નવી દિલ્હી: જાણીતા અર્થશાસ્ત્રી અને નોબેલ પ્રાઇઝ વિજેતા અમર્ત્ય સેને કહ્યું કે, ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016નાં વર્ષમાં લાદેલી નોટબંધીને કારણે ભારતનાં અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો.
એક પુસ્તક વિમોચનનાં કાર્યક્રમમાં સંબોંધન કરતી વખતે અમર્ત્ય સેને જણાવ્યું કે, જ્યારે તેઓ પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતનમાં અભ્યાર કરતા હતા ત્યારે એક મુલાકાતીએ સવાલ પુછ્યો હતો કે, સૌથી મહાન માણસ કોણ હતો. આ બાબતે બે મતભેદો હતા. કેટલાકે મહાત્મા ગાંધી કહ્યુ તો કેટલાકે રવિન્દ્રનાથ ટાગોર. પણ કોઇકે કહ્યું કે, જાદુગર પી.સી. સરકાર. મને એવું લાગે છે કે, નોટબંધી એ જાદુગરીથા બીજું કશું નહોતું”
અમર્ત્ય સેને વધુમાં જણાવ્યું કે, નોટબંધીએ સૌથી મોટી જાદુગરી હતી. નોટબંધીને કારણે અર્થતંત્ર પર નોટબંધીની મોટી અસર પડી.”
2016માં 8 નવેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે, 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થઇ ગઇ છે. સમગ્ર દેશમાં રહેલી 87 ટકા રકમ પર તેની અસર પડી.
નોટબંધીને કારણે દેશમાં અંધાધૂધી ફેલાઇ ગઇ. નોટોની તંગી સર્જાઇ. બેંકોની બહાર લાંબી લાબી લાઇનો લાગી. જો કે, આ પછી થોડા મહિનાઓમાં સરકારે રૂપિયા 2000ની નોટો બહાર પાડી અને નવા રૂપરંગમાં 500 રૂપિયાની નોટ પણ બહાર પાડી.”.
ક્વાન્ટમ લીપ ઇન ધ રોંગ ડિરેક્શન પુસ્તર મોદી સરકારનાં રાજકીય અર્થશાસ્ત્ર પર લખાયું છે. આ પુસ્તક મુજબ, નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આ બે બાબતે મોટી આફત બનીને વર્ષ્યા.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર