ત્રણ દેશોની યાત્રાના છેલ્લા ચરણમાં રોમાનિયા પહોંચ્યા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

News18 Gujarati
Updated: September 19, 2018, 8:47 AM IST
ત્રણ દેશોની યાત્રાના છેલ્લા ચરણમાં રોમાનિયા પહોંચ્યા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ
ભારતીય ઉપરાષ્ટ્રપતિ વેંન્કૈયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિ એમ વેન્કેયા નાયડુ ત્રણ દેશોના પોતાના પ્રવાસના અંતિ તબક્કામાં રોમાનિયા પહોંચ્યા હતા.

  • Share this:
ઉપરાષ્ટ્રપતિ એમ વેન્કેયા નાયડુ ત્રણ દેશોના પોતાના પ્રવાસના અંતિ તબક્કામાં રોમાનિયા પહોંચ્યા હતા. અહીં રોમાનિયાઇ ઉપ વડાપ્રધાન એના બિરચેલે ભારે ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ અહીં 20 સપ્ટેમ્બર સુધી રહેશે. તેમની આ યાત્રા દક્ષિણ-પૂર્વ યુરોપીયન દેશોની સાથે ભારતના સંબંધોને મજબૂત કરવા ઉપર કેન્દ્રિત છે.

આ પહેલા ઉપરાષ્ટ્રપતિ પોતાના પ્રવાસના બીજા તબક્કામાં માલ્ટા પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિ મેરી લુઇ કોલેરિયા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂ કરવાની રીતો ઉપર વાત થઇ છે. સાથે નાયડૂમાં માલ્ટામાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી હતી. નાયડુએ કહ્યું કે, ભારત હવે સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપર કેન્દ્ર બનતું જાય છે. આ દરમિયાન માલ્ટામાં ભારતના ઉચ્ચાયોગ પણ હાજર રહ્યા હતા. છેલ્લા વર્ષે જ ભારતને માલ્ટા સ્થાયી મિશનની સ્થાપના કરવામાં આવી હતી.

સર્બિયાની સંસદમાં નેહરુને કર્યા યાદ
સર્બિયાના સંસદમાં ઉપરાષ્ટ્રપતિ નાયડુએ સહભાગી વિકાસ માટે લોકતંત્રને ઉજાગર કરતા ભારતના પહેલા વડાપ્રધાન જવાહર લાલ નહેરુને યાદ કર્યા હતા. આંતરરાષ્ટ્રિય લોકતંત્ર દિવસના પ્રસંગે નાયડુએ શનિવારે સર્બિયાની નેશનલ એસેમ્બલીના વિશેષ સત્રને સંબોધિત કર્યું હતું.

નાયડુએ સંર્બિયાના સાંસદોને સંબોધિત કરતા કહ્યું હતું કે, આપણાં સંબંધ વૈશ્વિક દ્રષ્ટીએ ગુટ નિરપેક્ષ આંદોલનનો એક મજબૂત પાયો શરૂ થયો છે. અમે સાથે મળીને ત્રીજી દુનિયા માટે એક મોટું મંચ તૈયાર કર્યું છે. વિશ્વ ભૂ- રાજનીતિમાં ફેરફારમાં આપણા માટે માત્ર આંતરીક લાભ અને બીજા સાથે સમૃદ્ધિ મેળવવા માટે મળીને કામ કરવાની તક છે.
First published: September 19, 2018, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading