Home /News /national-international /

ભારતનો સૌથી લાંબો ડબલ ડેકર રેલ-રોડ બ્રિજ તૈયાર: મોદી કરશે ઉદ્ઘાટન

ભારતનો સૌથી લાંબો ડબલ ડેકર રેલ-રોડ બ્રિજ તૈયાર: મોદી કરશે ઉદ્ઘાટન

રેલ-રોડ બ્રિજ 4.94 કિમી લાંબો, વાજપાયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આ બ્રિજનું ખાતમુહૂર્ત થયું હતું

રેલ-રોડ બ્રિજ 4.94 કિમી લાંબો, વાજપાયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આ બ્રિજનું ખાતમુહૂર્ત થયું હતું

  ન્યૂઝ18 ગુજરાતી: ભારતનો સૌથી લાંબો રેલ-રોડ બ્રિજ 21 વર્ષે તૈયાર થયો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું મંગળવારે ઉદ્ધાટન કરશે. રેલ-રોડ બ્રિજ એટલે કે નીચે રેલ્વેના પાટા અને ઉપર રોડ એમ રેલ-રોડ બ્રિજ 4.94 કિલોમીટર લાંબો છે. અટલ બિહારી વાજપાયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આ બ્રિજનું ખાતમુહૂર્ત થયુ હતું.

  ભાસ્કર ગોગોઇ નામના સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે, હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા હતા. આ બ્રિજ બને તે માટે અમે ખુબ સંઘર્ષ કર્યો છે. આ બ્રિજ બનવાથી નોર્ષ-ઇસ્ટનાં રાજ્યોનાં વિકાસને નવો વેગ મળશે”.

  આ રેલ-રોડ બ્રિજ બને તે માટે આસામ અને અરુણાચલ પ્રદેશનાં લોકો વર્ષોથી માંગણી કરી રહ્યા હતા અને આ બ્રિજનું કામ શરૂ થયા પછી તે ઝડપથી પુરુ થાય તે માટે લડી રહ્યા હતા. આ બ્રિજ બ્રહ્મપુત્રા નદી પર બન્યો છે. આ બ્રિજ બનવાથી આસામમાં આવેલા તિનશુકિયા અને અરુણાચલ પ્રદેશનાં નહરલાગુન વચ્ચે પ્રવાસનાં દસ કલાકનુ અંતર ઘટી જશે.

  આ બ્રિજ એક એન્જિનીયરીંગની અજાયબ પણ ગણાય છે. દેશની સલામતી માટે પણ આ બ્રિજ મહત્વની ભૂમિકા ભજવશે. બ્રહ્મપુત્રા નદી પર બ્રિજ બનાવવો તે જ એક મોટી ચેલેન્જ હતી. આ વિસ્તારમાં ખુબ વરસાદ પડે છે અને ભૂંકપનાં આંચકાઓ પણ આવ્યા કરે છે.

  આ બ્રિજ ભારતીય રેલ્વે દ્વારા બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ ડબલ ડેકર બ્રિજ છે. જેમાં ઉપરનાં ભાગમાં રોડ છે અને નીચેના ભાગમાં રેલ્વેનો રસ્તો છે. આ રસ્તા પર ભારતીય સલામતી દળનાં વાહનો પણ ચાલી શકશે. આ મજબૂત પૂલ છે.

  આ બ્રિજ (બોગીબિલ બ્રિજ) આસામનાં દિબ્રુગઢમાં આવેલા બ્રહ્મપુત્રા નદીને અરુણાચલ પ્રદેશનાં સિલાપાથર જિલ્લાને જોડશે. આ ડબલ-ડેકર બ્રિજ બનવાથી ધેમાજી અને દિબ્રુગઢ વચ્ચે 500નું અંતર ઘટીને 100 કિલોમીટરનું અંતર થઇ જશે.

  આ પ્રોજેક્ટ 5,920 કરોડનાં ખર્ચે તૈયાર થયો છે.

  દિબ્રુગઢનાં વેપારી હફીઝૂર રહેમાને જણાવ્યુ કે, આ બ્રિજ બનવાથી ખુબ મોટો ફાયદો થશે. આસામમાં ગુવાહાટી પછી દિબ્રુગઢને બિઝનેસ હબ બનાવશે. સ્થાનિક એજ્યુકેશન, આરોગ્ય જેવી સેવામાં સુધારો અને વધારો થશે.”

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે આ બ્રિજ પર ચાલનારી ટ્રેનને લીલીઝંડી આપશે. 25મી ડિસેમ્બર અટલ બિહારી વાજપાઇનો જન્મ દિવસ પણ છે. આ દિવસને સરકાર ગૂડ ગવર્નન્સ ડે તરીકે ઉજવે છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Infrastructure, North East, Railways, અરૂણાચલ પ્રદેશ, આસામ, પીએમ મોદી, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन