ન્યૂઝ18 ગુજરાતી : લખનઉથી જયપુર માટે રવાના થયેલા ઇન્ડિગોના એક વિમાનનું લખનઉ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાનમાં પ્રેટ એન્ડ વ્હિટ્ની એન્જિન લગાવવામાં આવ્યું હતું. વિમાનના એન્જીનમાં ખરાબી આવવાને કારણે હવામાં જ તે ડગમગવા લાગ્યું હતું. આ ઇન્ડિગોનું A320 વિમાન હતું, લેન્ડિંગ બાદ તેને તાત્કાલિક સેવામાંથી બહાર કરી દેવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લખનઉ એરપોર્ટથી ઉડાણ ભર્યાના થોડા જ સમયમાં પાયલટને લાગ્યું હતું કે વિમાન કંઈક વધારે જ ધ્રુજી રહ્યું છે. જે બાદમાં ફ્લાઇટ નંબર 6E-451નું લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ વિમાનની તકનીક ટીમ તેની તપાસ કરી રહી છે.
પ્રેટ એન્ડ વ્હિટ્ની(P&W)ના એન્જીનના ખરાબીના કારણે ઇન્ડિગોની પ્રતિસ્પર્ધી ગણાવી ગો-એરએ પણ પોતાના અમુક A320 નિયોને સેવામાંથી હટાવવા પડ્યા છે.
ઇન્ડિગો એરલાઇન તરફથી આ અંગે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "21 જાન્યુઆરીના રોજ લખનઉથી જયપુર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-451ના બીજા નંબરના એન્જીનમાં પાયલટે ખૂબ વધારે ધ્રુજારી અનુભવી હતી. બાદમાં પાયલટે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લીધો હતો."
વિમાનને હાલ લખનઉમાં રાખવામાં આવ્યું છે, તકનિકી ટીમ હાલ તેની તપાસ કરી રહી છે.
આ અંગે એન્જીન બનાવનારી પીએન્ડડબ્લ્યૂ કંપનીનું કહેવું છે કે તે ઇન્ડિગો સાથે મળીને કામ કરશે, જેનાથી વિમાનના ઉડાણ દરમિયાન કોઈ સમસ્યા ન આવે.
ઇન્ડિગોના આ વિમાને સોમવારે સાંજે 5 વાગ્યે લખનઉ જવા માટે ઉડાણ ભરી હતી, આ વિમાન 6:30 વાગ્યે જયપુરમાં લેન્ડ થવાનું હતું. ઉડાણ ભર્યાની 30-40 મિનિટમાં જ લખનઉ ખાતે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર