ભારતની ‘ફેલુદા’ કોવિડ-19 તપાસ RT-PCRની સરખામણીમાં સસ્તી અને ઝડપી : વૈજ્ઞાનિક

News18 Gujarati
Updated: September 29, 2020, 5:55 PM IST
ભારતની ‘ફેલુદા’ કોવિડ-19 તપાસ RT-PCRની સરખામણીમાં સસ્તી અને ઝડપી : વૈજ્ઞાનિક
પ્રતિકાત્મક તસવીર

વરિષ્ઠ વૈજ્ઞાનિક અને પરીક્ષણ વિકસિત કરનારી ટીમમાં સામેલ દેબોજ્યોતિ ચક્રવર્તીએ જણાવ્યું કે આ ગર્ભાવસ્થા પરીક્ષણની જેમ છે અને આ માટે કોઈ મોંઘા મશીનની જરૂર નથી

  • Share this:
નવી દિલ્હી : વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ભારતની સીઆરઆઈએસપીઆર ‘ફેલુદા’ કોવિડ-19 તપાસ (CRISPR Feluda COVID-19 Testing)આરટી પીસીઆરની (RT-PCR)સરખામણીમાં સસ્તી, ત્વરિત અને આસાન છે. ‘ફેલુદા’નું નામ સત્યજીત રે (Satyajit Ray)ના પ્રખ્યાત જાસુસ પાત્રના નામ પર રાખવામાં આવ્યું છે. આ પરીક્ષણની કિંમત 500 રૂપિયા છે અને 45 મિનિટમાં તેના પરિણામ આવી જાય છે. સીએસઆઈઆર-જિનોમિકી અને સમવેત જીવ વિજ્ઞાન સંસ્થાન (IGIB) અને ટાટા સમૂહે (Tata Group)વિકસિત કરી છે.

ભારતીય ઔષધી મહાનિયંત્રકે (DCGI) તેની વ્યયસાયિક શરૂઆતને મંજૂરી આપી દીધી છે. સીએસઆઈઆર-આઈજીઆઈબી (CSIR-IGIB)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને પરીક્ષણ વિકસિત કરનારી ટીમમાં સામેલ દેબોજ્યોતિ ચક્રવર્તીએ જણાવ્યું કે આ ગર્ભાવસ્થા પરીક્ષણની જેમ છે અને આ માટે કોઈ મોંઘા મશીનની જરૂર નથી.

આ પણ વાંચો - સુરત : ઇમાનદાર રત્નકલાકારે રસ્તા પરથી મળેલા 9 લાખના હીરા માલિકને પરત આપ્યા


ભારતમાં હાલ કોવિડ-19ના 61 લાખથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. વિષાણું વિજ્ઞાન વિશેષજ્ઞ ઉપાસના રે એ આ કોવિડ તપાસ આરટીપીસીઆરની સરખામણીમાં સસ્તી છે. આરટીપીસીઆરમાં 1600 રૂપિયાથી વધારે ખર્ચ આવે છે. ઉપાસના રે એ કહ્યું કે રેપિડ એન્ટીજન તપાસ રિપોર્ટ 30 મિનિટમાં આવે છે અને ફેલુદા તપાસમાં થોડા વધારો એટલે કે 45 મિનિટનો સમય લાગે છે પણ આ વધારે સટીક અને વિશિષ્ઠ છે.
Published by: Ashish Goyal
First published: September 29, 2020, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading