પાક.નો સાથ આપવા બદલ ભારત 1 સપ્ટેમ્બરથી ચીનને આપશે મોટો ઝટકો, થશે કરોડોનું નુકસાન

તહેવારની સિઝનમાં જો તમને બજારમાં 'મેડ ઇન ચાઇના' લખેલા રમકડાં, ઇલેક્ટ્રોનિક સમાન, મોબાઇલ, વીજળીનો સમાન, સુશોભનનો સમાન વગેરે ઓછો જોવા મળે તો નવાઇ ન પામતા.

News18 Gujarati
Updated: August 30, 2019, 9:54 AM IST
પાક.નો સાથ આપવા બદલ ભારત 1 સપ્ટેમ્બરથી ચીનને આપશે મોટો ઝટકો, થશે કરોડોનું નુકસાન
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 30, 2019, 9:54 AM IST
તહેવારની સિઝનમાં જો તમને બજારમાં 'મેડ ઇન ચાઇના' લખેલા રમકડાં, ઇલેક્ટ્રોનિક સમાન, મોબાઇલ, વીજળીનો સમાન, સુશોભનનો સમાન વગેરે ઓછો જોવા મળે તો નવાઇ ન પામતા. હકીકતમાં ચીન દ્વારા આતંકવાદ અને પાકિસ્તાનને સાથ આપવાને કારણે દેશના વેપારીઓએ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

પહેલી સપ્ટેમ્બરથી ચીની વસ્તુઓનો બહિષ્કાર

ચીન દ્વારા સતત ચોથી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને ખુલ્લું સમર્થન આપવામાં આવતા દેશના વેપારીઓ ખૂબ નારાજ છે. વેપારીઓએ જાહેરાત કરી છે કે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું અભિયાન પ્રથમ સપ્ટેમ્બરથી આખા દેશમાં ચલાવવામાં આવશે. કૉન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે સરકાર પાસેથી માંગણી કરી છે કે ચીનમાંથી આયાત થતા સામાન પર વધારેમાં વધારે કર લગાવવામાં આવે તેમજ સ્થાનિક ઉદ્યોગો માટે ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવે. સંગઠને ચીનના સામાન પર 500 ટકા સુધી સીમા કર લગાવવાની સરકાર પાસેથી માંગણી કરી છે.

આ પણ વાંચો : આર્ટિકલ 370 મુદ્દે કોઈનો સાથ ન મળતા રઘવાયું થયું પાકિસ્તાન, હવે પોતાની ધરતી પર જ વિરોધ પ્રદર્શન કરશે

પ્રતિકાત્મક તસવીર


વેપારીઓનું માનવું છે કે ચીનથી આયાત કરવામાં આવતી વસ્તુઓ પર જરૂરી કર ન મળવાને કારણે દેશના રાજસ્વને મોટું નુકસાન થઈ રહ્યું છે. ચીનની વસ્તુઓની કિંમત ઓછી આંકીને તેને ભારત મોકલવામાં આવે છે, જેનાથી આવા સામાન પર કસ્ટમ ડ્યૂટી ઓછી લાગે છે. આ જ આધારે આઈજીએસટી વસૂલવામાં આવે છે. ચીનથી આયાત થતી વસ્તુઓની લેવડ અને દેવડમાં પૈસા હવાલાથી આપવામાં આવતા હોવાની પણ આશંકા છે. આના કારણે દેશના અર્થતંત્રને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. નાના તેમજ મધ્યમ ઉદ્યોગો ખૂબ પ્રભાવિત થઈ રહ્યા છે. વેપારનું સમતોલન હોવું જોઈએ એ પણ નથી. આ જ કારણે ચીન દેશમાંથી મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ ઢસડી જાય છે.
First published: August 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...