ભારતના આ પ્રાથમિક શિક્ષકને મળ્યો એવોર્ડ, 7 કરોડ રુપિયાના અડધા હિસ્સાનું કર્યું દાન

વિજેતા શિક્ષક રણજિત સિંહ દિસાસે (Photo- firstpost via globalteacherprize)

Global Teacher Prize: રણજિત સિંહ દિસાલેએ જીત્યું 10 લાખ અમેરિકન ડૉલરનું પુરસ્કાર

 • Share this:
  મુંબઈઃ દેશનની એક પ્રાથમિક શાળા (Primary School)માં છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમને ટેક્નોલોજીથી જોડવાના પ્રયાસોના કારણે મહારાષ્ટ્રના એક શિક્ષણને ગ્લોબલ ટીચર પુરસ્કાર (Global Teacher Prize) મળ્યું છે. 32 વર્ષીય વિજેતા રણજિત સિંહ દિસાલે (Ranjit singh Disale)ને તેના માટે 10 લાખ ડૉલર (લગભગ 7 કરોડ 38 લાખ રૂપિયા)નું પુરસ્કાર મળ્યું છે. રણજિત દિસાલે હવે આ રકમનો અડધો હિસ્સો પોતાના સાથીઓને આપવાની જાહેરાત કરી ચૂક્યા છે.

  કોરોના મહામારીના કાળમાં શાળાઓ બિલકુલ બંધ છે. શાળાઓમાં ડિજિટલ લર્નિંગ થઈ તો રહ્યું છે પરંતુ તે પૂરતું નથી. ખાસ કરીને છોકરીઓ તેમાં પાછળ જઈ રહી છે કારણ કે તેમના હાથમાં મોબાઇલ ઓછો આવતો હોય છે. બીજી તરફ આવા સમયે દેશના એક નાનકડા ગામના શિક્ષણે છોકરીઓના શિક્ષણમાં શાનદાર યોગદાન આપ્યું છે.

  આ વાત છે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પારિતેવાદી ગામની. વર્ષ 2009માં દિસાલે જ્યારે ત્યાં પ્રાથમિક શાળાએ પહોંચ્યા તો શાળાની હાલત ખૂબ ખરાબ હતી. શાળાના નામ પર જે ઈમારત હતી તે ખરાબ સ્થિતિમાં હતી. સ્પષ્ટ રીતે લાગતું હતું કે તેઓ પશુઓ રાખવાની અને સ્ટોર રુમના કામે આવતી હતી. લોકોએ પોતાના બાળકો અને ખાસ કરીને દીકરીઓને ભણાવવામાં કોઈ રસ નહોતો કારણ કે તેમનું માનવું હતું કે તેનાથી કંઈ બદલાવવાનું નથી.

  રણજિત સિંહ દિસાલેએ એક-એક કરીને પાઠ્યપુસ્તકોનો માતૃભાષામાં અનુવાદ કર્યો. (Photo-twitter)


  આ પણ વાંચો, TIMEની પહેલી ‘કિડ ઓફ ધ યર’ બની ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ

  રણજિત સિંહ દિસાલેએ આ સ્થિતિ બદલાવાની જવાબદારી ઉપાડી. ઘરે ઘરે જઈને બાળકોના વડિલોને શિક્ષણ માટે તૈયાર કરવાનું એકમાત્ર કામ નહોતું. તેની સાથે જ વધુ એક સમસ્યા હતી પાઠ્યપુસ્તકો અંગ્રેજીમાં હતા. દિસાલેએ ત્યારે એક-એક કરીને પાઠ્યપુસ્તકોનો માતૃભાષામાં અનુવાદ કર્યો. આ ઉપરાંત તેની સાથે ટેક્નોલોજી પણ જોડી દીધી. આ ટેક્નોલોજી હતી ક્યૂઆર કોડ આપવા જેથી સ્ટુડન્ટ્સ વીડિયો લેક્ચર અટેન્ડ કરી શકે અને પોતાની જ ભાષામાં કવિતાઓ-વાર્તાઓ સાંભળી શકે. ત્યારબાદથી જ ગામ અને આસપાસના વિસ્તારોમાં બાળ વિવાહનો દર ઝડપથી ઘટવા લાગ્યો.

  આ પણ જુઓ, VIDEO: આ યુવકને લોકો કહે છે મોગલી, જંગલામાં એકલા જ રહેવાનું કરે છે પસંદ

  મહારાષ્ટ્રમાં પાઠ્યપુસ્તકોમાં ક્યૂઆર કોડ શરૂ કરવાની પહેલા પણ સોલાપુરના આ શિક્ષકે કરી. ત્યારબાદ દિસાલે અટક્યા નહીં. તેઓએ વર્ષ 2017માં મહારાષ્ટ્ર સરકારને એવો પ્રસ્તાવ આપ્યો કે તમામ પાઠ્યક્રમ તેના સાથે જોડી દેવામાં આવે. ત્યારબાદ દિસાલેની આ વાત પહેલા પ્રાયોગિક સ્તર પર હાથ ધરવામાં આવી અને અંતે રાજ્ય સરકારે ઘોષણા કરી કે તેઓ તમામ શ્રેણીઓ માટે રાજ્યમાં ક્યુઆર કોડ પાઠ્યપુસ્તકો શરૂ કરશે. હવે તો એનસીઇઆરટીએ પણ આ ઘોષણા કરી દીધી છે.

  સોલાપુરના ગંભીર રીતે અછતથી પીડાતા જિલ્લાની પ્રાથમિક શાળાશા શિક્ષણ દિસાલેને તેમના પ્રયાસોના કારણે દુનિયાના સૌથી અદ્ભુત ટીચરનો એવોર્ડ મળ્યો. વારકે ફાઉન્ડેશનમાં અસાધારણ શિક્ષકને તેના ઉત્કૃષ્ટ યોગદાન માટે પુરસ્કૃત કરવાના ઉદ્દેશ્યથી 2014માં આ પુરસ્કાર શરૂ કર્યો હતો, જેના માટે આ વર્ષે દુનિયાભરથી 12000 શિક્ષકોની એન્ટ્રી આવી હતી. ઈનામની રકમની જાહેરાત થતાં જ દિસાલેએ અડધી રકમ બાકી સાથી પ્રતિભાગી શિક્ષકોમાં વહેંચવાની ઘોષણા કરી દીધી. તેઓ કહે છે કે શિક્ષક હંમેશા આપવા અને વહેંચવામાં વિશ્વાસ રાખે છે. નોંધનીય છે કે ઇનામની અડધી રકમ વહેંચતા દરેક રનર-અપના હિસ્સે 40 હજાર પાઉન્ડ આવશે.
  Published by:Mrunal Bhojak
  First published: