ભારતીય રેલવે મુસાફરોને આપશે નવી સવલત, ટ્રેનોમાં લગાવશે ઇકોનોમી ક્લાસ AC 3 ટીયર કોચ

પ્રતીકાત્મક તસવીર

Economy Class AC 3 Tier Coaches: રેલવે મંત્રાલય મુસાફરોને ઓછી કિંમતમાં એસીની સેવાઓ આપશે. તે માટે ભારતીય રેલવે ઇકોનોમી એસી થ્રી ટીયર કોચ તૈયાર કરી રહ્યું છે. આ કોચ પણ સામાન્ય એસી 3 ટીયર જેવા જ હશે.

  • Share this:
નવી દિલ્હી: ભારતીય રેલવે મંત્રાલય (Indian railway ministry) દેશમાં ટ્રેનોને વધુ આધુનિક અને સવલતોથી સજ્જ બનાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. જેના ભાગરૂપે રેલવ મંત્રાલય વિભિન્ન કોચ ફેક્ટરીઓમાં ઇકોનોમી ક્લાસ AC3 ટીયર કોચની તૈયારીઓ કરી રહ્યું છે. જ્યારે આ કોચ તૈયાર થઇ જશે, તેને સંબંધિત ટ્રેનોમાં લગાવવામાં આવશે. રેલવે બોર્ડ (Railway board)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી (Coach factory) દ્વારા સૌથી વધુ કોચનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

રેલવે મંત્રાલય મુસાફરોને ઓછી કિંમતમાં એસીની સેવાઓ આપશે. તે માટે ભારતીય રેલવે ઇકોનોમી એસી થ્રી ટીયર કોચ તૈયાર કરી રહ્યું છે. આ કોચ પણ સામાન્ય એસી 3 ટીયર જેવા જ હશે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો તમારા હાથમાં નથી પરંતુ આ Tips જાણી લેશો તો ખર્ચ જરૂર ઘટાડી શકશો

આ યોજના અંતર્ગત અમુક કોચ પહેલા જ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 માટે 806 કોચ તૈયાર કરવાનો અંતિમ મંત્રાલય દ્વારા રાખવામાં આવ્યો છે.

ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી ( Integral Coach Factory )માં 344 કોચ તૈયાર કરવામાં આવશે, જ્યારે રેલ કોચ ફેક્ટરીમાં 177 અને મોડર્ન કોચ ફેક્ટરીમાં 285 કોચ તૈયાર કરવામાં આવશે. બોર્ડના એક અધિકારીના જણાવ્યા અનુસાર, માર્ચ 2021માં નાણાંકીય વર્ષ સમાપ્ત થતા પહેલા ટ્રેનોમાં તમામ કોચ લગાવી દેવામાં આવશે. આ સિવાય ત્યાર બાદ બોર્ડની મંજૂરી બાદ વધુ ઇકોનોમી એસી કોચ બનાવવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદની આ સ્માર્ટ સ્કૂલ સામે ખાનગી સ્કૂલો પણ પાણી ભરે, પ્લેનેટોરિયમની સુવિધા પણ ઊભી કરવામાં આવી

આ પણ વાંચો: તમામ સવાલના જવાબ: દેશમાં ચોમાસું એકાએક કેમ અટકી ગયું? ક્યારે મળશે સારા સમાચાર? શું હવામાન વિભાગની આગાહી ખોટી ઠરશે?

આ કોચોમાં જો સુવિધાઓની વાત કરીએ તો, વાંચન માટે વ્યક્તિગત લાઇટ, એસી વેન્ટ્સ, યુએસબી પોઇન્ટ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, ઉપરની સીટ પર જવા માટે સારી સીડી અને વિશેષ પ્રકારનું સ્નેક ટેબલ સામેલ છે. આ સિવાય શૌચાલયમાં ફૂટ ઓપરેટિંગ ટેબ લગાવવામાં આવશે. આ તમામ સુવિધાઓને જોતા કહી શકાય કે આવનારા સમયમાં ભારતીય રેલવે ટ્રેનોમાં સર્વોત્તમ સુવિધાઓ દ્વારા લોકોને વધુ સારી સેવાઓ પૂર પાડવાની સંપૂર્ણ તૈયારીમાં છે.
First published: