ભારતીય સેટેલાઇટ એસ્ટ્રોસેટે તીવ્ર અલ્ટ્રાવાયલેટ કિરણો શોધ્યા, વૈજ્ઞાનિકોએ કહ્યું દુર્લભ શોધ

પ્રતિકાત્મક તસવીર

IUCAAએ જણાવ્યું કે ભારતની પહેલી મલ્ટી વેવલેંથ ઉપગ્રહ એસ્ટ્રોસેટની પાસે પાંચ વિશિષ્ટ એક્સરે અને ટેલીસ્કોપ ઉપલબ્ધ છે.

 • Share this:
  અલ્ટ્રાવાયલેટ કિરણો (Ultraviolet Rays)ને લઇને હંમેશા લોકોના મનમાં જીજ્ઞાસા હોય છે. ભારતીય વૈજ્ઞાનિકો (Indian Scientist)ની ટીમે વૈશ્વિક ટીમ સાથે મળીને આકાશગંગા (Galaxy)થી નીકળતા તીવ્ર અલ્ટ્રાવાયલેટ કિરણો મામલે જાણકારી મેળવી છે. આ ભારતીય મલ્ટી વેવલેંથ સેટેલાઇટ એસ્ટ્રોસેટથી અંતરીક્ષમાં કરવામાં આવેલી દુર્લભ ખોજમાંથી એક મનાય છે. પુણે સ્થિત ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) જણાવ્યું કે આકાશગંગામાં જે અલ્ટ્રાવાયલેટ કિરણોની જાણકારી અમે મેળવી છે તે ધરતીથી 9.3 અરબ પ્રકાશવર્ષ દૂર છે.

  IUCAA જણાવ્યું કે ભારતની પહેલી મલ્ટી વેવલેંથ ઉપગ્રહ એસ્ટ્રોસેટની પાસે પાંચ વિશિષ્ટ એક્સરે અને ટેલીસ્કોપ ઉપલબ્ધ છે. તેની તાકાતનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે તે એક સાથે કામ કરે છે. અને એસ્ટ્રોસેટે એયૂડીએફએસ-01 નામની આકાશગંગાથી નીકળતા તીવ્ર અલ્ટાવાયલેટ કિરણો વિષે જાણકારી મેળવી છે. આ અભિયાનમાં જોડાઇને IUCAAમાં એસોસિએટ પ્રોફેસર ડૉ.કનક શાહે જણાવ્યું કે આ પૂરી ઘટનાને સરળ ભાષામાં સમજાવવી હોય તો કહી શકાય કે એક વર્ષમાં પ્રકાશ દ્વારા કરવામાં આવતી દૂરીને પ્રકાશ વર્ષ કહેવાય છે. અને તે લગભગ 95 ખરબ કિલોમીટરની બરાબર છે.

  વધુ વાંચો : કોરોના અને લોકડાઉને બદલી આ 5 વસ્તુઓ, તમે નોટિસ કરી?

  ડૉ.શાહે જણાવ્યું કે આ અભિયાનમાં અમારી સાથે અનેક વૈશ્વિક ટીમ પણ જોડાયેલી છે. જેમનું નેતૃત્વ આપણી ભારતીય ટીમ કરી રહી હતી. શાહે જણાવ્યું કે તેમની આ ઉપલબ્ધિથી જોડાયેલી શોધને 24 ઓગસ્ટના રોજ નેચર એસ્ટ્રોનોમી નામના મેગેઝિનમાં પણ આવી છે. શાહે જણાવ્યું કે આ અભિયાનમાં અમેરિકા, જાપાન, ફ્રાંસ, નેધરલેન્ડ અને સ્વિટર્ઝલેન્ડના વૈજ્ઞાનિકો સામેલ છે.

  વૈજ્ઞાનિકોએ જણાવ્યા મુજબ અલ્ટ્રાવાયલેટ કિરણો વર્ષ 2016ના ઓક્ટોબર મહીનામાં સતત 28 દિવસ સુધી નજરે પડ્યા હતા. પણ તેનું એનાલિસિસ કરવામાં વૈજ્ઞાનિકોને બે વર્ષનો સમય લાગ્યો.
  Published by:Chaitali Shukla
  First published: