નવી દિલ્હી. દેશનો પાવર સપ્લાય (Indian Power Supply) ચીનના સાઇબર અટેકર્સ (Cyber Attackers)ના નિશાના પર છે. આ દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા કાર્યરત ઓછામાં ઓછા 12 સંસ્થાન ચીની હેકરોના નિશાના પર હતા. તેમાં મુખ્ય રૂપથી પાવર યુટિલિટી અને તેના લોડ ડિસ્પેચ સેન્ટર સામેલ છે. વર્ષ 2020ના મધ્યમાં ચીની સરકારના સમર્થન કરતાં કેટલાક સમૂહોએ મેલવેર ઇન્જેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ચીની હેકરોનો પ્રયાસ હતો કે તેઓ ભારતમાં મોટાપાયે પાવર કટ કરી શકે.
રેકોર્ડેડ ફ્યૂચરના એક સ્ટડી અનુસાર, એનટીપીસી લિમિટેડ, પાંચ રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર્સ અને બે પોર્ટ પર હેકરોએ હુમલો કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સૂચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર (NCIIPC)ની પરિભાષા અનુસાર તમામ 12 સંગઠન મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.
આ પણ વાંચો, PM મોદીએ ભારત બાયોટેકની કોરોના વેક્સીન લેતાં ટ્વીટર પર લોકોએ આવી રીતે કર્યા વખાણ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ લદાખમાં LACની સાથે સરહદ પર ગતિરોધ ઊભા કરનારા ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે મે 2020ના ઘર્ષણો પહેલા તેનો પ્રયાસ શરૂ થઈ ગયો હતો. ગયા વર્ષે ભારતના વીજળી ક્ષેત્રના એક મોટા સંસ્થાનને નિશાન બનાવવા માટે ચીનના સંગઠનોએ એક વિશેષ સોફ્ટવેરનો ખૂબ ઉપયોગ કર્યો.
અનેક સરકારી અને રક્ષા સંગઠન પણ રડાર પર
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હેકરોના કેટલાક સમૂહ રાજ્ય સુરક્ષા મંત્રાલય, કે ચીનની ઇન્ટેલિજન્સ એજન્સી અને સુરક્ષા એજન્સી તથા પીપલ્સ લિબરેશન આર્મી સાથે પણ જોડાયેલા છે. રિપોર્ટમાં વધુ કહેવામાં આવ્યું છે કે વીજળી ક્ષેત્ર ઉપરાંત અનેક સરકારી અને રક્ષા સંગઠન પણ રડાર પર હતા.
જોકે, આ રિપોર્ટમાં મેલવેરના કારણે થયેલી ગડબડનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ તેમાં 13 ઓક્ટોબર, 2020ના રોજ મુંબઈમાં મોટાપાયે થયેલા બ્લેકઆઉટનો ઉલ્લેખ છે. જે કથિત રીતે પડઘાના એક સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરમાં મેલવેર ઇંસર્શનના કારણે થયું હતું. મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે તે સમયે કહ્યું હતું કે અધિકારીઓને સંદેહ હતો કે કેટલાક આંતરિક અડચણો લાંબા સમય સુધી વીજળી ડુલ રહેવા પાછળનું કારણ છે.
આ પણ વાંચો, ‘રામમંદિર નિધિ સમર્પણ’ અભિયાન પૂર્ણ, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે મળ્યું 2100 કરોડ રૂપિયાનું ભંડોળ
ગયા વર્ષે બનેલી આ ઘટનામાં બે કલાક સુધી મુંબઈ સ્ટોક એક્સચેન્જ બંધ રહ્યું જ્યારે અનેક ટ્રેનોને રદ કરી દેવી પડી હતી. સાથોસાથ મુંબઈ, થાણેની કેટલીક ઓફિસો પણ બંધ કરી દેવી પડી હતી.