રેલવે તરફથી મુસાફરોને મોટી રાહત, હવે આ સ્ટેશનો પર 50ને બદલે 10 રૂપિયામાં મળશે પ્લેટફોર્મ ટિકિટ

નવા દરો 25 નવેમ્બર 2021થી લાગુ થશે.

Indian Railways: તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાના વધતા જતા કેસને જોતાં રેલવેએ સ્ટેશનો પર ભીડ ઓછી કરવા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કર્યો હતો. કોરોના સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારીને 50 રૂપિયા કરવામાં આવી હતી.

  • Share this:
    દેશમાં કોરોનાના કેસ ઘટતાંની સાથે જ રેલવેએ એ તમામ નિયંત્રણો હટાવવાનું શરૂ કરી દીધું છે, જે મહામારી દરમિયાન લાગુ કરવામાં આવ્યા હતા. હવે ભારતીય રેલ્વે (Indian Railways)એ મુસાફરોને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ રેલવેએ હવે પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે. હવે 50 રૂપિયાના બદલે 10 રૂપિયામાં પ્લેટફોર્મ ટિકિટ મળશે. મધ્ય રેલવેએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

    તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાના વધતા જતા કેસને જોતાં રેલવેએ સ્ટેશનો પર ભીડ ઓછી કરવા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કર્યો હતો. કોરોના સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારીને 50 રૂપિયા કરવામાં આવી હતી.

    હવે 10 રૂપિયામાં મળશે પ્લેટફોર્મ ટિકિટ

    સેન્ટ્રલ રેલ્વેની ટ્વીટ મુજબ, હવે પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયા કરી દેવામાં આવી છે. સીએસએમટી (CSMT), દાદર (Dadar),એલટીટી (LTT), થાણે (Thane), કલ્યાણ (Kalyan) અને પનવેલ (Panvel) સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત હવે 10 રૂપિયા થઈ ગઈ છે. નવા દરો 25 નવેમ્બર 2021થી લાગુ થશે.



    આ પણ વાંચો: નોઇડામાં બનશે એશિયાનું સૌથી મોટું અને ભારતનું પહેલું નેટ ઝીરો એમિશન એરપોર્ટ, વાંચો શા માટે આ ડ્રીમ પ્રોજેક્ટ છે

    આ રુટ પર ટ્રેનો ફરી શરુ

    આ ઉપરાંત, સેન્ટ્રલ રેલવેએ મુંબઈ-પુણે અને મુંબઈ-ચેન્નઈ વચ્ચેની ટ્રેનોને પૂર્વવત કરી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ - પુણે ઇન્ટરસિટી એક્સપ્રેસ હવે દરરોજ દોડશે. ટ્રેન નંબર 12127, 1લી ડિસેમ્બર 2021થી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી દરરોજ 6.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 9.57 કલાકે પુણે પહોંચશે. તો ટ્રેન નંબર 12128 પુણેથી દરરોજ 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.05 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન યાત્રા દરમિયાન દાદર, થાણે, લોનાવાલા અને શિવાજી નગર ખાતે ઉભી રહેશે. તેમાં બે એસી ચેર કાર અને 12 સેકન્ડ સીટિંગ કોચ હશે.



    તો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ - ચેન્નાઈ ઇગમોર સુપરફાસ્ટ, અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે. 1 ડિસેમ્બર 2021થી ટ્રેન નંબર 22157 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે 22.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22.15 કલાકે ચેન્નાઈ ઇગમોર પહોંચશે.

    આ પણ વાંચો: કેરળનો એક ચા વાળો કઈ રીતે બન્યો અસિસ્ટન્ટ પ્રોફેસર? જાણો રફિક ઇબ્રાહિમની સફળતાનું રહસ્ય

    તે જ રીતે, 4 ડિસેમ્બર 2021 થી ટ્રેન નંબર 22158 ચેન્નાઈ ઇગમોરથી દર ગુરુવાર, શનિવાર અને સોમવારે 6.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 5.50 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.

    આ ટ્રેનમાં એક એસી-2 ટિયર, ચાર એસી-3 ટિયર, 8 સ્લિપર ક્લાસ અને 4 સેકન્ડ સીટિંગ કોચ હશે.
    Published by:Nirali Dave
    First published: