પાક.ની ધમકી પર રાજનાથની ચેતવણી : જરૂર પડશે તો પરમાણુ હથિયારનો ઉપયોગ કરાશે

News18 Gujarati
Updated: August 16, 2019, 3:02 PM IST
પાક.ની ધમકી પર રાજનાથની ચેતવણી : જરૂર પડશે તો પરમાણુ હથિયારનો ઉપયોગ કરાશે
રાજનાથ સિંહની ફાઇલ તસવીર

રાજનાથ સિંહે સંકેત આપ્યા કે ભારત પરમાણુ હથિયારોનો પહેલો ઉપયોગ ન કરવાની પોતાની નીતિને બદલી પણ શકે છે

  • Share this:
પાકિસ્તાનની સાથે વધતાં તણાવની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે સંકેત આપ્યા કે ભારત પરમાણુ હથિયારોનો પહેલો ઉપયોગ ન કરવા સાથે જોડાયેલી પોતાની નીતિને બદલી પણ શકે છે.

રક્ષા મંત્રીએ શુક્રવારે પોખરમણમાં કહ્યું કે, 'પરમાણુ યુદ્ધને લઈને હજુ સુધી અમારી નીતિ 'પહેલા ઉપયોગ ન કરવાની' રહી છે. હવે ભવિષ્યમાં શું થાય છે, તે એ સમયના હાલત પર નિર્ભર કરે છે.'

રાજનાથ સિંહે આ નિવેદન પોખરણમાં આપ્યું. આ એ જ સ્થળ છે જ્યાં 1998માં ભારતે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 5 ન્યૂક્લિયર ટેસ્ટ કર્યા હતા. ખાસ વાત એ છે કે આજે પૂર્વ વડાપ્રધાન વાજપેયીની પહેલી પુણ્યતિથિ છે અને તેઓને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાજનાથ સિંહે આ વાત કહી.નો ફર્સ્ટ યૂઝ

નો ફર્સ્ટ યૂઝ (NFU)ના અર્થ છે જ્યાં સુધી ન્યૂક્લિયર હથિયારનો ઉપયોગ ન કરવો જ્યાં સુધી વિરોધી પહેલા તેનો હુમલો ન કરે. ભારતે ન્યૂક્લિયર હથિયારમાં આગળ વધીને પહેલા ઉપયોગ ન કરવાની પોલિસી 1998માં પોખરણ-2 બાદ અપનાવી હતી.

આ પણ વાંચો, આર્ટિકલ 370 પર અરજી કરનારને SCએ ખખડાવ્યા : આવી અરજી કેમ કરો છો?

NFU પર પીએમ મોદીનું વલણ

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે ભારત કોઈ પણ દુશ્મનની વિરુદ્ધ પહેલા કરીને ન્યૂક્લિયર હથિયારનો ઉપયોગ નહીં કરે.

NFU પર સવાલ

હાલના સમયમાં પરમાણુ સુરક્ષા પ્રતિષ્ઠાનના અનેક નિવૃત્ત સભ્યોએ ભારતની NFU પોલિસી પર સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત પૂર્વ રક્ષા મંત્રી મનોહર પારકિરે પણ વર્ષ 2016માં NFUની જરૂરિયાત પણ સવાલ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો, ટીમ ડોભાલના આ ત્રણ મહારથીઓએ 'મિશન કાશ્મીર'ને બનાવ્યું સફળ
First published: August 16, 2019, 2:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading