ચીનની બેચેની! ભારતીય મીડિયા વેબસાઇટ્સ પર મૂક્યો પ્રતિબંધ, VPN પણ કર્યા બ્લૉક

News18 Gujarati
Updated: June 30, 2020, 2:06 PM IST
ચીનની બેચેની! ભારતીય મીડિયા વેબસાઇટ્સ પર મૂક્યો પ્રતિબંધ, VPN પણ કર્યા બ્લૉક
પ્રતિકાત્મક તસવીર

ચીનના સરકારી છાપા ગ્લોબલ ટાઇમ્સે આ ચેતવણી આપી છે

  • Share this:
ભારતે (India) 59 ચાયનીઝ એપ્સ (Chinese Apps Ban)ને બેન કર્યા પછી ચીન (China) પણ ભારતીય સમાચાર ચેનલો અને મીડિયા સમૂહોથી જોડાયેલી વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે. ચીનમાં આ હવે આ વેબસાઇટને જોવા માટે ભારતીય લાઇવ ટીવી એટલે કે વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) દ્વારા પણ એક્સેસ કરી શકાતું હતું તે પણ ગત 2 દિવસથી બ્લૉક કરવામાં આવ્યું છે. હાલમાં મળેલી જાણકારી મુજબ બીઝિંગના આદેશ પર ભારતીય સમાચાર વેબસાઇટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

બીઝિંગના એક ડિપ્લોમેટિક સૉર્સના કહેવા મુજબ ભારતીય ટીવી ચેનલ હવે ખાલી IP ટીવી દ્વારા જ જોઇ શકાય છે. જો કે એક્સપ્રેસ VPN પણ ચીનમાં આઇફોન અને ડેસ્ટટોપ પર ગત બે દિવસથી કામ નથી કરી રહ્યું. ઉલ્લેખનીય છે કે વીપીએન દ્વારા સેન્સર કરેલી અનેક વેબસાઇટને એક્સેસ કરી શકાય છે. જો કે તેવું કહેવાય છે કે ચીને તેને પણ બ્લૉક કરવા માટે એડવાન્સ ફાયરવૉલ બનાવી છે. જે VPN પણ બ્લૉક કરવામાં સક્ષમ છે. ચીને ખાલી ભારતીય વેબસાઇટને જ નહીં પણ BBC અને CNN જેવી ન્યૂઝ સ્ટોરીઝને પણ ફિલ્ટર કરે છે. હોંગકોંગ પ્રદર્શન સંબંધિત કોઇ પણ સ્ટોરી આ સાઇટ પર આવતા જ ઓટોમેટિક બ્લેટઆઉટમાં આવી જાય છે. અને પછી તે કંટેટ હટાવ્યા પછી જ ફરી નજરે પડે છે.

લદાખની ગલવાન વેલીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક લડાઇ સાથે જ બંને દેશો વચ્ચે સ્થિતિ હજી તણાવ ભરેલી છે. સોમવારે યુઝર્સ ડેટાની સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી મોદી સરકારે 59 ચીની એપ્સને બેન કર્યા છે. ભારતનું તર્ક છે કે આ ચાઇનીઝ એપ્સના સર્વર ભારતથી બહાર આવેલા છે. જે દ્વારા ત્યાંથી ડેટા ચારોઇ શકે છે. ત્યાં ચીની સરકારે ભલે આ મામલે કોઇ પ્રતિક્રિયા નથી આપી. પણ ચીની સરકારી મીડિયામાં ભારતના આ પગલાને અમેરિકાની નકલ સાથે જોડવામાં આવ્યું છે. આ એપ્સમાં ટિક ટૉક, યુસી બ્રાઉઝર, હેલો અને શેર ઇટ જેવા પોપ્યુલર એપ્સ પણ સામેલ છે.

વધુ વાંચો : મુંબઈને ફરીથી હચમચાવી દેવાનું કાવતરું, પાકિસ્તાનથી મળી તાજ હોટલને ઉડાવી દેવાની ધમકી

ચીનના સરકારી છાપા ગ્લોબલ ટાઇમ્સે ચેતવણી આપી છે કે એપ્સ બેન કરવાનો ભારતનો નિર્ણય તેના માટે જ નુક્શાનદાયક સાબિત થશે. તેણે કહ્યું કે આ દ્વારા ભારત ટેકનોલોજીના વિકાસમાં પાછું પડી જશે. અને ભારતીય કંપનીઓમાં ચીની રોકાણને પણ આનાથી મોટું નુક્શાન થશે.

ચીનને ભારતના આ આરોપોને ફગાવ્યા છે. જેમાં ચાઇનીજ કંપનીઓ દ્વારા ભારતીય યુઝર્સના ડેટા ચોરવાનો આરોપ લગાવ્યો છે.
First published: June 30, 2020, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading