Home /News /national-international /India Enters in Russian Oil Market: ચીનના પેટમાં રેડાયું તેલ, રશિયન ઓઇલ માર્કેટમાં ભારતની એન્ટ્રીથી પરેશાન

India Enters in Russian Oil Market: ચીનના પેટમાં રેડાયું તેલ, રશિયન ઓઇલ માર્કેટમાં ભારતની એન્ટ્રીથી પરેશાન

રશિયા આકર્ષક ભાવે ભારતને તેલની નિકાસ કરી રહ્યું છે. (ફાઇલ ફોટો)

ઓગસ્ટમાં રશિયાના છ જહાજે ઇસીપીઓ લોડ કરીને ભારતીય રિફાઇનરીઓ સુધી પહોંચી ગયા હતા. આ અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી હોવાનું કહેવાય છે.

  રશિયાનાં તેલ બજાર (Russian Oil Market) પર અત્યાર સુધી ચીન (China)નો દબદબો રહ્યો છે. તેની ગણતરી રશિયન તેલના મોટા ખરીદદારોમાં થાય છે. તે સિવાય યુરોપ રશિયન તેલનું પણ ડિલર રહ્યું છે. જોકે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia-Ukraine War) બાદ સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. યુરોપ રશિયન તેલ ખરીદવાથી દૂર રહ્યું છે. આ દરમિયાન ભારતે રશિયાના તેલ બજારમાં પ્રવેશ (India Enters in Russian Oil Market) કર્યો છે. મોટી માત્રામાં રશિયન તેલ ભારત સુધી પહોંચવા લાગ્યું છે. રશિયન તેલને વિશ્વમાં ઇએસપીઓ (What is ESPO) તરીકે ઓળખવામાં આવે છે. ભારત આ તેલનો મોટો ખરીદદાર ન હતો. તે સાઉદી અરેબિયા અને અબુધાબી જેવા ગલ્ફ દેશોમાંથી તેની જરૂરિયાત પૂરી કરતો હતો. રશિયા ભારત સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે. આ જ કારણ છે કે ભારતે યુક્રેન અને રશિયાના યુદ્ધમાં પક્ષકાર બનવાનું ટાળ્યું છે. રશિયાના તેલ બજારમાં ભારતનો પ્રવેશ ચીન સામે મોટો પડકાર ઉભો કરશે.

  સમાચાર એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ઓગસ્ટમાં રશિયાના છ જહાજે ઇસીપીઓ લોડ કરીને ભારતીય રિફાઇનરીઓ સુધી પહોંચી ગયા હતા. આ અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી હોવાનું કહેવાય છે.

  આ પણ વાંચો- ગુજરાતના રાજકારણમાં OBC સમુદાયનું કેમ છે મહત્ત્વ? જાણો OBC અને અન્ય જ્ઞાતિઓનું ગણિત

  વોર્ટેક્સના એનાલિસ્ટ એમા લીએ જણાવ્યું હતું કે, ઇક્પો ક્રૂડ ઝડપથી ભારત પહોંચી રહ્યું છે. રશિયા આકર્ષક ભાવે ભારતને તેલની નિકાસ કરી રહ્યું છે. આ વ્યવસાયને રોકવા માટે કોઈ પ્રતિબંધ નથી.

  લાખો બેરલ તેલ લઇ રહ્યું છે ભારત

  ભારત રશિયા પાસેથી લાખો બેરલ તેલ લઇ રહ્યું છે. યુરોપ અને અમેરિકા આ તેલ ખરીદવાનું ટાળી રહ્યા છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. સૌ પ્રથમ તેણે રશિયાના પશ્ચિમ ભાગમાંથી યૂરલ્સ ક્રૂડની ખરીદી શરૂ કરી હતી. હવે તે ઇએસપીઓ ખરીદી રહ્યો છે. યૂરલ્સ રશિયાનું ફ્લેગશિપ ક્રૂડ છે. તે જ સમયે ઇએસપીઓ એ વધુ રિફાઇન કરેલ ગ્રેડ છે. તે પૂર્વ ભાગમાંથી આવે છે. ચીન આ તેલનો મુખ્ય ખરીદદાર રહ્યો છે.

  આ પણ વાંચો- અમદાવાદના રસ્તાઓ પર અકસ્માતો સર્જતા ઢોરને લઈ ટ્રાફિક પોલીસ એક્શનમાં

  બ્રોકર્સના જણાવ્યા અનુસાર, ઇએસપીઓની કિંમત ભારત મધ્ય પૂર્વના દેશોમાંથી જે ભાવે તેલ ખરીદે છે, તેના કરતા ઓછી છે. આનાથી સાઉદી અરેબિયા અને અબુધાબીથી આયાતમાં ઘટાડો થશે. ચીનનું સિનોપેક ઇએસપીઓનો મોટો ખરીદદાર રહ્યો છે. તાજેતરમાં તેની ખરીદીમાં થોડો ઘટાડો થયો છે. આનાથી ભારતીય ખરીદદારોને રશિયન તેલ બજારમાં લાવવાની તક મળી રહી છે.

  અમેરિકાની ભારત સામે નારાજગી

  એવું કહેવામાં આવે છે કે ઇએસપીઓની આયાત જુલાઈની તુલનામાં ઓગસ્ટમાં વધારે રહી છે. વાડિનાર, સિક્કા, પારાદીપ અને મુન્દ્રા જેવા બંદરો પર રશિયાથી કાર્ગોનું આગમન થયું છે. ઇન્ડિયન ઓઇલ જેવી સરકારી ઓઇલ કંપનીઓ અને અગ્રણી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટ આ ટર્મિનલ્સની આસપાસ છે. આ પહેલા ભારત રશિયાના તેલ બજારમાં મોટો ગ્રાહક નહતો. કિંમત, અંતર અને નાના કાર્ગો સાઇઝના કારણે ભારતે તેમાં ખાસ રસ લીધો ન હતો. સાથે જ આ તેલ ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનમાં જઈ રહ્યું છે. અમેરિકાની વાત કરીએ તો તે નથી ઇચ્છતું કે ભારત રશિયન તેલ ખરીદે. તે તેના માટે આડકતરી રીતે દબાણ પણ કરી રહ્યું છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: China India, India Russia, Russia news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन