બ્રિટનમાં ભારતીય શિખ ડ્રાઈવરને તાલીબાની બતાવ્યો, પગડી ઉછાળી અને ઢોર મારમાર્યો

News18 Gujarati
Updated: September 23, 2020, 6:49 PM IST
બ્રિટનમાં ભારતીય શિખ ડ્રાઈવરને તાલીબાની બતાવ્યો, પગડી ઉછાળી અને ઢોર મારમાર્યો
ત્રીજાએ તેની પાગડી ઉતારવાની કોશિશ કરી. વિનિતે કહ્યું આ એક ખુબ ખરાબ અનુભવ છે અને હું એક ધાર્મિક વ્યક્તિ છુ અને મારી પગડી મારા માટે સન્માનનો વિષય છે.

ત્રીજાએ તેની પાગડી ઉતારવાની કોશિશ કરી. વિનિતે કહ્યું આ એક ખુબ ખરાબ અનુભવ છે અને હું એક ધાર્મિક વ્યક્તિ છુ અને મારી પગડી મારા માટે સન્માનનો વિષય છે.

  • Share this:
લંડન : ભારતમાં જન્મેલા શિખ ટેક્સી ડ્રાઈવરને બ્રિટનમાં ચાર લોકોએ તેને તાલીબાની હોવાની શંકામાં મારમાર્યો. 41 વર્ષિય વિનિત સિંહે રવિવારે રાત્રે દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં રીડિંગ શહેરના ગ્રોસવેનર કેસીનોથી ચાર લોકોને પોતાની ટેક્સીમાં બેસાડ્યા. બેઠા બાદ તે લોકોએ તેને પુછ્યુ તુ તાલીબાની છે? ત્યારબાદ યાત્રિઓના શારીરિક શોષણનો શિકાર થવું પડ્યું. આ ઘટનાની ફરિયાદ બાદ બ્રિટન પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

પગડી ઉતારવાની કોશિશ કરી

વિનિત સિંહે જણાવ્યું કે, ચારે યાત્રી ગોરા હતા. તે જ્યારે ગાડી ચલાવી રહ્યા હતા તો તેમાંથી એક યાત્રીએ તેને થપ્પડ મારી જ્યારે બીજાએ તેની સીટ પાછળ લાત મારી અને તેને ધક્કો માર્યો. ત્રીજાએ તેની પાગડી ઉતારવાની કોશિશ કરી. વિનિતે કહ્યું આ એક ખુબ ખરાબ અનુભવ છે અને હું એક ધાર્મિક વ્યક્તિ છુ અને મારી પગડી મારા માટે સન્માનનો વિષય છે.

તેણે કહ્યું કે, તેણે પગડીના ધાર્મિક મહત્વને સમજાવવાની કોશિશ પણ કરી, અને તેમને પગડીને મના અડવા માટે આગ્રહ પણ કર્યો. આ ઘટનાથી દુખી વિનતને એ વાત પર વિશ્વાસ છે છે કે, આ હુમલો ના માત્ર નસ્લવાદથી પ્રેરિત હતો પરંતુ ચારે યાત્રી ધૃણાથી ભરપુર હતા.

આ પણ વાંચોસુરત: દુકાન માલીક અને ભાડુઆત વચ્ચે મારમારી, થયો એસિડ એટેક, 6 લોકો ઘાયલ

વિનીત મૂળ રીતે સંગીત શિક્ષક છેપોતાની પત્ની અને બાળકો સાથે ટાઈલહર્સ્ટમાં રહેતા વિનીત સિંહ વર્કશાયરના સ્લોફમાં એક સ્કૂલમાં એક સંગીત શિક્ષક તરીકે કામ કરતા હતા. કોરોના વાયરસ મહામારીના કારણે તેમની સંગીતની નોકરી છૂટી ગઈ. આ કારણથી તેમણે ઘર ચલાવવા માટે ટેક્સી ચલાવવાનો વ્યવસાય શરૂ કરવો પડ્યો.

વિનીત સિંહે કહ્યું કે, આ ભયાનક અનુભવ બાદ તે હવે નાઈટ શિફ્ટમાં ટેક્સી નહીં ચલાવે. તે હજુ ડરેલા છે. તેમણે કહ્યું કે, ચારે યાત્રી ટેક્સીમાં સવાર થવા સમયે સારૂ વર્તન કરી રહ્યા હતા. પરંતુ, ધીરે-ધીરે તે નસ્લવાદના રંગમાં રંગાતા ગયા અને તેમનો વ્યવહાર હિંસક થતો ગયો.
Published by: kiran mehta
First published: September 23, 2020, 6:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading