Indian Railways: આ ટ્રેનોમાં બેસવા ટિકિટની નહીં જોવી પડે રાહ, મળી જશે કન્ફર્મ સીટ!
ધોરણ-10 પાસ માટે રેલવેમાં નોકરીની તક (તસવીર: Shutterstock)
ભારતીય રેલ વધુ મુસાફરોને કન્ફર્મ સીટ ઉપલબ્ધ કરાવવા માટે અને ટ્રેન સંચાલનનો ખર્ચ બચાવવા માટે બધી જ પ્રીમિયમ ટ્રેનોને હેડ ઓન જનરેશન (HOG) ટેક્નોલીજીની મદદથી ચલાવશે.
નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railway) તેના યાત્રીઓ માટે નવી ભેટ લાવી રહી છે. ભારતીય રેલવેના સાઉથ ઇસ્ટર્ન રેલવેએ નક્કી કર્યું છે કે તેઓ હવે પેસેન્જર કોચમાં વીજળી પૂરી પડતા ઇલેક્ટ્રિક ડબ્બા એટલે કે જનરેટર કારોને હટાવશે અને તેને જનરલ કોચમાં બદલી દેવામાં આવશે. જેના કારણે વધુ યાત્રીઓ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. ભારતીય રેલ વધુ મુસાફરોને કન્ફર્મ સીટ ઉપલબ્ધ કરાવવા માટે અને ટ્રેન સંચાલનનો ખર્ચ બચાવવા માટે બધી જ પ્રીમિયમ ટ્રેનોને હેડ ઓન જનરેશન (HOG) ટેક્નોલીજીની મદદથી ચલાવશે. ઉલ્લેખનીય છે કે, આ ટેક્નોલોજીની મદદથી પહેલાથી જ કેટલીક ટ્રેનો ચલાવાઈ રહી છે. SER ઝોને જણાવ્યું કે, હવેથી 6 ટ્રેનો એક જ પાવર કારની મદદથી ચાલશે. જેના કારણે મોટી માત્રામાં ડીઝલની બચત થશે.
જાણો, HOGથી કઈ ટ્રેનો સંચાલિત થશે
02883/02884 દુર્ગ-નિઝામુદ્દીન-દુર્ગ (02883/02884 Durg-Nizamuddin-Durg), એક્સપ્રેસ સ્પેશ્યલ(Express special), 08201/08202 દુર્ગ-નૌતનવા-દુર્ગ એક્સપ્રેસ સ્પેશ્યલ (08201/08202 Durg-Nautanwa-Durg Express Special), 08203/08204 દુર્ગ-કાનપુર-દુર્ગ એક્સપ્રેસ સ્પેશ્યલ (08203/08204 Durg-Kanpur-Durg Express Special)નો તેમાં સમાવેશ થાય છે.
રેલવે આ ટ્રેનોમાં અનુક્રમે 25, 26 અને 28 માર્ચ સુધીમાં સેકન્ડ કલાસ જનરલ કોચ જોડશે. કોરોના મહામારીને કારણે ભારતીય રેલવે હાલ ઓછા નંબરોમાં ટ્રેનોનું સંચાલન કરી રહી છે. જોકે, ટ્રેનોનું સંચાલન સામાન્ય થયા બાદ ભારતીય રેલવે આ ટેક્નોલોજીથી વધુ ટ્રેનો દોડાવશે.
જાણો કઈ રીતે કામ કરશે HOG તકનીક
ટ્રેનમાં ઇલેક્ટ્રિક એન્જીનને ચલાવવા માટે ઓવરહેડ વાયરથી વીજળી સપ્લાય જાય છે. આવી ટ્રેનોમાં સામાન્ય રીતે બે પાવર કાર લાગેલી હોય છે. આ પાવર કારમાં જનરેટર હોય છે. આ જનરેટરો દ્વારા ટ્રેનના ડબ્બાઓમાં જરૂરત મુજબ વીજળી સપ્લાય થાય છે. તો બીજી તરફ HOG તકનીકથી ઓવરહેડ વાયરથી એન્જીનને મળનારી વીજળીને એન્જીન દ્વારા ટ્રેનના બધા ડબ્બા સુધી પહોંચાડવામાં આવે છે.
HOG ટેક્નિકની મદદથી બધા જ ડબ્બામાં પાવર સપ્લાય પહોંચશે, જેથી પાવર કારની જરૂરિયાત પૂર્ણ થઇ જશે. ત્યારે પાવર કારણે હટાવવામાં આવતા સામાન્ય યાત્રી ડબ્બો વધી જશે. જો કોઈ ગાડીમાં બે ડબ્બા વધારી દેવાય તો વધુ 140 યાત્રીઓને ટ્રેનમાં સમાવી શકાય. બધી જ પ્રીમિયમ ટ્રેનોમાં HOG ટેક્નિકથી રોજ આ ટ્રેનોમાં લગભગ વધુ 4 લાખ સીટો ઉપલબ્ધ થઇ શકશે. સાથે જ રેલવે ઇંધણમાં વાર્ષિક 6000 હજાર કરોડની બચત થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર