નવી દિલ્હીઃ ભારતીય મૂળના દલવીર ભંડારી નેધરલેન્ડની હેગમાં આવેલી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના જજ તરીકે બીજી વખત ચૂંટાયા છે. જજની છેલ્લી સીટ માટે ભંડારી અને બ્રિટનના દાવેદારની વચ્ચે મુકાબલો હતો પરંતુ અંતિમ ક્ષણોમાં બ્રિટને પોતાના ઉમેદવારને ચૂંટણીમાંથી હટાવી લીધા.
India's Dalveer Bhandari re-elected as ICJ judge after UK pulls out
ન્યૂયોર્ક સ્થિત સંયુકત રાષ્ટ્રની ઓફિસમાં થયેલી ચૂંટણીમાં ભંડારીને મહાસભામાં 193માંથી 183 વોટ મળ્યા જ્યારે સુરક્ષા પરિષદમાં તેમને 15 સભ્યોના મત મળ્યા. આમાં બ્રિટને ચૂંટણી પહેલાં જ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી, ત્યારબાદ ભંડારીને ફરીથી પસંદ કરવા માટેનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો.
જસ્ટિસ ભંડારી પાસે 193 સભ્યોમાંથી આશરે બે તૃતિયાંશનું સમર્થન મળેલું હતું. ક્રિસ્ટોફર ગ્રીનવુડે, જે આઈસીજેમાં એક કાર્યકાળ પુરો કરી ચુક્યા હતાં, મહાસભામાં 50થી વધુ વોટોથી પાછળ હતાં. જોકે સુરક્ષા પરિષદમાં ભંડારીના પાંચ વોટોના મુકાબલે ગ્રીનવુડ નવ વોટથી આગળ હતાં. પહેલાં માનવામાં આવી રહ્યું હતું કે સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય-અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને ચીન બ્રિટિશ દાવેદાર ગ્રીનવુડનું સમર્થન કરી શકે છે. બ્રિટન સુરક્ષા પરિષદનું પાંચમાં સ્થાયી સભ્ય છે. પરંતુ 12માં અને છેલ્લાં રાઉન્ડની ચૂંટણીની બરાબર પહેલાં સંયુકત રાષ્ટ્રમાં બ્રિટનના સ્થાયી પ્રતિનિધિ મેથ્યુ રાઇક્રોફ્ટે મહાસભા અને સુરક્ષા પરિદના પ્રમુખોને પત્ર લખી ગ્રીનવુડને ચૂંટણીમાંથી હટાવાની માહિતી આપી હતી.
Vande Matram - India wins election to the International Court of Justice. JaiHind. #ICJ
આ પહેલા ભંડારી 2012માં નિયુક્ત થયાં હતાં. તે વખતે 192 સભ્યોવાળા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમને 122 વોટ મળ્યાં હતાં. જ્યારે ફિલિપિન્સના ઉમેદવારને 58 વોટ મળ્યાં હતાં. જ્યારે 15 સભ્યોવાળા સુરક્ષા પરિષદમાં તેમને પૂર્ણ બહુમત મળ્યું હતું. આ પહેલાં 11મા રાઉન્ડની ચૂંટણીમાં ભંડારીને મહાસભાના અંદાજે બે તૃત્યાંશ સભ્યોનું સમર્થન મળ્યું હતું, પરંતુ સુરક્ષા પરિષદમાં તેઓ ગ્રીનવુડના મુકાબલામાં 3 મતોથી પાછળ હતા. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જજ તરીકે ભંડારીને પસંદ કરવા તે ભારતની બહુ મોટી સફળતા છે.
આઈસીજેની વેબસાઈટ પ્રમાણે જજોની નિયુક્તિ ઉચ્ચ નૈતિક ચરિત્ર, યોગ્યતા કે આંતરરાષ્ટ્રિય કાનુનમાં જેની ક્ષમતા હોય તેવા જ વકીલની થાય છે. જજોની નિયુક્તિ તેમની રાષ્ટ્રીયતા નહીં પરંતુ યોગ્યતાના બળે કરવામા આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર