નવી દિલ્હી : કોવિડ-19 (Covid-19)સામે મંજૂરી મેળવનાર પહેલી DNA વેક્સિન ZyCoV-Dએ વૈજ્ઞાનિકોમાં આશાની કિરણ જગાવી છે. કોરોના બાદ હવે ડેંન્ગ્યૂ (Dengue)સામે જંગમાં પણ DNA વેક્સિનનો (DNA Vaccine)ઉપયોગ કરવા અંગે વિચાર કરાઇ રહ્યો છે. અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તકનીકનો ઉપયોગ ડેંન્ગ્યૂ જેવી અન્ય બીમારીઓ માટે પણ કરી શકાય છે. DNA વેક્સિનને બનાવવી અને સ્ટોર કરવી સરળ હોવાનું માનવામાં છે. વૈશ્વિક સ્તરે જોઇએ તો ડેંન્ગ્યૂ સામે પાંચ વેક્સિન (Dengue Vaccine)પર કામ ચાલું છે. ભારતમાં એક વખત વેક્સિન તૈયાર થયા બાદ તે અન્ય પાડોશી દેશો માટે પણ મદદરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રએ 11 રાજ્યોમાં ડેંન્ગ્યૂની સ્થિતિને લઇને ચેતવણી જાહેર કરી છે. ત્યારે આ આશાનું કિરણ ત્યારે સામે આવ્યું છે.
રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેક્નોલોજી (તિરુવનંતપુરમ)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. ઇશ્વરન શ્રીકુમારે જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે વાયરસના ચાર સીરોટાઇપ છે અને સીરોટાઇપની અંદર પણ જેનેટિક વિવિધતા છે. 6 ટકાથી વધુ અંતરવાળા કોઇ પણ સિકવન્સને અલગ જીનોટાઇપ માનવામાં આવે છે. તેથી ટીમે જીનોટાઇપમાં પણ સમાન હોય તેવી સિકવન્સ બનાવી છે.
DNA વેક્સિન પ્લેટફોર્મ દ્વારા જેનેટિક મટિરિયલના ટુકડા મેળવવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ વેક્સિન તૈયાર કરવામાં કરી શકાતો હતો. સાથે જ સંશોધકોએ ડેંગ્યૂના કેસોનો સામનો કરી રહેલા દેશના 4 ભાગોમાંથી વાયરસ સીક્વેસિંગનો સહારો લેવાયો હતો. ડેંગ્યુ ફેલાવનારા વાયરસ ચાર પ્રકારના હોય છે (DEN-1, DEN-2, DEN-3, and DEN-4) , જેને ચાર અલગ-અલગ વાયરલ એન્ટીજન્સ હોય છે. ડેંન્ગ્યૂ સીરોટાઇપ-2 વાયરસમાં ડેંન્ગ્યૂ તાવ પેદા કરવાની ક્ષમતા હોય છે અને તેને દક્ષિણ-પૂર્વ એશિયાઇ જીનોટાઇપ સાથે સંબંધિત ગણાવવામાં આવ્યા છે. સંશોધકોએ વાયરસના તમામ સીરોટાઇપ્સમાંથી EDII નામનો ભાગ પસંદ કર્યો, જેને સૌથી જરૂરી વાયરલ પ્રોટીન માનવામાં આવે છે.
આ સાથે નિષ્ણાંતોએ DENV2 સીરોટાઇપમાંથી NS1 પ્રોટીન પસંદ કર્યુ છે. આ પ્રોટીન ડેંન્ગ્યૂના ગંભીર કેસો માટે જવાબદાર માનવામાં આવે છે. જેમાં આંતરિક રૂપે લોહી નીકળવું અને બ્લડ પ્રેશરમાં ઘટાડો થવો વગેરે સામેલ છે. બેંગલુરૂ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં પ્રોજેક્ટ લીડ અને વૈજ્ઞાનિક ડોક્ટર અંકુર શંકરદાસે જણાવ્યું કે, પારંપરિક રસીમાં સંપૂર્ણ એન્વલપ પ્રોટીનનો ઉપયોગ કરવામાં આવે છે. જે એન્ટિબોડી ડિપેન્ડેન્ટ એન્હેસમેન્ટનું કારણ બની શકે છે. અત્યાર સુધીમાં DNA વેક્સિન સારી ઇમ્યૂનીટી તૈયાર કરવામાં સફળ નહોતી નીવડી, પંરતુ ZyCoV-D ની સાથે અમારી પાસે અસરકારક DNA વેક્સિન છે. તે નિર્માણમાં આવતા ખર્ચ ઘટાડી શકે છે. એક વર્ષ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 4 ડિગ્રી પર સુરક્ષિત રહે છે.
ડેંન્ગ્યૂ વાયરસ ફ્લેવિવિરિડે ફેમિલી સાથે સંબંધિત છે અને તેમાં ચાર એન્ટીજેનિક રૂપે અલગ સીરોટાઇપ સામેલ છે. માનવ સંક્રમણ મચ્છર કરડવાથી થાય છે. કેન્દ્રિય મંત્રાલયે તમામ રાજ્યોને નવા કેસોની તપાસ કરવા અને વિસ્તારમાં દર્દીઓનું સર્વેક્ષણ કરવા, સંપર્ક શોધવા અને મચ્છરોનું પ્રજનન રોકવા માટે ચેતવણી આપી ઝડપથી પગલા લેવા આદેશ કર્યા છે.
ડેંન્ગ્યૂ રોગચાળા બાબતે હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું કે, 15 રાજ્યોમાં 70 જિલ્લા એવા હતા. જે 5 ટકાથી વધુ પોઝિવિટી દર નોંધાવી રહ્યા હતા અને 34 જીલ્લામાં 10 ટકાથી વધુ પોઝિટીવિટી દર નોંધાઇ રહ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર