Home /News /national-international /

Russia Ukraine News: રશિયા યુક્રેન બોમ્બ વિસ્ફોટમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, વિદેશ મંત્રાલયે કરી પુષ્ટિ

Russia Ukraine News: રશિયા યુક્રેન બોમ્બ વિસ્ફોટમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, વિદેશ મંત્રાલયે કરી પુષ્ટિ

Russia Ukraine: આ વિદ્યાર્થી કર્ણાટક રાજ્યનો છે અને યુક્રેનના ખાર્કિવમાં થયેલા ફાયરિંગમાં તેનું મોત થયું છે.

Russia Ukraine: આ વિદ્યાર્થી કર્ણાટક રાજ્યનો છે અને યુક્રેનના ખાર્કિવમાં થયેલા ફાયરિંગમાં તેનું મોત થયું છે.

    Russia Ukraine War: રશિયા યુક્રેન સંઘર્ષમાં એક ભારતીય વિદ્યાર્થીએ (India student death in ukraine) જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુક્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, આ વિદ્યાર્થી કર્ણાટક રાજ્યનો છે અને યુક્રેનના ખાર્કિવમાં થયેલા ફાયરિંગમાં તેનું મોત થયું છે.

    રશિયા યુક્રેન યુદ્ધનો છઠ્ઠો દિવસ

    નોંધનીય છે કે, યુક્રેન અને રશિયાનું યુદ્ધ મંગળવારે છઠ્ઠા દિવસમાં પ્રવેસ્યો છે. બંને દેશો વચ્ચે ગઈકાલની મંત્રણા નિષ્ફળ ગયા બાદ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ અને અન્ય મોટા શહેર ખાર્કિવમાં તોપમારો વધાર્યો છે. ખાર્કિવમાં આજે આ હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, "ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે, આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થી માર્યો ગયો છે. મંત્રાલય તેના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ."



    યુક્રેનના 70 સૈનિકો માર્યા

    બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, રશિયન દળોએ યુક્રેનની રાજધાની કીવના ઉત્તરી ભાગ, અન્ય શહેર ખાર્કિવ અને ચેર્નિહિવમાં હુમલા તેજ કર્યા છે અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં તોપોનો ગોળીબાર કરી રહ્યા છે. રશિયન હુમલામાં યુક્રેનના 70 સૈનિકો માર્યા ગયા છે.

    રશિયન હુમલા બાદ પાંચ દિવસમાં લગભગ 3.5 મિલિયન યુક્રેનિયન શરણાર્થીઓએ પાડોશી પોલેન્ડમાં આશ્રય લીધો છે. પોલેન્ડના નાયબ ગૃહ પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે, રશિયન આક્રમણ બાદથી લગભગ 350,000 લોકો યુક્રેનથી પોલેન્ડમાં પ્રવેશ્યા છે.



    યુક્રેનમાં ભારતીયો માટે એડવાઇઝરી

    યુક્રેનમાં હાજર ભારતીય દુતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે, ટ્રેન કે પછી જે પણ ટ્રાન્સપોર્ટનાં સાધન મળે તેમાં બેસીને કીવથી આજે જ ભારતીયો નીકળી જાય. રશિયન સેના ઝડપથી કીવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કીવ પર કબ્જો કરવા માટે રશિયા તરફથી ખુબજ મોટો મિલિટ્રી કાફલો મોકલવામાં આવ્યો છે.

    રશિયાને 40 મીલ (64 કિલોમીટર) લાંબો કાફિલો કીવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયા હુમલા બાદથી અત્યાર સુધી યુક્રેનમાં મોકલવામાં આવેલી આ સૌથી મોટી મિલિટ્રી ફોર્સ છે. આ પહેલાં સુધી જે કાફિલો મોકલવામાં આવ્યો હતો તેની સાઇઝ 3 મીલ હતી. (વધુ માહિતી માટે અહીં ક્લિક કરો. )
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Russia ukrain crisis, Russia Ukraine, Russia ukraine news, Russia ukraine war, દેશવિદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन