Home /News /national-international /પાકિસ્તાનમાં ભૂખમરો જોઈ RSSને દયા આવી, 10-20 લાખ ટન ઘઉં મોકલવાની માગ કરી

પાકિસ્તાનમાં ભૂખમરો જોઈ RSSને દયા આવી, 10-20 લાખ ટન ઘઉં મોકલવાની માગ કરી

pakistan crisis

તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં લોટ 250 રૂપિયે કિલો વેચાય છે. અમને આ જોઈને દુ:ખ થાય છે. તે પણ આપણા જ દેશના લોકો છે અને ત્યાં 250 રૂપિયામાં લોટ વેચાઈ રહ્યો છે.

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સહ સરકાર્યવાહક કૃષ્ણ ગોપાલે માગ કરી છે કે, ભારતને પાકિસ્તાનમાં 10-20 લાખ ટન ઘઉ મોકલી દેવા જોઈએ. પાકિસ્તાનમાં 250 રૂપિયે કિલો લોટ વેચતા અને આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા દુશ્મન દેશને મદદ કરવાની વાત દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કરી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં રહેતા લોકો ભલે આપણને ગાળો આપતા હોય, પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે, તે પણ સુખી થાય. સંઘ સહ સરકાર્યવાહે અતીતમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની લડાઈને પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો: ભાવનગર: લગ્નના દિવસે જ દુલ્હનનું મોત, પરિવાર માથે આભ ફાટ્યો, માલધારી સમાજે દાખલો બેસાડી દુલ્હનની બહેનના લગ્ન કર્યા

તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં લોટ 250 રૂપિયે કિલો વેચાય છે. અમને આ જોઈને દુ:ખ થાય છે. તે પણ આપણા જ દેશના લોકો છે અને ત્યાં 250 રૂપિયામાં લોટ વેચાઈ રહ્યો છે. આપણે મોકલી શકીએ છીએ, ભારત 25-50 લાખ ટન ઘઉ આપી શકે છે, પણ તેઓ માગતા જ નથી. તેમણે આગળ કહ્યુ કે, ભારત પાસે સરપ્લસ ઘઉ છે, તેને આપી શકીએ. ત્યા રહેતા લોકો 70 વર્ષ પહેલા આપણી સાથે જ હતા. આ દૂર જવાનો શું લાભ છે. જો કે, ચાર પાંચ વાર પાકિસ્તાન યુદ્ધ કરાવી ચુક્યું છે. પછી તે 1948 હોય, 1965, 1971 હોય કે કારગિલ યુદ્ધ. તેમ છતાં પણ ભારતના લોકોની અંદર એ વાત આવી હશે કે, ત્યાં 250 રૂપિયે કિલો લોટ થઈ ગયો છે. તેમને ઘઉં આપી દો. 10-20 લાખ ટન ઘઉં મોકલાવી દો.


કાર્યક્રમમાં તેમણે આગળ કહ્યું કે, અમે સર્વે ભવન્તુ સુખિન:માં વિશ્વાસ કરીએ છીએ. તમામે ખુશ રહેવુ જોઈએ. દુનિયામાં ઘણી બધી અસહિષ્ણુતા છે. લગભગ એક મહિના પહેલા પાકિસ્તાનની એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો અને સો લોકોના મોત થઈ ગયા. આ નવાઈ લાગે તેવી વાત છે કે, જેણે માર્યા અને જે મર્યા તે તમામ કુરાનના અનુયાયી હતી. લડાઈ શાના વિશે હતી. અફઘાનિસ્તાન અને સીરિયાની લડાઈ લઈ લો. આખી દુનિયા અસહિષ્ણુ થઈ ગઈ છે.
First published:

Tags: India Vs Pakistan, RSS