Home /News /national-international /

Smart Village: ભારતનું એવું ગામ જે સરકારને વીજળી વેચે છે, સ્માર્ટ વિલેજ બનવાની રસપ્રદ કહાની

Smart Village: ભારતનું એવું ગામ જે સરકારને વીજળી વેચે છે, સ્માર્ટ વિલેજ બનવાની રસપ્રદ કહાની

સરકારી યોજનાઓને કેવી રીતે લાગુ કરવી આ ગામ પાસેથી શીખવા જેવું છે.

તમિલનાડુ (Tamil Nadu)ના કોઈમ્બતુર જિલ્લાના મેટ્ટપાલયમ તાલુકામાં આવેલું ઓદંથુરાઈ ગામ (Odanthurai Village) માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં શ્રેષ્ઠ સ્માર્ટ ગામો (Smart Village)માંનું એક છે.

    તમિલનાડુ (Tamil Nadu)ના કોઈમ્બતુર જિલ્લાના મેટ્ટપાલયમ તાલુકામાં આવેલું ઓદંથુરાઈ ગામ (Odanthurai Village) માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં શ્રેષ્ઠ સ્માર્ટ ગામો (Smart Village)માંનું એક છે. ઓદંથુરાઈ અન્ય ભારતીય ગામડાઓ માફક ખરાબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, યોગ્ય શૌચાલયનો અભાવ, પાવર આઉટેજ અને પીવાના શુદ્ધ પાણીની અછત ધરાવતું ગામ હતું. પરિવર્તનની શરૂઆત વર્ષ 1996માં થઈ જ્યારે આર. શનમુગમ (R. Shanugam) પંચાયત પ્રમુખ બન્યા. શનમુગમ એ સુનિશ્ચિત કર્યું કે સરકાર દ્વારા આપવામાં આવતા ભંડોળનો ગ્રામીણ વિકાસ માટે યોગ્ય રીતે ઉપયોગ થાય છે.

    આવી રીતે બન્યું સ્માર્ટ વિલેજ

    આર. શનમુગમનું મુખ્ય ધ્યેય ગામની પાયાની જરૂરિયાતો જેમ કે કોંક્રીટના ઘરો, ચોખ્ખું પાણી, શૌચાલય, વીજળી, રસ્તા વગેરેને પૂર્ણ કરવાનું હતું. આ મૂળભૂત જરૂરિયાતો પર કામ કર્યા પછી શનમુગમ પાસે પંચાયત બચતમાં હજુ પણ 40 લાખ રૂપિયા બાકી હતા. બાકીના પૈસા વાપરીને તેમણે પવનચક્કી સ્થાપવાનું વિચાર્યું. પવનચક્કીનો ખર્ચ 1.5 કરોડ હતો. શનમુગમે બાકીની રકમ માટે લોન લીધી અને પવનચક્કી લગાવી. આખી લોન 2017માં ચૂકવવામાં આવી હતી અને હવે આ ગામ તમિલનાડુ વિદ્યુત બોર્ડને વીજળી વેચી રહ્યું છે અને નફો કરી રહ્યું છે.

    આ ગામ તમિલનાડુ વીજળી બોર્ડથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. અહીં 25 ટકા વીજળી સૌર પેનલ્સમાંથી આવે છે અને બાકીની પવનચક્કીઓમાંથી આવે છે.

    આ પણ વાંચો- પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન શા માટે પીએમ નરેન્દ્ર મોદી સાથે ટીવી ડિબેટ કરવા માંગે છે?

    આખરે શા માટે ઓદંથુરઇને સ્માર્ટ વિલેજ કહેવામાં આવે છે.

    આ ગામમાં કોઈ બેઘર નથી. બધા ગામવાસીઓનું પોતાનું ઘર છે. ગ્રામ પંચાયતે ગ્રામજનો અને કેટલાક આદિવાસીઓ માટે 850 મકાનો બાંધ્યા છે. આટલું જ નહીં આ ભારતનું પહેલું એવું ગામ બન્યું કે જ્યાં કોઈ ખુલ્લામાં શૌચ કરતું નથી. અહીં દરેક ઘરમાં શૌચાલય છે. તેમજ ગ્રામજનો પણ વેરો ભરવામાં પાછળ નથી.

    આ પણ વાંચો- VIDEO: આ રિયલ લાઇફ હીરો સામે સુપરહીરો પણ ફેલ, જુઓ કેવી રીતે બચાવ્યો માસુમ બાળકનો જીવ

    યોજનાઓનું યોગ્ય અમલીકરણ

    અહી ગ્રામ પંચાયતો સરકારની યોજનાઓનો નિષ્ઠાપૂર્વક અમલ કરે છે. વ્યક્તિગત વિકાસ યોજના, દરેક ઘરને આત્મનિર્ભર બનાવવા માટે પશુઓ આપવામાં આવે છે. ગ્રામ પંચાયતે દૂધના વેચાણ માટે દૂધ વિભાગ સાથે જોડાણ કર્યું છે. જો આપણે શુદ્ધ પાણીની વાત કરીએ તો, વર્ષ 1999 માં ગામમાં એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી, જેના કારણે દરેક ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી અવિરતપણે પૂરું પાડવામાં આવે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Tamilnadu, આદર્શ ગામ, સ્માર્ટ સિટી

    આગામી સમાચાર