નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ (National Metrology Conclave)નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે નવું વર્ષ દેશ માટે નવી ઉપલબ્ધિ લઈને આવ્યું છે. નવા વર્ષ પર દેશને બે મેડ ઇન ઈન્ડિયા (Made in India) કોરોના વેક્સીન (Covid-19 Vaccine) મળી છે અને તેના માટે વૈજ્ઞાનિકો અભિનંદનને પાત્ર છે. દેશને પોતાના વૈજ્ઞાનિકો પર ગર્વ છે અને તેમનું યોગદાન હંમેશા યાદ રખાશે. PM મોદીએ કહ્યું કે, નેશનલ અટોમિક ટાઇમસ્કેલના માધ્યમથી ભારત હવે સેકન્ડનો અબજમો હિસ્સો માપવામાં સક્ષમ છે.
નોંધનીય છે કે, નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ- નેશનલ ફિઝિકલ લેબોરેટરી આયોજિત કરી રહ્યું છે, જેના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ કોન્ક્લેવની થીમ છે ‘મેટ્રોલોજી ફોર ધ ઇન્ક્લૂસિવ ગ્રોથ ઓફ ધ નેશન.’
Today, India is among the top 50 countries in global innovation ranking. The collaboration between industry and institutions is being strengthened in India: PM Narendra Modi https://t.co/wOQ8YVxjKhpic.twitter.com/2WodbzE0z9
આ કોન્ક્લેવમાં પીએમ મોદીએ કહ્યું કે, આપણે દુનિયાને માત્ર ભારતીય પ્રોડક્ટ્સનથી ભરવાની નથી. આપણે ભારતીય પ્રોડક્ટસને ખરીદનારા દરેક ગ્રાહકની આશા પર ખરા પણ ઉતરવાનું છે. આપણે બ્રાન્ડ ઈન્ડિયાને ક્વોલિટી, ક્વોન્ટીટી બંને પક્ષે ભરોસાપાત્ર નામ બનાવવાનું છે. આપણે ભારતીય પ્રોડક્ટસ ખરીદનારા દરેકનું દિલ જીતવાનું છે. આત્મનિર્ભર ભારતનું સપનું પૂરું કરવું ખૂબ જ જરૂરી છે.
વડાપ્રધાને કહ્યું કે, મેડ ઇન ઈન્ડિયાની ગ્લોબલ ડિમાન્ડ- ગ્લોબલ સ્વીકૃતિ હોય, તે દિશામાં મોટા પ્રયાસ કરવા પડશે. આત્મનિર્ભર ભારતમાં ક્વોલિટી અને ક્વોન્ટીટી બંને પર ભાર મૂકવો પડશે. તેમાં ક્વોલિટીના માપ માટે વિદેશી સ્ટાન્ડર્ડ પર નિર્ભરતા ઓછી કરવાની છે.
PM મોદીએ કહ્યું કે, આપણા દેશમાં સર્વિસિસની ક્વોલિટી હોય, ભલે સરકારી સેક્ટર હોય કે પ્રાઇવેટ સેક્ટર. પ્રોડક્ટસની ક્વોલિટી હોય, કે સરકારી સેક્ટર હોય. આપણા ક્વોલિટી સ્ટાન્ડર્ડ એ નક્કી કરશે કે દુનિયામાં ભારત અને ભારતની પ્રોડક્ટસની તાકાત કેટલી વધે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર