Home /News /national-international /UAEમાં ભારતીય યુવાનનું ભાગ્ય ઉઘડી ગયું! મિત્રો સાથે ખરીદેલી ટીકીટમાં લાગી 23 કરોડની લોટરી

UAEમાં ભારતીય યુવાનનું ભાગ્ય ઉઘડી ગયું! મિત્રો સાથે ખરીદેલી ટીકીટમાં લાગી 23 કરોડની લોટરી

અબુ થાહિર મોહમ્મદને શુક્રવારે અબુ ધાબીમાં ડીએચએસ12 મિલિયનની બિગ ટિકિટનો જેકપોટ લાગ્યો

રાસ અલ ખૈમા સ્થિત મોહમ્મદે ચાર મિત્રો સાથે ટિકિટ ખરીદી હતી.

ભારતમાંથી હજારો લોકો સારી તકો અને જીવનશૈલીની શોધમાં દુબઈ જાય છે. જ્યાં ઘણી વખત તેમની કિસ્મત ચમકી જતી હોય છે. આવું જ UAEમાં રહેનારા પ્રવાસી ભારતીય સાથે થયું છે. અબુ થાહિર મોહમ્મદને શુક્રવારે અબુ ધાબીમાં ડીએચએસ12 મિલિયનની બિગ ટિકિટનો જેકપોટ લાગ્યો હોવાનું જાણવા મળે છે.

ગલ્ફ ટુડેના અહેવાલો મુજબ મોહમ્મદે ગત 30 ઓગસ્ટે લોટરીની ટિકિટ ખરીદી હતી. બિગ ટિકિટ અબુધાબીએ ફેસબુક પર લખ્યું હતું કે, ભારતના અબુ થાહિર મોહમ્મદને અભિનંદન. તેણે ધ ડ્રીમ 12 મિલિયન સિરીઝ 231માં Dhs12 મિલિયનનું ઇનામ જીત્યું છે.

રાસ અલ ખૈમા સ્થિત મોહમ્મદે ચાર મિત્રો સાથે ટિકિટ ખરીદી હતી. તેનો ટીકીટ નંબર 027700 હતો. તે ઉત્તરી અમીરાતમાં તેની પત્ની, માતા અને પુત્રીઓ સાથે રહે છે અને શિપિંગ કંપનીમાં ઓપરેશન કોર્ડીંનેટરની જવાબદારી નિભાવે છે. મોહમ્મદ એક વર્ષથી વધુ સમયથી અબુ ધાબી ડ્રોમાં ભાગ લઈ રહ્યો છે. મોહમ્મદને લાગેલી રકમ ભારતીય ચલણ મુજબ 23.94 કરોડ રૂપિયા થાય છે. હવે તે ઈનામી રકમ મિત્રો સાથે શેર કરશે.

આ પણ વાંચો - ભયાનક Accident વચ્ચે ચમત્કારઃ ક્ષણમાં જ એક પરિવારના 5 લોકોના મોત, એક વર્ષની બાળકીને એક ખરોંચ પણ ન આવી

ઉલ્લેખનીય છે કે, UAEમાં સૌથી લાંબો સમય ચાલતો અને સૌથી મોટો રેફલ ડ્રો અબુ ધાબી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અલ આઈન એરપોર્ટ ખાતે અને www.bigticket.ae વેબસાઈટ પર પણ થયો હતો. હોસ્ટ રિચાર્ડે વિજેતાની જાહેરાત કરી ત્યારે જીતની ઘોષણા સાંભળીને મોહમ્મદ ખૂબ જ ઉત્સાહિત થયો હતો.

આવો જ વધુ એક કિસ્સો થોડા સમય પહેલા સામે આવ્યો હતો. જેમાં 5 વર્ષથી લોટરી જીતવાનો પ્રયાસ કરનારા સાબુ અલમીતાહ નામના ભારતીયને મિલેનિયમ મિલેનિયર સિરીઝમાં 1 મિલિયન ડોલરની લોટરી લાગી હતી. આ લોટરી 1999થી શરૂ થઈ હતી અને તેમાં 1 મિલિયન ડોલરની રકમ જીતનાર તેઓ 182માં ભારતીય હતા.

સનૂપ સુનીલનું પણ રાતો રાત નસીબ ચમકી ગયું હતુ

થોડા સમય પહેલા પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અબુ ધાબીમાં બિગ ટિકિટ રાફલ ડ્રો સિરીઝ નંબર 230નું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં, ભારતના રહેવાસી સનૂપ સુનીલનું રાતો રાત નશીબ ચમકી ગયું અને તેણે 15 મિલિયન ડોલરનો જેકપોટ (Jackpot) જીત્યો. ભારતીય રૂપિયામાં આ રકમ 30 કરોડથી વધુ થાય છે.

સુનીલે જીતેલી ટિકિટ નંબર 183947 13 જુલાઈએ ખરીદી હતી. બિગ ટિકિટના રિચાર્ડે સુનીલને ઘણી વખત ફોન કર્યો, પણ સુનીલનો ફોન આવ્યો નહીં. રિચાર્ડે સુનીલને ફોન પર કહ્યું કે, તેણે જેકપોટ જીતી લીધો છે. પરંતુ બીજી બાજુથી કોઈ જવાબ મળ્યો ન હતો. બીજા નંબરે, અબુ ધાબી નિવાસી જોહ્નસન કુંઝકુંઝે Dh1 મિલિયનનું સેકન્ડ ઇનામ જીત્યું. તેમણે 16 મી જુલાઈએ ખરીદેલી ટિકિટ નંબર 122225 પરથી જીત મેળવી છે. એ જ રીતે, 2019 માં, 28 વર્ષના ભારતીય કર્મચારીનું નશીબ પણ આજ રીતે રાતોરાત બદલાઈ ગયું હતું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Lottery, Lucky draw, UAE, અબુધાબી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन