જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા સમયે ટ્રેનમાં નોન વેજ ખાવાનું પસંદ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. રેલવેના એક પ્રસ્તાવને જો મંજૂરી મળી જાય તો 2 ઓક્ટોબર, ગાંધી જ્યંતિના દવિસે દેશમાં માત્ર રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ જ મનાવવાની સાથે સાથે ગાંધીજીના સમ્માનમાં ‘શાકાહાર દિવસ’ના રૂપમાં મનાવવામાં આવશે.
રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલા એક ફોર્મેટ પ્રમાણે રેલવે બોર્ડે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં બે ઓક્ટોબર 2018, 2019 અને 2020ના દિવસે રેલવે સ્ટેશન અને પરિસરોમાં યાત્રીઓને માંસાહાર ખાવનું પિરસવામાં નહીં આવે. કેન્દ્ર સરકારે 2020માં મહત્મા ગાંધીની 150મી જ્યંતિ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
રેલવેએ શાકાહાર દિવસ મનાવવા ઉપરાંત સાબરમતીથી ગાંધીજી સાથે સંકળાયેલા વિવિધ સ્ટેશનો માટે સ્વચ્છતા એક્સપ્રેસ અને દાંડી માર્ચ નિમિત્તે 12 માર્ચના દિવસે સાબરમતીથી એક વિશેષ નમક રેલ ચલાવવાની યોજના છે.
રેલવેએ મહાત્મા ગાંધીની વોટરમાર્ક વાળી તસવીરની સાથે ટિકિટ પણ રજૂ કરવાની યોજના બનાવી છે. આ માટે સંસ્કૃતિ મંત્રાલયની મંજૂરી લેવાની જરૂર પડશે. જે વિશેષ સ્મારક રજૂ કરનારું વિશેષ નોડલ મંત્રાલય છે.
આ મહિનાના શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહાત્મા ગાંધીની 150મી જ્યંતિ સમારોહની તૈયારીઓને લઇને રાષ્ટ્રય સમિતિની પહેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રેનોની પેન્ટ્રીમાં મુસાફરોને વેજ અને નોનવેજ ખાવાનું આપવાની સુવિધા છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર