LoC ઉપર ફાયરિંગ અંગે ભારતનો પાકને જડબાતોડ જવાબ, કહ્યું, 'તમારા આતંકના ચહેરાને દુનિયા જાણે છે'

હુમલાની તસવીર

દિવાળીના એક દિવસ પહેલા 13 નવેમ્બરે જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાઓ ઉપર પાકિસ્તાન દ્વારા સિઝફાયર ઉલ્લંઘન કર્યું હતું.

 • Share this:
  શ્રીનગરઃ દિવાળીના એક દિવસ પહેલા 13 નવેમ્બરે જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાઓ ઉપર પાકિસ્તાન દ્વારા સિઝફાયર ઉલ્લંઘન કર્યું હતું. ભારતના પાકિસ્તાનમાં કેટલાક આતંકી હુમલાઓમાં સામેલ હોવાના આરોપ લગાવવા ઉપર નિશાન સાધ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે પાકિસ્તાની પ્રતિષ્ઠાન દ્વારા એક સંવાદદાતા સમ્મેલનમાં રિપોર્ટ જોયા છે. મનગઢંત દસ્તાવેજો અને જૂઠા વિમર્શ બનાવવાથી પાકિસ્તાન આ પ્રકારની ગતિવિધિયોની જવાબદારીઓથી બચી નહીં શકે. અમને વિશ્વાસ છે કે દુનિયા તેમની જવાબદારી નક્કી કરશે.

  વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે પાકિસ્તાન જાણીજોઈને કરવામાં આવતા આ પ્રકારના પ્રયાસો ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. કારણ કે આંતરરાષ્ટ્રીય સમુદાય તેમની ચાલ જાણે છે. ઈસ્લામાબાદના આતંકવાદના પ્રાયોજિત કરવાના સબૂતોના નેતૃત્વને કબૂલ કર્યું છે.

  ભારતની આ તીખી પ્રક્રિયાના એક દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સેનાના પ્વક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારના સાથ એક સંવાદદાતા સમ્મેલનને સંબોધિત કરી હતી અને આરોપ ઢોળ્યો છે કે પાકિસ્તાનમાં થયેલા કેટલાક આતંકી હુમલા પાછળ ભારતનો હાથ છે.

  આ પણ વાંચોઃ-અમાદાવાદના સોલાના પૈસાદાર ઘરનો શરમજનક કિસ્સોઃ 'તું તો ગામડાની અભણ કહેવાય, અમારા ઘરે તું શોભે નહી'

  શ્રીવાસ્તવે આ આરોપો ઉપર મીડિયાના પ્રશ્નનો જવાબમાં કહ્યું હતું કે, આ ભારત-વિરોધી દુષ્પ્રચારની એક અને વ્યર્થ કવાયદ છે. ભારતના ખિલાફ સબૂત હોવાના તથાકથિત દાવો પ્રામાણિકતા નથી અને આ મનગડંગ તથા કાલ્પનિક છે. શ્રીવાસ્તવે કહ્યું કે વૈશ્વિક આંતકના ચહેરો બનેલા ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં મળ્યા હતા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી તેમના સંસદથી શહીદ કહીને મહિમામડિત કહ્યું હતું. તેમણે પાકિસ્તાનમાં 40,000 આતંકીઓ પણ હજાર હોવાની વાત કબુલી હતી.

  આ પણ વાંચોઃ-ટ્રાફિક પોલીસે ભાઈને મારી થપ્પડ, પછી બહેન બની 'રણચંડી', પોલીસકર્મીનો મોબાઈલ છીનવી તોડી નાંખ્યો

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! માથું પટકીને રડતી રહી માસૂમ પુત્રી, ફટાકડા વેચરનાર પિતાને લઈ ગઈ પોલીસ, Video Viral

  ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) અનેક સેક્ટરમાં શુક્રવારે પાકિસ્તાન સેના (Pakistani Army) દ્વારા સિઝફાયર ઉલ્લંઘન (Ceasefire violation) કર્યું હતું. જેના પગલે ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. સેનાના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સીમાવર્તી ક્ષેત્રમાં સિઝફાયરનું ઉલ્લંઘન ઉપર કાર્યવાહી કરતા ભારતીય સેનાએ પાકિસ્તાનના 11 જવાનોને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા પાકિસ્તાની સેનાના સૈનિકોની યાદીમાં 2-3 પાકિસ્તાની સેનાના વિશેષ સેવા સમૂહના કમાન્ડો પણ સામેલ હતા.



  ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન વેઠવું પડે છે. 7-8 સૈનિકોના મોત થયા છે. જ્યારે 11-12 સૈનિકો ઘાયલ તયા હતા. પાકિસ્તાની સેનાના બંકર, ઈંધન ડપ અને લોન્ચ પેડને પણ તબાહ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન (Pakistan) સૈનિકોએ શુક્રવારે જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના કમલકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર સંધર્ષ વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે. અને સીઝફાયર કરતા 3 નાગરિકોની મોત થઇ છે. સાથે જ ભારતીય સેનાના 2 જવાન પણ શહીદ થયા છે. અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાની સૈનિકો દ્વારા મોર્ટાર નાખવામાં આવી રહ્યા છે.
  Published by:ankit patel
  First published: