Home /News /national-international /અમે કાયદાનું સૌથી વધુ પાલન કરીએ છીએ, છતાં અમારા પર જ અત્યાચાર: 180 હિન્દુ સંગઠનોએ UKના PMને પત્ર લખ્યો

અમે કાયદાનું સૌથી વધુ પાલન કરીએ છીએ, છતાં અમારા પર જ અત્યાચાર: 180 હિન્દુ સંગઠનોએ UKના PMને પત્ર લખ્યો

બ્રિટનમાં હિન્દુઓ પર વધતાં હુમલા

Hindus Write Letter To UK PM: બ્રિટનમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓની ગંભીરતાને લઈને 180 જેટલા હિન્દુ સંગઠનોએ બ્રિટિશ PM ને એક પત્ર લખીને જણાવ્યુ હતું કે અમે સૌથી વધારે નિયમોનું પાલન કરીએ છીએ અને અમારા પર જ અત્યાચાર થાય છે.

  લંડન:  લિસેસ્ટરમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાથી ઠેર ઠેર રોષ જોવા મળ્યો છે. આ ઘટનાના પગલે 180 જેટલા બ્રિટીશ ભારતીય અને હિન્દુ સંગઠનો અને મંદિર સત્તાવાળાઓએ બ્રિટીશ વડા પ્રધાન લીસ ટ્રસને પત્ર લખ્યો છે. આ પત્રમાં ત્યાં રહેતા હિન્દુઓની સ્થિતિ અને લેસ્ટર હિંસાની નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ પીડિતોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

  હિન્દુ સમુદાય પ્રત્યે નફરત ચરમસીમાએ

  બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રસને લખેલા પત્રમાં હિન્દુ સંગઠનોએ કહ્યું છે કે, અહીં હિન્દુઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવી રહ્યો છે. તેથી હિન્દુઓ ખૂબ ડરી ગયા છે. અમે બર્મિંગહામ, લિસેસ્ટર અને અન્ય શહેરોમાં થયેલી હિંસા તરફ તમારું ધ્યાન દોરવા માંગીએ છીએ. આ સ્થળોએ થયેલી હિંસામાં ભારતીય અને હિન્દુ સમુદાયને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા છે. આ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં હિન્દુ સમુદાય પ્રત્યે નફરત ચરમસીમાએ છે.

  વધુમાં જણાવાયું છે કે, હિન્દુ સમુદાય પર શારીરિક હુમલો, સોશિયલ મીડિયા પર સતામણી, શાળાઓ અને કચેરીઓમાં નિશાન બનાવવા, તેમને સતત ધમકી આપવી અને તેમની સાથે દુર્વ્યવહાર કરવા સહિતની ઘટનાઓ ચરમસીમાએ છે.

  હિન્દુ સમુદાય સૌથી વધુ કાયદાનું પાલન કરનારો સમુદાય

  લિઝ ટ્રસને લખેલા પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, યુકેમાં હિન્દુઓ કુલ વસ્તીના બે ટકા કરતા પણ ઓછા છે, તેમ છતાં બ્રિટીશ અર્થતંત્રમાં સામાજિક-આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ તેમનું યોગદાન નોંધપાત્ર છે. જેલના ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે અહીંનો હિન્દુ સમુદાય સૌથી વધુ કાયદાનું પાલન કરનારો સમુદાય છે. તેમ છતાં આજે હિન્દુઓ સંકટમાં છે.

  આ પણ વાંચો: બ્રિટનના PM લિઝ ટ્રસ પર પદ છોડવાનું દબાણ, ઋષિ સુનકની લોકપ્રિયતા વધી

  હિન્દુ સમુદાય જોખમમાં

  લેસ્ટર અને અન્ય સ્થળોએ થયેલી હિંસા અંગે પત્રમાં કહેવામાં આવ્યું છે કે, લેસ્ટરમાં હિંસા અને બર્મિંગહામમાં મંદિરની બહાર થયેલા આક્રમક વિરોધ પ્રદર્શન, તેમજ નોટિંગહામમાં અને વેમ્બલીમાં લંડનના આઇકોનિક સનાતન મંદિરની બહાર હિન્દુ સમુદાયને પરેશાન કરવાના દુષ્ટ પ્રયાસો અંગે તમને ખબર હોવી જોઈએ. લેસ્ટરમાં જે થયું તેના અનેક કારણો છે. પરંતુ, તમને ખબર હોવી જોઈએ કે, અહીં હિન્દુ સમુદાય જોખમમાં છે.  બ્રિટિશ વડાપ્રધાન સમક્ષ છ માંગ મુકાઈ

  આ સિવાય બ્રિટિશ વડાપ્રધાનને લખેલા આ પત્રમાં 6 માંગ કરવામાં આવી છે. જેમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અંગે પોલીસ દ્વારા સક્રિય તપાસ, રમખાણ પીડિતોને આર્થિક મદદ, હિન્દુ વિરોધી નફરત અને તેના કારણોની નિષ્પક્ષ તપાસ, કટ્ટરપંથીકરણે કબજો કર્યો હોય તેવા સ્થળની તપાસ, હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓના પારખવા માટે શિક્ષકોને તાલીમ આપવા માટે ભંડોળ અને દિવાળી દરમિયાન હિન્દુઓને પૂરતી સુરક્ષા આપવાની માંગનો સમાવેશ થાય છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: BRITAIN, England, Hindus

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन