Home /News /national-international /Pakistani pilgrims: પાકિસ્તાની તીર્થયાત્રીઓ માટે અમૃતસરથી અજમેર શરીફ સુધી નવી ટ્રેન ચલાવવામાં આવશે
Pakistani pilgrims: પાકિસ્તાની તીર્થયાત્રીઓ માટે અમૃતસરથી અજમેર શરીફ સુધી નવી ટ્રેન ચલાવવામાં આવશે
કરતારપુર ગુરુદ્વારા અને અજમેર શરીફ. (Twitter)
ભારત સરકાર (Indian govt) ટૂંક સમયમાં પાકિસ્તાન (Pakistani)ના શ્રદ્ધાળુઓ માટે ભેટની જાહેરાત કરી શકે છે. ખરેખરમાં અમૃતસરથી અજમેર શરીફ માટે એક વિશેષ ટ્રેન સેવા (Amritsar to Ajmer Sharif train service) શરૂ કરવામાં આવશે
ભારત સરકાર (Indian govt) ટૂંક સમયમાં પાકિસ્તાન (Pakistani)ના શ્રદ્ધાળુઓ માટે ભેટની જાહેરાત કરી શકે છે. ખરેખરમાં અમૃતસરથી અજમેર શરીફ માટે એક વિશેષ ટ્રેન સેવા (Amritsar to Ajmer Sharif train service) શરૂ કરવામાં આવશે, જેમાં પાકિસ્તાનના મુસાફરો સીધા અજમેર શરીફ જઇ શકશે. ભારતીય તીર્થયાત્રીઓ માટે કરતારપુર (Kartarpur Corridor)માં ગુરુ નાનકદેવ ગુરુદ્વારા ખોલવાના બદલામાં પાકિસ્તાની લોકોને આ ભારત તરફથી ભેટ હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. આ માટે દરખાસ્ત તૈયાર કરવાની તૈયારી ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની તીર્થયાત્રીઓ માટે અમૃતસરથી અજમેર શરીફ સુધી નવી ટ્રેન ચલાવવામાં આવશે, જેથી પાકિસ્તાનના શ્રદ્ધાળુઓ ખ્વાજાના દરબારમાં પહોંચી શકે. આ માટે પાકિસ્તાની તીર્થયાત્રીઓને રોડ દ્વારા અટારી-બાઘા સરહદ પાર કરાવવામાં આવશે. આ પછી આ લોકો ત્યાંથી ટ્રેન દ્વારા અજમેર શરીફ પહોંચી શકશે. ખરેખરમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા બાદથી સમજૌતા એક્સપ્રેસ અને થાર એક્સપ્રેસ ટ્રેનોને બંધ કરી દીધી છે. આ કારણે ઓગસ્ટ 2019થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ટ્રેન સેવા ચાલી રહી નથી.
ઉત્તર રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતસરથી અજમેર શરીફ સુધી દોડાવનારી નવી ટ્રેન પાકિસ્તાની નાગરિકો માટે હશે. આ માટે હાલ દરખાસ્તના તબક્કે કામગીરી ચાલી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આ ટ્રેનની જાહેરાત કરવામાં આવશે. ખરેખરમાં પાકિસ્તાને ભારતના શીખ શ્રદ્ધાળુઓને કરતારપુર કોરિડોરના રૂપમાં ભેટ આપી છે અને તેના બદલામાં ભારત પણ પાકિસ્તાની તીર્થયાત્રીઓને ખ્વાજાના દરબારમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર