મની લોન્ડ્રિંગ કેસમાં ઘેરાયા તો તેમની સાથે ખભાથી ખભા મેળવીને ઊભેલા જોવા મળ્યા. તેઓએ ફરીદાબાદમાં એક વ્યક્તિ પાસેથી જમીન ખરીદી અને પછી ચાર વર્ષ બાદ તે જ વ્યક્તિને પાંચ ગણા ભાવમાં તે જમીન વેચી દીધી. આ બધા પૈસા તેમના હતા અને આ સોદાની લેવડ-દેવડ ચેકથી કરવામાં આવી.

  આ પણ વાંચો, રાફેલ મામલે રાહુલ ગાંધીનો ફરી હુમલો, 'PM મોદી ડીલમાં સીધા સામેલ હતા'

  પ્રિયંકાને રાજકારણમાં ન્યૂકમર કહીને ગંભીરતાથી ન લેવા એક ભૂલ હશે. છેલ્લા કેટલાક વર્ષોથી તે કોંગ્રેસના બેકરૂમમાં કામ કરતા રહ્યા છે. પાર્ટીના નિર્ણયોમાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને ચૂંટણી પ્રચારની તમામ ટેકનીક્સ સારી રીતે જાણે છે. તેઓ યૂપીના રાજકારણની જમીનને સારી રીતે ઓળખે છે અને પાર્ટી કાર્યકર્તાઓ, નેતાઓ તથા વોટર્સ સાથે વાતચીત કરીને તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા પણ સારી રીતે કરી ચૂક્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: 2019 General Elections, Priyanka Gandhi Vadra, ઇન્દિરા ગાંધી, કોંગ્રેસ, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन