ઓસ્ટ્રેલિયાઃ ભારતીય પ્રવાસી મોબાઇલમાં રાખેલા આવા વીડિયોને કારણે પહોંચ્યો જેલ

News18 Gujarati
Updated: February 1, 2019, 10:08 AM IST
ઓસ્ટ્રેલિયાઃ ભારતીય પ્રવાસી મોબાઇલમાં રાખેલા આવા વીડિયોને કારણે પહોંચ્યો જેલ
પ્રતિકાત્ક તસવીર

ઓસ્ટ્રેલિયન એસોસિએટ પ્રેસના જણાવ્યા પ્રમાણે 32 વર્ષીય મનપ્રીત સિંઘને સજા પૂરી થયા બાદ ભારત પરત મોકલી દેવામાં આવશે.

  • Share this:
મેલબોર્ન : ફોનમાં "ચાઇલ્ડ પોર્ન"ના વીડિયો તેમજ અન્ય અશ્લીલ સામગ્રી હોવાના ગુનામાં ઓસ્ટ્રેલિયન કોર્ટે એક ભારતીય પ્રવાસીને બે મહિનાની જેલની સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વ્યક્તિને ગુરુવારે સજા ફટકારવામાં આવી હતી.

AAP (ઓસ્ટ્રેલિયન એસોસિએટ પ્રેસ)ના જણાવ્યા પ્રમાણે 32 વર્ષીય મનપ્રીત સિંઘને સજા પૂરી થયા બાદ ભારત પરત મોકલી દેવામાં આવશે.

મનપ્રીત સિંઘ શનિવારે કુઆલાલુમ્પુરથી પર્થ ગયો હતો. બેગેજ સર્ચ દરમિયાન તેના ફોનની તપાસ કરવામાં આવી હતી, આ દરમિયાન તેના ફોનમાંથી હેવાનિયભર્યા તેમજ ધ્રુણાસ્પદ હોય એવા કુલ નવ વીડિયો મળી આવ્યા હતા. મનપ્રીત સિંઘના બે મોબાઇલ ફોનમાં આ વીડિયો રાખવામાં આવ્યા હતા.

બાદમાં મનપ્રીત સિંઘને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેના પ્રવાસી વિઝા રદ કરી દેવામાં આવ્યા હતા. પોલીસને પૂછપરછ દરમિયાન મનપ્રીત સિંઘે જણાવ્યું હતું કે તે જાણતો હતો કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ભારત અને ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધિત છે. પરંતુ તેની પાસે જે વીડિયો હતા તે આ કેટેગરીમાં આવે છે તેની તેને ખબર ન હતી.

આ પણ વાંચો : ઇમિગ્રેશન નિયમોના ભંગ બદલ અમેરિકામાં 600 ભારતીય સ્ટૂડન્ટ્સની ધરપકડ

મનપ્રીત સિંઘ સામે પર્થ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કાર્યવાહી ચાલી હતી, ગુરુવારે કોર્ટે તેને બે મહિનાની સજા સંભળાવી હતી.કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મનપ્રીત ઓસ્ટ્રેલિયા આવ્યો તે પહેલા તેના ફોનમાં આવા ઘણા વીડિયો હતો, જે તેણે ડિલિટ કરી નાખ્યા હતા.

મનપ્રીતનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવાથી તેમજ તપાસ દરમિયાન તેણે પૂર્ણ સહકાર આપ્યો હોવાથી જજે તેને સાત મહિનાની જેલની સજા તેમજ 500 ડોલરનો દંડ ફટકાર્યો હતો. જોકે, મનપ્રીતે ફક્ત બે મહિના જ જેલમાં વિતાવવા પડશે. બાકીના પાંચ મહિના માટે તે 1000 ડોલરનો દંડ ભરી શકે છે. ભારત પરત મોકલતા પહેલા ઇમિગ્રેશન વિભાગ તરફથી તેની પૂછપરછ કરવામાં આવશે.
First published: February 1, 2019, 8:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading