Indian Railwaysનો મોટો નિર્ણય! હવે ભાડેથી મળશે ટ્રેન, જાણો મોદી સરકારનો માસ્ટર પ્લાન
Indian Railwaysનો મોટો નિર્ણય! હવે ભાડેથી મળશે ટ્રેન, જાણો મોદી સરકારનો માસ્ટર પ્લાન
ભારતીય રેલવે (Indian Railways)
ભારતીય રેલવે (Indian Railways)એ મંગળવારે એક નવો નિર્ણય લીધો છે. જેમાં કોઈ પણ રાજ્ય સરકારની કંપનીઓ ભાડેથી ટ્રેન લઈ શકે છે. આ મુદ્દાને લઈને રેલવે મંત્રાલય દ્વારા ચર્ચાઓ કરી લેવામાં આવી છે. આ યોજના માટે 3333 કોચ અને 190 ટ્રેનોને રેલવે દ્વારા નક્કી કરવામાં આવી છે.
નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railways)એ મંગળવારે એક નવો નિર્ણય લીધો છે. જેમાં કોઈ પણ રાજ્ય સરકારની કંપનીઓ ભાડેથી ટ્રેન લઈ શકે છે. આ મુદ્દાને લઈને રેલવે મંત્રાલય દ્વારા ચર્ચાઓ કરી લેવામાં આવી છે. આ યોજના માટે 3333 કોચ અને 190 ટ્રેનોને રેલવે દ્વારા નક્કી કરવામાં આવી છે.
ચાલશે ભારત ગૌરવ ટ્રેન
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે ભારત ગૌરવ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે, ભારત ગૈરવ ટ્રેન ભારતની સંસ્કૃતિ વિરાસતને પ્રદર્શિત કરતી થીમ આધારિત રહેશે. રેલવે અનુસાર લગભગ 190 ટ્રેનો એલોટ કરવામાં આવી છે. રેલમંત્રીએ કહ્યું કે, આ પ્રયોગને સારો રિસ્પોન્સ મળશે તો આની સંખ્યામાં વધારો કરવામાં આવી શકે છે.
પ્રવાસન સ્થળો માટે ચાલશે ટ્રેન
આ ટ્રેનનો ઉપયોગ પ્રવાસન સ્થળ માટે પણ કરવામાં આવી શકે છે. રેલવે મંત્રીએ કહ્યું કે, ભારત ગૌરવ ટ્રેન, રામાયણ ટ્રેનથી લોકોને ભારતીય સંસ્કૃતિ, અને આપણી પ્રાચીન સંસ્કૃતિ સાથે પરિચિત થવાનો મૌકૌ મળે છે. રેલવે આગામી સમયમાં ગુરુકૃપા અને સફારી ટ્રેન ચલાવવામાં આવી શકે છે.
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, આ ટ્રેનો માટે આજે જ એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. જેમાં એસી, નોનએસી, તમામ પ્રકારની ટ્રેનોનો સમાવેશ થાય છે. આ સિવાય રૂટ નક્કી કરવાનો અધિકાર કંપની પાસે જ હશે. ભારત ગૌરવ ટ્રેન ખાનગી ક્ષેત્ર અને IRCTC બંને દ્વારા સંચાલિત કરી શકાય છે અને આ ટ્રેનોનું ભાડું ટૂર ઓપરેટર દ્વારા નક્કી કરવામાં આવશે.
ભારતીય રેલવે (Indian Railay) તરફથી શરુ કરવામાં આવેલી રામાયણ સર્કિટ એક્સપ્રેસ (Ramayana Circuit Express)માં વેઈટર્સના ડ્રેસકોડને લઈને વિવાદ વકર્યા બાદ સોમવારે સ્ટાફનો યુનિફોર્મ બદલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ રામાયણ યાત્રા ટ્રેન (Ramayan Yatra Train)માં કામ કરવાવાળા કર્મચારીઓ માટે ભગવો (Saffron) યુનિફોર્મ નિશ્ચિત કરવામાં આવ્યો હતો. રેલવેના આ નિર્ણયનો સંતોએ ભારે વિરોધ કર્યો હતો અને કર્મચારીઓનો યુનિફોર્મ બદલવાનું કહ્યું હતું. વિવિધ રાજ્યોમાં વિવાદ વધતો જોઈને રેલવેએ હવે ભગવા ડ્રેસકોડની જગ્યાએ પ્રોફેશનલ યુનિફોર્મ લાગુ કરી નાખ્યો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર