અમેરિકામાં ગોઝારા માર્ગ અકસ્માતમાં 3 ભારતીય વિદ્યાર્થીઓનાં મોત, 4 ઘાયલ
અમેરીકામાં અકસ્માત
INDIAN STUDENTS KILLED IN US: અમેરિકામાં પશ્ચિમ મેસેચ્યુસેટ્સમાંએક ગોઝારા અકસ્માતમા 3 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. તેઓ કારમાં મુસાફરી કરી રહ્યા હતા એ દરમિયાન અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અમેરિકામાં એક ગોઝારા અકસ્માતમા 3 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. પશ્ચિમ મેસેચ્યુસેટ્સમાં ત્રણ વિદ્યાર્થીઓ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આ છાત્રોની કાર અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં તેમણે જીવલેણ ઇજાઓ પહોંચી હતી અને તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. મૃત્યુ પામનાર છાત્રો તેલંગણા અને આંધ્રપ્રદેશના હોવાનું જાણવા મળે છે. આ બનાવમાં ઇજાગ્રસ્તોનેસારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
3 ભારતીય વિદ્યાર્થીઓના મોત
બર્કશાયર ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસે ગુરુવારે આ ઘટના બાબતે નિવેદનમાં જણાવ્યું હતું કે, અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીઓ પ્રેમ કુમાર રેડ્ડી ગોડા (ઉંવ 27), પાવાની ગુલ્લાપલ્લી (ઉંવ 22 )અને સાઈ નરસિમ્હા પટામસેટ્ટી (ઉંવ 22) ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
મીની વાનમાં આઠ વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા. ત્રણ વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્યને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમેરિકાની ઇન્ટરનેશનલ કોલેજના વિદ્યાર્થીઓ
આ બનાવ અંગે વધુ વિગતો મુજબ, લગભગ સવારે 5:30 વાગ્યે નોર્થ તરફ જતી કાર અને સાઉથ તરફ જતી કાર અથડાઈ હતી. બીજી કારમાં સવાર અન્ય ચાર વ્યકિતઓ 23 વર્ષીય મનોજ રેડ્ડી ડોંડા, 22 વર્ષીય શ્રીધર રેડ્ડી ચિન્થાકુંતા, 23 વર્ષીય વિજિત રેડ્ડી ગુમ્માલા અને 22 વર્ષીય હિમા ઈશ્વર્યા સિદ્દીરેડ્ડીને બર્કશાયર મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા.
તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, તે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની ઇન્ટરનેશનલ કોલેજના વિદ્યાર્થીઓ છે. છાત્રો યુનિવર્સિટી ઓફ ન્યુ હેવનમાં અને સેક્રેડ હાર્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
વિદ્યાર્થીઓની કાર સાથે અથડાયેલી અન્ય કારના ડ્રાઇવર 46 વર્ષીય આર્માન્ડો બૌટિસ્ટા-ક્રુઝને સારવાર માટે ફેરવ્યુ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.
સ્ટેટ પોલીસ ડિટેક્ટીવ યુનિટે મૃતકોના પરિવારના સભ્યો અને નિયુક્તિઓ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા ન્યૂયોર્કને આ ઘટના તથા મૃતકો વિશે જાણ કરી હતી.
મૃતકોના પરિવારજનોએ કેન્દ્ર અને રાજ્યોની સરકારોને મૃતદેહો પરત લાવવામાં મદદ કરવા અપીલ કરી છે.
શેફિલ્ડ પોલીસ ડિપાર્ટમેન્ટ અને બર્કશાયર ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસને સોંપવામાં આવેલ સ્ટેટમેન્ટ અનુસાર પોલીસ ડિટેક્ટીવ યુનિટ આ રોડ એક્સીડેન્ટ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને વિનંતી કરી છે કે આ ઘટના વિશે માહિતી ધરાવનાર કોઈપણ વ્યક્તિ સત્તાવાળાઓનો સંપર્ક કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર