ભારતમાં વસ્તીની એવરેજ પ્રમાણે કોરોનાના કેસ અને મૃત્યુ રેટ દુનિયામાં સૌથી ઓછો : સ્વાસ્થ્ય મંત્રાલય

News18 Gujarati
Updated: July 7, 2020, 8:57 PM IST
ભારતમાં વસ્તીની એવરેજ પ્રમાણે કોરોનાના કેસ અને મૃત્યુ રેટ દુનિયામાં સૌથી ઓછો : સ્વાસ્થ્ય મંત્રાલય
ભારતમાં વસ્તીની એવરેજ પ્રમાણે કોરોનાના કેસ અને મૃત્યુ રેટ દુનિયામાં સૌથી ઓછો : સ્વાસ્થ્ય મંત્રાલય

ગત 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 15,515 દર્દી સાજા થયા, મંગળવાર સુધી સાજા થનાર દર્દીઓની સંખ્યા 4,39,947 થઈ

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) મંગળવારે કહ્યું કે ભારતમાં (India) દસ લાખની વસ્તી પર કોરોના વાયરસના (Coronavirus)કેસ અને મૃત્યુ દર દુનિયામાં સોથી ઓછો છે. જ્યારે દેશમાં કોવિડ-19થી (Covid-19) સંક્રમિત લોકોની સંખ્યા સાત લાખને પાર થઈ ગઈ છે અને મૃત્યુ પામનારની સંખ્યા 20,160 થઈ ગઈ છે. મંત્રાલયે 6 જુલાઈના રોજ ડબલ્યુએચઓની (WHO) સ્થિતિ રિપોર્ટ-168નો હવાલો આપતા કહ્યું કે ભારતમાં પ્રતિ દસ લાખની વસ્તી પર કોવિડ-19ના કેસના સંખ્યા 505.37 છે. જ્યારે વૈશ્વિક એવરેજ 1,453.25 છે. ચિલીમાં પ્રતિ દસ લાખની વસ્તી પર 15,459.8 કેસ છે, જ્યારે પેરુમાં પ્રતિ દસ લાખની વસ્તી પર 9,070.8 સંક્રમિત છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ પ્રમાણે અમેરિકા, બ્રાઝિલ, સ્પેન, રશિયા, બ્રિટેન, ઈટાલી અને મેક્સિકોમાં પ્રતિ દસ લાખની વસ્તી પર સંક્રમણ ક્રમશ: 8,560.5, 7,419.1, 5,358.7, 4,713.5, 4,204.4, 3,996.1 અને 1,955.8 કેસ છે. મંત્રાલયે કહ્યું કે, ડબલ્યુએચઓની સ્થિતિ રિપોર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે ભારતમાં પ્રતિ દસ લાખની વસ્તી પ્રમાણે કોરોના વાયરસના કારણે સૌથી ઓછો મૃત્યુ દર છે. ભારતમાં પ્રતિ દસ લાખની વસ્તી પર મોતના કેસ 14.27 છે જ્યારે વૈશ્વિક એવરેજ ચાર ગણી 68.29 છે. ડબલ્યુએચઓના રિપોર્ટ પ્રમાણે બ્રિટનમાં પ્રતિ દસ લાખની વસ્તી પર 651.4 મોત થયા છે જયારે સ્પેન, ઈટાલી, ફ્રાંસ, અમેરિકા, પેરુ, બ્રાઝિલ અને મેક્સિકોમાં આ આંકડો ક્રમશ: 607.1, 576.6, 456.7, 391.0, 315.8, 302.3 અને 235.5 છે.


આ પણ વાંચો - વિદ્યાર્થીઓ માટે રાહત, 30 ટકા સુધી ઘટશે અભ્યાસક્રમ, CBSEએ કરી જાહેરાત

દેશમાં રિકવરી રેટ વધુ અને મૃત્યુ દર ઓછો

મંત્રાલયે કહ્યુ, આ રીતની તૈયારીથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે અને આ કારણે મૃત્યુ દર ઓછો છે. મંત્રાલય મતે કોવિડ-19ના કેસમાં ઝડપથી તપાસ કરવામાં અને સમયથી પ્રભાવિત નિદાનના કારણે સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. ગત 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 15,515 દર્દી સાજા થઈ ગયા છે. આ રીતે મંગળવાર સુધી સાજા થનાર દર્દીઓની સંખ્યા 4,39,947 થઈ ગઈ છે.
Published by: Ashish Goyal
First published: July 7, 2020, 8:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading