Home /News /national-international /VIDEO: હું ઈંડિગોની કર્મચારી છું, કંઈ તારી નોકર નથી: ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર અને પેસેન્જર વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી
VIDEO: હું ઈંડિગોની કર્મચારી છું, કંઈ તારી નોકર નથી: ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર અને પેસેન્જર વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી
ક્રૂ મેમ્બર અને પેસેન્જર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ
ઈંડિગો એરલાઈનની એક એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે ફ્લાઈટમાં ઘર્ષણનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી.
નવી દિલ્હી: ઈંડિગો એરલાઈનની એક એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે ફ્લાઈટમાં ઘર્ષણનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. આ વીડિયોને તે જ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક પેસેન્જરે બનાવ્યો છે, જેને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરનારા શખ્સના જણાવ્યા અનુસાર, આ ઘટના એરલાઈનની ઈસ્તાંબુલ-દિલ્હી ફ્લાઈટમાં ખાવાની બાબાતે થઈ હતી. પેસેન્જર સાથે ચર્ચા દરમિયાન એરહોસ્ટેસ કહી રહી છે કે, "હું ઈંડિગો એરલાઈનની એક કર્મચારી છું, કંઈ તમારી નોકર નથી".
વીડિયોમાં જોઈ શકાય છે કે, એર હોસ્ટેસ ફર્શ પર બેસીને પેસેન્જર સાથે વાત કરી રહી છે. પેસેન્જર વીડિયોમાં દેખાતો નથી. ક્રૂ મેમ્બર કહી રહી છે કે, તમે મારા આંગળી ચીંધી છે અને તમે મારા પર ગુસ્સે થઈ રહ્યા છો. મારી ક્રુ આપના કારણે રડી રહી છે. મહેરબાની કરીને સમજવાની કોશિશ કરો, એક ગાડી છે, કાઉંટર ઉપર ઉઠેલા છે. આપ જે માગો તે હંમેશા અમે સર્વ કરીએ છીએ. આ દરમિયાન પેસેન્જર ગુસ્સે થઈને કહે છે, તમે કેમ બૂમો પાડી રહ્યા છો, ત્યારે ક્રૂ મેમ્બર કહે છે કે, કેમ કે તમે અમારા પર ગુસ્સે થઈ રહ્યા છો.
Flyers MUST respect the crew . It’s a thankless job . I do hope the lady here is not reprimanded in any way by @IndiGo6E . It looks like she was forced into loosing her cool by a boorish flyer .. pic.twitter.com/y48DmTcHbp
કહેવાય છે આ ઘટના 16 ડિસેમ્બરને દિલ્હી જતી ઈસ્તાંબુલની ફ્લાઈટમાં થઈ હતી. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ઈંડિગો એરલાઈને કહ્યું કે, યાત્રીએ ફ્લાઈટ પર ખરબ વ્યવહાર કર્યો અને એક એર હોસ્ટેસનું અપમાન કર્યું, જે બાદ ચાલકદળના નેતૃત્વે હસ્તક્ષેપ કરવો પડ્યો. એક નિવેદનમાં એરલાઈને કહ્યું કે, તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
જેટ એરવેઝના સીઈઓ સંજીવ કપૂરે ક્રૂપ મેમ્બરના સમર્થનમાં બોલતા કહ્યું કે, તેઓ પણ માણસ છે. ક્લિપને ટ્વિટર પર શેર કરતા તેમણે લખ્યું કે, જેમ કે મેં પહેલા જ કહ્યું કે, ચાલક દળ પણ માણસ છે. તેને બ્રેકિંગ પોઈન્ટ પર લાવવામાં ઘણો સમય લાગે છે. છેલ્લા થોડાક વર્ષોમાં મેં ફ્લાઈટમાં ચાલક દળને થપ્પડ અને ગાળો આપતા જોયા છે. જેને નોકર અથવા તેનાથી પણ ઘણું ખરાબ કહીને સંબોધન કરવામાં આવે છે. આશા છે કે, પ્રેશર બાદ તેઓ ઠીક હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર