કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan)ના કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર હાલના સમયમાં અફરાતફરીનો માહોલ છે. એરપોર્ટની બહાર હજારોની સંખ્યામાં લોકો એવા ઈંતજારમાં ઊભા છે કે કોઈક રીતે તેમને અફઘાનિસ્તાનથી બહાર જઈ શકે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સ્થિતિ ખૂબ ખરાબ છે. અહીં લોકો બાળકો માટે દૂધ અને પાણી પણ નહીં મળતા હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધી પોતાના ઘણા નાગરિકોને સુરક્ષિત બહાર (Indian Airlifted from Afghanistan) કાઢ્યા છે, પરંતુ હજુ પણ હજારો ભારતીયો ત્યાં ફસાયેલા છે.
અફઘાનિસ્તાનની રાજધાનીમાં એરપોર્ટ (Kabul Airport)ની બહાર રાહ જોઈ એક રહેલી આવી જ એક ભારતીય મહિલાએ તેની ખરાબ સ્થિતિ અંગે વાતચીત કરી. એનડીટીવીના રિપોર્ટ મુજબ, આ મહિલાની 32 વર્ષની દીકરીએ એક અફઘાન નાગરિક સાથે લગ્ન કર્યા હતા. એરપોર્ટ પર તેમની દીકરી અને બે વર્ષના દૌહિત્ર છેલ્લા ત્રણ દિવસથી આતુરતાથી રાહ જોઈને બેઠા છે.
આ મહિલાએ જણાવ્યું કે, તેમને ત્રણ દિવસ પહેલા ભારતીય દૂતાવાસના લોકોએ કાબુલ એરપોર્ટ પર કોઈ સામાન વગર આવવા માટે કહ્યું હતું. ત્રણ દિવસ માટે તેમને એરપોર્ટની પાસે એક મેરેજ હોલમાં રાખવામાં આવ્યા અને બહાર જવાની મનાઈ ફરમાવી હતી. તેમણે જણાવ્યું કે, ગત રાત્રે લગભગ 12 વાગ્યે ફરથી એક બસમાં એરપોર્ટ લઈ જવામાં આવ્યા. તેઓ સવારે 11 વાગ્યા સુધીમાં બસમાં જ રાહ જોતા રહ્યા. બાદમાં તાલિબાની આવ્યા અને તેમાંથી લગભગ 150 લોકોને લઈ ગયા. મારા જમાઈ નજીકમાં રહે છે. તેમણે પોતાના નાના ભાઈને બોલાવ્યા અને મારી દીકરીને ત્યાંથી લઈ જવામાં સફળ રહ્યા.
દિલ્હીમાં રહેનારી તેમની માતાએ જણાવ્યું કે, એક રીતે કહીએ તો મારી દીકરી અને દૌહિત્ર છેલ્લા ત્રણ દિવસથી રસ્તા પર રઝળી રહ્યા છે. બાળકને દૂધ પણ નથી મળતું. પીવાનું પાણી પણ નહીં. હું ભારત સરકારને તેમને સુરક્ષિત પરત લાવવા માટે અનુરોધ કરું છું.
અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં ગયા વર્ષે એક 33 વર્ષની ખતેરા (Khatera)ને ગોળી મારી દેવામાં આવી હતી. પરંતુ આ હુમલામાં તે આબાદ બચી ગઈ. ખતેરાએ જણાવ્યું કે, તાલિબાનની નજરમાં મહિલાઓ માત્ર માંસના પુતળા છે, જેમાં જીવ નથી. તેમના શરીરની સાથે કંઈપ કરી શકાય છે. તેને માત્ર મારી શકાય છે. ખતેરા કહે છે, ‘તાલિબાન પોતાની ક્રૂરતા દર્શાવવા માટે પહેલા મહિલાઓ સાથે ખરાબ વર્તન કરે છે. તેમની સાથે દુષ્કર્મ ગુજારે છે. પછી મારી નાખે છે. મહિલાઓના શરીરના ટુકડા કરી કૂતરાઓને ખવડાવી દે છે. હું નસીબદાર હતી કે બચી ગઈ.’
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર