લંડન. ક્રિસમસ પર બ્રિટનના (UK Royal Family) મહારાણી એલિઝાબેથ દ્વિતીયની (Queen Elizabeth-II) હત્યા કરવા માટે એક શીખ મહારાણીના મહેલમાં (Windsor Castle) ઘૂસી ગયો. રિપોર્ટ મુજબ, એ માણસ વર્ષ 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડનો (Jallianwala massacre) બદલો લેવા માટે મહારાણીની હત્યા કરવા માગતો હતો. પોલીસે આરોપીની હથિયાર સહિત ધરપકડ કરી લીધી છે. બ્રિટિશ મીડિયા મુજબ, 19 વર્ષના આ યુવકનું નામ જસવંત સિંહ ચેઇલ (Jaswant Singh Chail) છે. ક્રિસમસના દિવસે બનેલી આ ઘટનાની જાણકારી સોમવારે સામે આવી છે.
વિડીયોને 19 વર્ષીય ચેઇલના સ્નેપચેટ અકાઉન્ટમાંથી મિત્રોને મોકલવામાં આવ્યો હતો. વિડીયો મોકલ્યાના 24 મિનિટ પહેલા ક્રિસમસના દિવસે સવારે પોલીસે તેની ધરપકડ કરી હતી. તે મહેલના મેદાનની અંદર રાણીના ખાનગી એપાર્ટમેન્ટથી ફક્ત 500 મીટર દૂર હતો. જૈસના નામથી ઓળખાતા જસવંત સિંહ ચેઇલે રસ્સીની સીડીથી તીક્ષ્ણ વાડને પાર કરીને કાસલમાં એન્ટ્રી કરી હતી. આ દરમ્યાન તે તીર વાળા હથિયારથી સજ્જ હતો. વિડીયોમાં દેખાતા વ્યક્તિએ ચમકદાર કાળા રંગનું હથિયાર પોતાના હાથમાં લીધું છે અને કેમેરામાં જોઈને બોલી રહ્યો છે. આ દરમ્યાન તેનો અવાજ એકદમ તૂટેલો લાગે છે.
વિડીયોમાં આપ્યો આ મેસેજ
ક્રિસમસના દિવસે સોશિયલ મીડિયા પર અપલોડ થયેલા વિડીયોમાં આરોપીએ કહ્યું- ‘મેં જે કર્યું છે અને જે કરીશ એ માટે મને અફસોસ છે. હું રોયલ ફેમિલીના મહારાણી એલિઝાબેથને મારવાનો પ્રયત્ન કરીશ. આ એ લોકોનો બદલો છે જે 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં માર્યા ગયા હતા. આ એ લોકોનો પણ બદલો છે, જેમને એમની જાતિને લીધે મારવામાં અથવા અપમાનિત કરવામાં આવ્યા હતા. હું એક ભારતીય શીખ છું, ‘એક સિથ’. મારું નામ જસવંત સિંહ ચેઇલ હતું, હવે મારું નામ ડાર્થ જોન્સ છે.’
સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું કે વિડીયોની તપાસ થઈ રહી છે. મહારાણીને મારવા માટે આરોપી અજીબ હુડી અને માસ્ક લગાવીને મહેલમાં ઘૂસ્યો હતો. CCTV ફૂટેજમાં તે દીવાલ પર ચડતા જોવા મળ્યો. તેના હાથમાં ધનુષ પણ હતું. પોલીસે આરોપીની મેન્ટલ હેલ્થ એક્ટ હેઠળ ધરપકડ કરી છે.
વિડીયોમાં આરોપીએ જે માસ્ક પહેર્યું છે તે હોલિવૂડ મૂવી સ્ટાર વોર્સથી (Star Wars) પ્રેરિત છે. ‘સિથ’ આ મૂવીનું વિલન કેરેક્ટર છે. સિથની જેમ ‘ડાર્થ જોન્સ’ પણ આ ફિલ્મથી જોડાયેલો છે. ચેઇલના વિડીયોના બેકગ્રાઉન્ડમાં સ્ટાર વોર્સ કેરેક્ટર ડાર્થ માલગસનો ફોટો હતો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર