Home /News /national-international /

કોણ છે પીસી ઘોષ, જેઓ બનશે દેશના પહેલા લોકપાલ, ભ્રષ્ટાચારીઓની હવે ખેર નહી

કોણ છે પીસી ઘોષ, જેઓ બનશે દેશના પહેલા લોકપાલ, ભ્રષ્ટાચારીઓની હવે ખેર નહી

દેશના પ્રથમ લોકપાલ પીસી ઘોષ

  દેશના પહેલા લોકપાલ પસંદ કરી લેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ પિનાકી ચંદ્ર ઘોષ દેશના પહેલા લોકપાલ હશે. પસંદગી સમિતીએ શુક્રવારે એક બેઠકમાં તેમના નામ પર પસંદગી ઉતારી છે. પસંદગી સમિતીમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડીયા તરૂણ ગોગોઈ, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લો મેકર્સે તેમના નામ પર અંતિમ નિર્ણય લીધો છે. તેમને કાર્યભાર સંભાળવાની નોટિફિકેશન અગામી અઠવાડીએ જાહેર કરવામાં આવી શકે છે.

  કોણ છે જસ્ટિસ પીસી ઘોષ?
  જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ વર્તમાનમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચના સભ્ય છે. તે રિટાયર સુપ્રીમ કોર્ટ જસ્ટિસ છે. આ પહેલા તે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ રહી ચુક્યા છે. કોલકાતા હાઈકોર્ટમાં પણ જસ્ટિસ રહી ચુક્યા છે. પીસી ઘોષનો જન્મ 28 મે, 1952માં કોલકાતાના પૂર્વ મુખ્ય ન્યાયાધિશ શંભૂ ચંદ્ર ઘોશના ઘરમાં થયો હતો.

  કોલકાતાની સેંટ જેવિયર્સ કોલેજમાંથી શરૂઆતનો અભ્યાસ કર્યા બાદ તેમણે યૂનિવર્સિટી ઓફ કોલકાતાથી કોમર્સમાં સ્નાતક કર્યું, પરંતુ ત્યારબાદ એલએલબી કર્યું. ત્યારબાદ કોલકાતા હાઈકોર્ટ અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટથી થઈ તે 8 માર્ચ, 2013ના રોજ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. અહીંથી તેઓ 27 મે, 2017ના રોજ રિટાયર થયા.  પાંચ પેઢીથી જજની પોસ્ટ પર જ છે જસ્ટિસ ઘોષનો પરિવાર
  જસ્ટિસ પીસી ઘોષનો પરિવાર પાંચ પેઢીથી જજની પોસ્ટ પર કાર્યરત રહ્યો છે. તે પોતાના પરિવારમાં પાંચમી પેઢીએ આ ક્ષેત્રમાં આવ્યા. આ પહેલા તેમના પિતા જ માત્ર કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ નથી રહ્યા પરંતુ તેમના મૂળ દાદા બનારસી ઘોષ પણ વર્ષ 1857માં પહેલી ભારતીય સદર દીવાની અદાલતમાં હર ચંદ્ર ઘોષ પહેલા ભારતીય મુખ્ય જજ બન્યા હતા.

  જસ્ટિસ પીસી ઘોયના કેટલાક મહત્વના નિર્ણય
  જસ્ટિસ પીસી ઘોષ આકરા નિર્ણય સંભળાવવા માટે જાણીતા છે. હાલમાં જ તે ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે બાબરી મસ્જિદ કેસમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ વિરુદ્ધ આકરા નિર્ણય સંભળાવ્યા અને તેમના પર કેસ ચલાવવાનો આદેશ કર્યો.

  આ મામલામાં લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી સહિત 13 ભાજપા નેતાઓ પર વિવાદીત વિસ્તારને તોડી પાડવાનું ષડયંત્ર રચવાનો કેસ ચલાવવાનો આદેશ કર્યો હતો.  એટલું જ નહી, આ મામલાને ઝડપી પતાવવા માટે જસ્ટિસ પીસી ઘોષે અયોધ્યા મામલામાં રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.

  આ સિવાય જસ્ટીસ પીસી ઘોષે સરેન્ડર કરવા માટે વધારે સમય માંગવા પર શશિકલાની અપીલ ફગાવી દીધી હતી.

  આ પણ વાંચો - દેશના પહેલા લોકપાલ બનશે સુપ્રીમ કોર્ટના આ પૂર્વ જજ, જાહેરાત કાલે: સૂત્ર

  આ સિવાય માનવાધિકાર પંચના સભ્ય રહી તેમણે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાંથી થતા પલાયનને લઈ ત્યાંની સરકારને જવાબદાર ગણાવી હતી. આ પહેલા પણ પછી એનડીએસમસીનો મામલો હોય કે પછી સુતલજ-યમુના લિંકનો મામલો જસ્ટિસ પીસી ઘોષના નિર્ણયને આકરા નિર્ણય ગણવામાં આવે છે.

  શું હશે પહેલા લોકપાલ જસ્ટિસ પીસી ઘોષની તાકાત
  ભારતીય લોકપાલ પાસે ભારતના પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, સરકારી કર્મચારીઓ અને સરકારની અંદર આવતી સંસ્થાઓના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ મળવા પર તેમની તપાસ કરાવવાનો અધિકાર હોય છે. તેઓ કોઈ પણ મામલામાં સીધો કેન્દ્રીય તપાસ એજન્સિને ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાના કાયદા હેઠળ સીબીઆઈ સુધીને તપાસ સોંપી શકે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Former, Need

  આગામી સમાચાર