Home /News /national-international /પેપ્સિકો CEO પદથી રાજીનામું આપશે ઈન્દિરા નૂયી, 12 વર્ષથી સંભાળી રહ્યાં હતા જવાબદારી

પેપ્સિકો CEO પદથી રાજીનામું આપશે ઈન્દિરા નૂયી, 12 વર્ષથી સંભાળી રહ્યાં હતા જવાબદારી

ઈન્દિરા નૂયી પેપ્સિકોના સીઈઓ પદથી રાજીનામું આપવા જઈ રહ્યાં છે.

ઈન્દિરા નૂયીની જગ્યાએ આવનાર લાગુર્ટી પેપ્સીમાં 22 વર્ષથી કામ કરી રહ્યાં છે.

    ઈન્દિરા નૂયી પેપ્સિકોના સીઈઓ પદથી રાજીનામું આપવા જઈ રહ્યાં છે. તેઓ પાછલા 12 વર્ષથી આ દિગ્ગજ કંપનીની જવાબદારી સંભાળી રહ્યાં હતા. કંપનીએ ઈન્દિરા નૂયીની જગ્યાએ રેમન લાગુર્ટોને નિયુક્ત કર્યાં છે. નૂયી 24 વર્ષથી પેપ્સિકોમાં કામ કરી રહ્યાં છે. જોકે, તેઓ 2019 વર્ષના શરૂઆતના મહિનાઓ સુધી ચેરમેન રહેશે.

    નૂયી તરફથી આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારતમાં જ્યારે મારૂ બાળપણ ગુજરી રહ્યું હતું ત્યારે મને ક્યારેય લાગ્યું નહતું કે, મને આવી દિગ્ગજ કંપનીનું નેતૃત્વ કરવાની તક મળશે. જેટલું મે સ્વપ્નમાં વિચાર્યું હતુ તેના કરતાં વધારે લોકોના જીવન પર સકારાત્મક અસર અમે નાંખી છે. આજે પેપ્સિકો મજબૂત સ્થિતિમાં છે અને તેનો સોનેરી દિવસો તો હજું આવવાનો બાકી છે.

    ઈન્દિરા નૂયીની જગ્યાએ આવનાર લાગુર્ટી પેપ્સીમાં 22 વર્ષથી કામ કરી રહ્યાં છે. તેઓ પાછલા વર્ષ સપ્ટેમ્બરથી પ્રેસિડેન્ટની ભૂમિકામાં છે. તેમની પાસે કંપનીના વૈશ્ચિક ઓપરેશન, કોર્પોરેટ સ્ટ્રેટર્જી, પબ્લિક પોલિસી જેવા કામ હતા. કંપની અનુસાર નૂયી ઉપરાંત લીડરશિપમાં અન્ય કોઈ ફેરફાર થશે નહી.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Pepsico, સીઇઓ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन