Home /News /national-international /

OMG! કતરમાં ભારતીય નાગરિકની લાગી લોટરી, બિગ ટિકિટમાં જીત્યા આટલા લાખ

OMG! કતરમાં ભારતીય નાગરિકની લાગી લોટરી, બિગ ટિકિટમાં જીત્યા આટલા લાખ

કતરમાં ભારતીય નાગરિકની લાગી લોટરી

વિજેતા ટિકિટ નંબર 108475 છે જે તારિકના પુત્ર દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. આ ટિકિટ બિગ ટિકિટના ડ્રમમાં પણ મૂકવામાં આવશે જે તારિકને કરોડપતિ બનવાની તક આપશે. બિગ ટિકિટના 25 કરોડના ગ્રાન્ડ પ્રાઇઝના વિજેતાની જાહેરાત 3 મેના રોજ કરવામાં આવશે.

વધુ જુઓ ...
    કતરમાં રહેતા એક ભારતીય પ્રવાસીએ બિગ ટિકિટના સાપ્તાહિક ડ્રોમાં બમ્પર ઇનામ જીત્યું છે. ખાસ વાત એ છે કે ટિકિટ નંબર તેમના પુત્ર દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. કતરના રહેવાસી તારિક શેખે 300,000 દિરહામ (62 લાખ રૂપિયા)નું ઈનામ જીત્યું છે. તારિક શેખ ગયા વર્ષથી તેના મિત્રો સાથે દર મહિને બિગ ટિકિટ ખરીદે છે, પરંતુ આ વખતે પવિત્ર રમઝાન મહિનામાં તેનું નસીબ ચમક્યું.

    'ખલીજ ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, તારિક શેખે કહ્યું કે મારા કેટલાક મિત્રોને ખરેખર પૈસાની જરૂર હતી, તેથી આ યોગ્ય સમય છે. મારો એક મિત્ર હવે તેની બહેનના લગ્ન જે આવતા મહિને થવા જઈ રહ્યા છે તે કરાવી શકશે. તારિક આ મહિનાના સાપ્તાહિક ઇલેક્ટ્રોનિક ડ્રોના ત્રીજા વિજેતા છે. "ઈલેક્ટ્રોનિક ડ્રોના કારણે, અમે મહિનાની શરૂઆતમાં ટિકિટો ખરીદી હતી, જ્યારે ઘણીવાર અમે મહિનાના અંતમાં તે ખરીદી લેતા હતા,"

    આ પણ વાંચો -Corona Update : બેઇજિંગમાં કોરોનાથી હાહાકાર, કરોડો લોકોના અઠવાડિયામાં 3 વાર થશે ટેસ્ટ

    વિજેતા ટિકિટ નંબર 108475 છે જે તારિકના પુત્ર દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે આ વખતે ટિકિટ નંબર પસંદ કરવા માટે મારો બે વર્ષનો પુત્ર મારી સાથે હતો અને તેણે વિજેતા ટિકિટ પસંદ કરી. મારા પુત્રએ ટિકિટ પસંદ કરી તેના કારણે જ આજે હું જીત્યો છું. આ ટિકિટ બિગ ટિકિટના ડ્રમમાં પણ મૂકવામાં આવશે જે તારિકને કરોડપતિ બનવાની તક આપશે. બિગ ટિકિટના 25 કરોડના ગ્રાન્ડ પ્રાઇઝના વિજેતાની જાહેરાત 3 મેના રોજ કરવામાં આવશે.

    આ પણ વાંચો -'મક્કાના કૂવામાંથી સતત 2000 વર્ષથી નીકળે છે પાણી!' જાણો KRKના વાયરલ ટ્વીટનું સત્ય

    ફેબ્રુઆરીમાં, UAEમાં રહેતી એક ભારતીય મહિલાએ બિગ ટિકિટનું બમ્પર ઇનામ જીત્યું હતું. કેરળના ત્રિસુરની રહેવાસી લીના જેલાલે તેના 14 મિત્રો સાથે મળીને પ્રથમ વખત તેના નામે ઈનામની ટિકિટ ખરીદી હતી. મહિલાને 45 કરોડ રૂપિયાનું ભવ્ય ઇનામ લાગ્યુ હતુ. ખાસ વાત એ છે કે મહિલાએ જીતેલી રકમનો એક ભાગ દાન કરવાનો નિર્ણય લીધો હતો.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Lottery, Qatar

    આગામી સમાચાર