Home /News /national-international /રાહુલ બજાજના નામને લઇ નહેરુથી નારાજ હતા ઈન્દિરા ગાંધી, આ છે રસપ્રદ કિસ્સો

રાહુલ બજાજના નામને લઇ નહેરુથી નારાજ હતા ઈન્દિરા ગાંધી, આ છે રસપ્રદ કિસ્સો

ઈન્દિરા ગાંધી ઈચ્છતા હતા કે તેમના પુત્રનું નામ રાહુલ રાખવામાં આવે.

કમલનયન બજાજના પ્રથમ પુત્ર માટે રાહુલ બજાજ (Rahul Bajaj) નામની પસંદગી જવાહરલાલ નેહરુએ જ કરી હતી. આ વાતને લઈને તેમની પુત્રી ઈન્દિરા ગાંધી નારાજ હતા. ખરેખરમાં ઈન્દિરાની ઈચ્છા તેમના પુત્રનું નામ રાહુલ રાખવાની હતી.

  બજાજ ગ્રુપ (Bajaj Group)ના ભૂતપૂર્વ ચેરમેન અને બિઝનેસમેન રાહુલ બજાજ (Rahul Bajaj)નું શનિવારે (12 ફેબ્રુઆરી, 2022)ના રોજ નિધન થયું હતું. 83 વર્ષીય રાહુલ બજાજે પુણેમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. તેઓ લગભગ 5 દાયકાથી બજાજ ગ્રુપ ઓફ કંપનીઝ સાથે જોડાયેલા હતા.

  ચાલો જાણીએ રાહુલ બજાજના નામ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો. આખરે રાહુલના નામને લઈ ઈન્દિરા ગાંધી (Indira Gandhi) કેમ ગુસ્સે થઈ ગયા હતા?

  આ પણ વાંચો- Uttarakhand: ઉત્તરાખંડમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસ પહેલા વચનો આપશે પછી કૌભાંડ કરશે

  ઈન્દિરા ગાંધી અને રાહુલ બજાજના પિતાએ એક જ શાળામાં અભ્યાસ કર્યો હતો

  રાહુલ બજાજના પિતાનું નામ કમલનયન બજાજ (Kamalnayan Bajaj) અને માતાનું નામ સાવિત્રી બજાજ (Savitri Bajaj) હતું. મહાત્મા ગાંધી (Mahatma Gandhi) રાહુલ બજાજના દાદા જમનાલાલ બજાજને તેમના પાંચમા પુત્ર માનતા હતા. જમનાલાલ બજાજ જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru)ના પણ સારા મિત્ર હતા, જેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. કમલનયન બજાજ અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી એક જ શાળામાં ભણ્યા હતા.

  આ પણ વાંચો- Rahul Bajaj Passes Away: ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન, લાંબા સમયથી કેન્સરથી હતા પીડિત

  ઈન્દિરા ગાંધી તેમના પુત્રનું નામ રાહુલ રાખવા ઈચ્છતા હતા

  'બેસ્ટ સ્ટોરીઝ ઑફ ઈન્ડિયન બિઝનેસ વર્લ્ડ' (મંજુલ પબ્લિશિંગ) પુસ્તક અનુસાર, કમલનયન બજાજના પહેલા પુત્ર માટે 'રાહુલ' નામની પસંદગી જવાહરલાલ નેહરુએ પોતે કરી હતી. આ વાતને લઈને તેમની પુત્રી ઈન્દિરા ગાંધી નારાજ હતા. ખરેખરમાં ઈન્દિરાની ઈચ્છા તેમના પુત્રનું નામ રાહુલ રાખવાની હતી. બાદમાં ઈન્દિરાના પૌત્રનું નામ રાહુલ ગાંધી રાખવામાં આવ્યું. ખાસ વાત એ છે કે રાહુલ બજાજે પોતાના પહેલા બાળકનું નામ રાજીવ (રાજીવ બજાજ) રાખ્યું છે.

  કમલનયન બજાજના પ્રથમ પુત્ર માટે રાહુલ બજાજ નામની પસંદગી જવાહરલાલ નેહરુએ જ કરી હતી.


  રાહુલ બજાજનો જન્મ 10 જૂન 1938ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે દિલ્હી વિશ્વવિદ્યાલયની સેન્ટ સ્ટિફન્સ કોલેજમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આ સિવાય તેમની પાસે બોમ્બે વિશ્વવિદ્યાલયમાંથી કાનૂનની ડિગ્રી અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલની એમબીએની ડિગ્રી પણ હતી.

  1968માં બન્યા હતા બજાજ ઓટોના સીઇઓ

  તેમણે 1968માં બજાજ ઓટોના (Bajaj Auto)સીઇઓનો પદભાર સંભાળ્યો હતો અને 1972માં મેનેજિંગ ડાયરેક્ટરના રુપમાં નિયુક્ત થયા હતા. તેમણે 1979થી 1980 સુધી સીઆઈઆઈના (CII)અધ્યક્ષ અને સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સના (SIAM)અધ્યક્ષના રૂપમાં કાર્ય કર્યું હતું.

  2021 માં બજાજ ઓટોનું ચેરમેન પદ છોડ્યું હતું

  તે 1986-89 સુધી તત્કાલિન ઇન્ડિયન એરલાઇન્સના અધ્યક્ષના રુપમાં નિમણુક થયા હતા અને 1999-2000 દરમિયાન બીજી વખત સીઆઈઆઈના અધ્યક્ષ બન્યા હતા. એપ્રિલ 2021માં તેમણે બજાજ ઓટોનું ચેરમેન પદ છોડી દીધું હતું. જોકે તેમને 5 વર્ષ માટે કંપનીના એમેરિટ્સ ચેરમેનના રુપમાં નિયુક્ત કર્યા હતા.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Bajaj Auto, Ex PM Indira Gandhi, Rahul Bajaj

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन