Home /News /national-international /

ઉડાન ભર્યા પછી તરત જ ઇન્ડિગો વિમાનમાં નિકળ્યા ધૂમાડા, કરાયું ઇમર્જેન્સી લેન્ડિંગ

ઉડાન ભર્યા પછી તરત જ ઇન્ડિગો વિમાનમાં નિકળ્યા ધૂમાડા, કરાયું ઇમર્જેન્સી લેન્ડિંગ

ફાઇલ તસવીર

નેતાજી સુભાષચંદ્ર બોસ ઇન્ટરનેશનલ એરપોર્ટ કોલકાત્તાના ગુવાહાટી માટે ઉડાન ભર્યાના 15 મિનિટ બાદ ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિગ કરાવું પડ્યું હતું.

    નેતાજી સુભાષચંદ્ર બોસ ઇન્ટરનેશનલ એરપોર્ટ કોલકાત્તાના ગુવાહાટી માટે ઉડાન ભર્યાના 15 મિનિટ બાદ ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિગ કરાવું પડ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ અંગેની પુષ્ટી કરીને જણાવ્યું હતું કે, ઇન્ડિગોની ફ્લાઇટમાં 76 લોકો સવાર હતા.

    વિમાન ટેક ઓફ થયાના તરત જ કારગો એરિયામાંતી ધૂમાડા નિકળવા લાગ્યા હતા. જેના પગલે કોકપિટમાં સ્મોક એલાર્મ વાગવા લાગ્યું હતું. જેથી ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિગ કરાવવું પડ્યું હતું.

    એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે વિમાને 8.30 વાગે ઉડાન ભરી હતી. લગભગ 15 મિનિટ પછી તેનું લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. સ્મોકએલાર્મ વાગ્યા પછી તરત જ એર ટ્રાફિક કંટ્રોલને આ અંગે જાણકારી આપી હતી.ત્યારબાદ વિમાનને પાછું ઉતારવામાં આવ્યું હતું. દરેક યાત્રીઓ સલામ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Emergency landing, Indigo flight, Kolkatta

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन