indian students: ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, અભ્યાસ માટે ચીન પરત ફરવાની મળી મંજૂરી
indian students: ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, અભ્યાસ માટે ચીન પરત ફરવાની મળી મંજૂરી
ચીનના ભારતીય દુતાવાસે (Indian Embassy)શુક્રવારે આ જાણકારી આપી છે
Indian students return to China - ભારત ચીનમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા 23,000થી વધારે ભારતીય વિદ્યાર્થીઓને પરત ફરવાની મંજૂરી આપવા માટે દબાણ બનાવી રહ્યું હતું
બીજિંગ : બે વર્ષ કરતા વધારે સમય પછી ચીને (china)કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને (indian students)અભ્યાસ માટે પરત ફરવાની મંજૂરી આપી છે અને આ માટે વિદ્યાર્થીઓ પાસે ફોર્મમાં જરૂરી જાણકારી માંગવામાં આવી છે. ચીનના ભારતીય દુતાવાસે (Indian Embassy)શુક્રવારે આ જાણકારી આપી છે. ભારતીય દુતાવાસે કહ્યું કે 25 માર્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી ની સાથે ભારતના વિદેશ મંત્રી ડો. એસ જયશંકરની (Foreign Minister Dr. S. Jaishankar)બેઠક પછી ચીની પક્ષે ચીનમાં ભારતીય વિદ્યાર્થીઓની વાપસીની સુવિધા પર વિચાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને વિદ્યાર્થીઓને 8 મે સુધી ફોર્મ ભરીને જાણકારી પ્રદાન કરવાની વિનંતી કરી છે.
ભારત ચીનમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા 23,000થી વધારે ભારતીય વિદ્યાર્થીઓને પરત ફરવાની મંજૂરી આપવા માટે દબાણ બનાવી રહ્યું હતું. આ પ્રયત્નમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ગત મહિને પોતાના ચીની સમકક્ષ વાંગ યી ના દિલ્હી પ્રવાસ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના અલગ-અલગ ચીનની કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે.
ફેબ્રુઆરીમાં વિદ્યાર્થીઓની વાપસી પર ચીને ભારતને વાયદો કર્યો હતો
આ પહેલા ફેબ્રુઆરીમાં પણ ચીને કોવિડ-19 મહામારીને લઇને પોતાના સખત વીઝા પ્રતિબંધોના કારણે સ્વદેશમાં ફસાયેલા 23,000થી વધારે ભારતીય વિદ્યાર્થીઓની જલ્દી વાપસી માટે કામ કરવાનો ભારતને વાયદો કર્યો હતો. આ સાથે ચીને ભારતને આશ્વત કર્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ સાથે કોઇપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં કારણ કે તેમનો અભ્યાસ ફરીથી શરુ કરાવવો કોઇ રાજનીતિક મુદ્દો નથી.
કોરોનાને રોકવા માટે ચીને લગાવ્યો છે યાત્રા પ્રતિબંધ
ચીનના શહેર વુહાનમાં 2019માં ફેલાયેલી કોરોના મહામારીના પ્રચારને રોકવા માટે લગાવેલા પ્રતિબંધોના કારણે ચીનની યુનિવર્સિટીમાં ભણતા ભારત અને અન્ય દેશના હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ગત વર્ષે માર્ચથી ચીન પરત ફરી શક્યા નથી. ચીનમાં અભ્યાસ કરી રહેલા હજારો વિદેશી વિદ્યાર્થીઓની વાપસી એક વિવાદાસ્પદ મુદ્દો બની ગયો છે. કારણ કે બીજિંગે પોતાની સખત કોવિડ નીતિના કારણે વિદ્યાર્થીઓને વીઝા આપવાથી ના પાડી દીધી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર