Home /News /national-international /VIDEO: બ્રિટનમાં ખાલિસ્તાનીઓએ કર્યું ભારતીય તિરંગાનું અપમાન, દિલ્હીમાં બ્રિટિશ રાજદૂતને હાજર કર્યાં

VIDEO: બ્રિટનમાં ખાલિસ્તાનીઓએ કર્યું ભારતીય તિરંગાનું અપમાન, દિલ્હીમાં બ્રિટિશ રાજદૂતને હાજર કર્યાં

ખાલિસ્તાનીઓએ બ્રિટનમાં કર્યું ભારતનું અપમાન

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, લંડનમાં ભારતીય હાઈકમિશન વિરુદ્ધ અલગાવવાદી અને ચરમપંથી તત્વો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર ભારતે વિરોધ વ્યક્ત કર્યો છે.

નવી દિલ્હી: બ્રિટેનમાં એક વિરોધ પ્રદર્શન દરમ્યાન અમુક ખાલિસ્તાનીઓએ રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કર્યું છે. લંડનમાં આવેલ ભારતીય હાઈકમિશનમાં ખૂબ હોબાળો કર્યો. આ દરમ્યાન તિરંગાને નીચે ઉતારી લેવામાં આવ્યો. તેને લઈને ભારત સરકારે દિલ્હીમાં બ્રિટિશ હાઈકમાન્ડને હાજર કર્યા છે. ભારતે આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપતા વાંધો ઉઠાવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: રાજસ્થાનના આ ખેડૂતો થઈ ગયા માલામાલ, એક વર્ષમાં લઈ રહ્યા છે 4 પાક

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, લંડનમાં ભારતીય હાઈકમિશન વિરુદ્ધ અલગાવવાદી અને ચરમપંથી તત્વો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર ભારતે વિરોધ વ્યક્ત કર્યો છે. તેના પર પ્રતિક્રિયા આપવા માટે દિલ્હીમાં બ્રિટિશ રાજદૂતને હાજર કર્યા છે. વિરોધ નોંધવાતા વિદેશ મંત્રાલયે પુછ્યું કે, ભારતીય હાઈકમિશન પરિસરમાં ખાલિસ્તાની તત્વોનો પ્રવેશ કરવાની મંજૂરી કોણે આપી.


બ્રિટિશ સરાકરની ઉદાસિનતા સ્વીકાર નહીં કરાય


મંત્રાલયએ પુછ્યું કે, કેવી રીતે આટલી સંખ્યામાં પરિસરમાં લોકો અંદર ઘૂસી આવ્યા. તેનો અર્થ એવો થાય છે કે, ત્યાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા જ નથી. તેને નજરઅંદાજ કરવામાં આવ્યું. વિદેશ મંત્રાલયે આગળ કહ્યું કે, બ્રિટેનમાં ભારતીય રાજદૂત પરિસરમાં અને કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે બ્રિટિશ સરાકરની ઉદાસિનતા ભારતને સ્વીકાર્ય નથી.


એલેક્સ એલિસે ઘટનાની ટીકા કરી


ભારતમાં બ્રિટનના હાઈ કમિશ્નર એલેક્સ એલિસે આ ઘટનાની આકરી ટીકા કરી છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, હું લંડન સ્થિત ભારતીય હાઈકમિશન પરિસર અને ત્યાંના લોકો વિરુદ્ધ આજે ઘૃણિત કૃત્યોની ટીકા કરુ છું. આ એકદમથી અસ્વીકાર્ય છે.
First published:

Tags: India Vs Britain